Bhavnagar News: ભાવનગર શહેરના રિંગ રોડ પર શનિવારે મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત (Bhavnagar Accident) સર્જાયો હતો. શ્રીજી પાર્ટી પ્લોટ સામે પૂરઝડપે આવી રહેલી કાર બાઈક સાથે અથડાઈ જતાં બે લોકોના જીવ ગયા હતા. અકસ્માત બાદ કાર ચાલકે કાબૂ ગુમાવતા વાહન રોડની બાજુમાં ઉભેલા બંધ ટેન્કરમાં ઘૂસી ગયું હતું.
Bhavnagar Accident: ટક્કર બાદ ટેન્કરમાં ઘૂસી કાર
પ્રાથમિક માહિતી અનુસાર, ઝડપભેર દોડી રહેલી કાર બાઈક સાથે અથડાયા બાદ સીધી રોડ સાઇડમાં પાર્ક કરાયેલા ટેન્કર સાથે ભટકાઈ હતી. અથડામણનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા.
કાકા-ભત્રીજાના મોત
આ અકસ્માત (Bhavnagar Accident)માં બાઈક પર સવાર બેચરભાઈ ખાટાભાઈ બારૈયા (ઉંમર 48 વર્ષ) અને રાકેશભાઈ મનસુખભાઈ બારૈયા (ઉંમર 28 વર્ષ) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.મૃતક બંને કાકા-ભત્રીજા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે તેમના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
સ્થાનિક લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કારમાં સવાર બે વ્યક્તિઓને પણ ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રામ દરબારમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા
ફરિયાદ અનુસાર, મૃતક રાકેશભાઈ અને તેમના કાકા બેચરભાઈ કાળીયાબીડ ખાતે આવેલા રામ દરબારમાંથી પોતાના બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રિંગ રોડ પર ઝડપભેર આવી રહેલી કાર તેમની બાઈક સાથે અથડાઈ હતી.
કાર ચાલક સામે ગુનો નોંધાયો
ઘટના અંગે ભરતનગર પોલીસ મથકે કાર ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત (Bhavnagar Accident) સર્જવા બદલ ગુનો નોંધ્યો છે. પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
માર્ગ અકસ્માતો અંગે ફરી ચિંતા
તાજેતરમાં રાજ્યમાં માર્ગ અકસ્માતો (Bhavnagar Accident)ની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલાં મોરબી-હળવદ હાઈવે પર પણ એક ગંભીર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. આવા બનાવો બાદ માર્ગ સુરક્ષા અને વાહનચાલકોની બેદરકારી અંગે ફરી સવાલો ઊભા થયા છે. પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો અને કારની ઝડપ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:ભાવનગરમાં ભયાનક અકસ્માતઃ કારમાં બઠેલા ત્રણેયના ઘટનાસ્થળે મોત
આ પણ વાંચો:ભાવનગર,વડોદરામાં અકસ્માતોનો દોર, ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં ખસેડાયા
આ પણ વાંચો:ભાવનગરના યાત્રાળુઓને ઉત્તરપ્રદેશમાં અકસ્માત નડ્યો, 2નાં મોત અને 3 ઘાયલ
