National News/ ધારાસભ્યો પછી મમતા બેનર્જીના 20 લોકસભા સાંસદોનો બળવો, ભાજપ-NDAને આપશે સમર્થન

પશ્ચિમ બંગાળમાં ધારાસભ્યોના બળવા બાદ હવે તૃણમૂલ કોંગ્રેસના 20 લોકસભા સાંસદોએ મમતા બેનર્જી(Mamata Banerjee) સામે બળવો કર્યો છે. કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં સાંસદોએ ભાજપ-NDA ને સમર્થન આપ્યું છે, વાંચો અહેવાલ.

NATIONAL Top Stories India
Mamata Banerjee

TMC MPs Revolt 2026: પશ્ચિમ બંગાળના(Mamata Banerjee) રાજકારણ અને ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) માંથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પક્ષના ચીફ વ્હિપ કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં તૃણમૂલના 20 લોકસભા સાંસદોએ બળવો કર્યો છે. આ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને સત્તાવાર પત્ર લખીને કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએ (NDA) ગઠબંધનને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. મમતા બેનર્જી એક તરફ દિલ્હીમાં વિપક્ષને મજબૂત કરવા ‘ઇન્ડિયા બ્લોક’ (INDIA Bloc) ની બેઠકોમાં સામેલ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ તેમના પોતાના જ પક્ષમાં આ બહુ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે.

ધારાસભ્યોના બળવાના ગણતરીના દિવસોમાં જ સાંસદો પણ તૂટ્યા

તૃણમૂલ કોંગ્રેસ માટે આ આંચકો એટલા માટે મોટો છે કારણ કે થોડા દિવસો પહેલા પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પણ મમતા બેનર્જી (Mamata Banerjee) સામે મોટો બળવો થયો હતો. બંગાળમાં તૃણમૂલના 80 માંથી 58 ધારાસભ્યોએ પાર્ટી હાઈકમાન્ડની વાત માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ ધારાસભ્યોએ મમતા બેનર્જીની (Mamata Banerjee) પસંદગીના સોવનદેવ ચટ્ટોપાધ્યાયને બદલે પક્ષમાંથી બરતરફ કરાયેલા ધારાસભ્ય રિતાબ્રતા બેનર્જીને વિપક્ષના નેતા બનાવવાનું સમર્થન કર્યું હતું. ધારાસભ્યોના આ આંચકામાંથી પક્ષ બહાર આવે તે પહેલા જ હવે દિલ્હીમાં સાંસદોએ પણ બળવો પોકારી દીધો છે.

અમે અલગ જૂથ તરીકે બેસીશું: કાકોલી ઘોષ

ચાર વખત સાંસદ રહી ચૂકેલા અને ગયા સપ્તાહમાં જ પક્ષના તમામ પદો પરથી રાજીનામું આપનારા કાકોલી ઘોષ દસ્તીદારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે:

“મારા સહિત તૃણમૂલના 20 લોકસભા સાંસદોએ પશ્ચિમ બંગાળના (Mamata Banerjee) વિકાસ માટે કેન્દ્રની એનડીએ (NDA) સરકારને સમર્થન આપવાનો મોટો નિર્ણય કર્યો છે. અમે સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને સંસદમાં એક અલગ જૂથ તરીકે બેસવા માટેની વ્યવસ્થા કરવાની અપીલ કરી છે.”

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બળવાખોર સાંસદોએ (Mamata Banerjee) હાલ તુરંત તૃણમૂલમાંથી રાજીનામું આપવાનું કે સીધા ભાજપમાં સામેલ થવાનું ટાળ્યું છે. તેના બદલે, તેઓ ગૃહમાં એનડીએને બહારથી સમર્થન આપીને એક અલગ સંસદીય જૂથ તરીકે કાર્ય કરવા માંગે છે.

પક્ષપલટા વિરોધી કાયદાથી સુરક્ષિત રહેશે સાંસદો(Mamata Banerjee)

લોકસભામાં હાલના તબક્કે તૃણમૂલ કોંગ્રેસ પાસે કુલ 28 સાંસદોનું સંખ્યાબળ છે. બશીરહાટ બેઠકના સાંસદ હાજી નુરુલ ઇસ્લામના અવસાન બાદ એક બેઠક પહેલેથી જ ખાલી પડી છે.

કાનૂની નિયમો અનુસાર, પક્ષપલટા વિરોધી કાયદાની કડક કાર્યવાહી અને સાંસદ પદ રદ થવામાંથી બચવા માટે બળવાખોર જૂથ પાસે પક્ષના કુલ સાંસદોના બે તૃતિયાંશ (2/3) બહુમતી હોવી જરૂરી છે. 28 સાંસદોના ગણિત પ્રમાણે 2/3 બહુમતી માટે 19 સાંસદોની જરૂર પડે છે, જ્યારે અહીં 20 સાંસદોએ એકસાથે બળવો કર્યો હોવાથી તેઓ કાનૂની રીતે સંપૂર્ણ સુરક્ષિત થઈ જશે અને તેમનું સભ્યપદ રદ થઈ શકશે નહીં.


આ પણ વાંચો:તમિલનાડુમાં TVK સરકાર પર જોખમ? પૂર્વ CM એમકે સ્ટાલિને લીધો સત્તા પલટાવવાનો સંકલ્પ

આ પણ વાંચો: મમતા બેનર્જીના પાવર ઘટાડવાના ફોર્મ્યુલાથી બાગી ધારાસભ્યો નારાજ, જૂથમાંથી અલગ થવાની આપી ચેતવણી

આ પણ વાંચો:બંગાળમાં ‘મહારાષ્ટ્ર મોડેલ’? મમતા બેનર્જી વિના નવા તૃણમૂલ કોંગ્રેસની ચર્ચાઓ