National News/ સગાઈના પ્રસંગે જતા ગુજરાતી પરિવારને મહારાષ્ટ્રમાં નડ્યો અકસ્માત, બસ-કારની ટક્કરમાં 6 ના મોત

મહારાષ્ટ્રના અમલનેર-ધુલે હાઈવે પર એસટી બસ, કાર અને બાઈક વચ્ચે થયેલા ત્રિપલ અકસ્માતમાં(Accident) એક ગુજરાતી પરિવારના 4 સભ્યો સહિત 6 લોકોના મોત થયા છે. સગાઈ પ્રસંગે જઈ રહેલા આ પરિવારના અકસ્માત વિશે વાંચો.

NATIONAL Top Stories India
Accident

Maharashtra Highway Accident 2026: મહારાષ્ટ્રના અમલનેર-ધુલે રોડ પર આજે મંગળવારે (9 June 2026) સવારે એક અત્યંત કાળજું કંપાવનારો ત્રિપલ અકસ્માત સર્જાયો છે. હોટલ વૃંદાવન અને મંગરૂલ ગામ નજીક એસટી (ST) બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ગુજરાતી પરિવારના 4 સભ્યો અને બાઈકચાલકો સહિત કુલ 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. સગાઈના મંગલ પ્રસંગે જઈ રહેલા પરિવારને કાળ આંબી જતાં પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

પૂરપાટ ઝડપે આવતી કારે બસ અને બાઈકનો કચ્ચરઘાણ વાળ્યો

મળતી માહિતી અનુસાર, એમએસઆરટીસી (MSRTC) ની ST બસ અને એક બાઈક અમલનેરથી ધુલે તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ધુલે તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી આ કારે સામેથી આવતી એસટી બસ અને બાઈકને એટલી જોરદાર ટક્કર મારી (Accident) હતી કે કાર અને બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

Accident માં જાન ગુમાવનારા મૃતકો:

ધરનગાંવના રહેવાસી બાઈક પર સવાર 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

કારમાં સવાર નંદલાલ ગોપાલ મહાજન, સુરેશ વિક્રમ મહાજન, અનિતા સુરેશ મહાજન અને નિર્મળા નંદલાલ મહાજનના પણ કરુણ મોત થયા છે. આ ગુજરાતી પરિવાર અમલનેર ખાતે એક સગાઈ સમારોહમાં ખુશી-ખુશી ભાગ લેવા જઈ રહ્યો હતો.

કાટમાળમાંથી માસૂમ બાળકને સુરક્ષિત બહાર કઢાયો

અકસ્માત (Accident) એટલો ભયાનક હતો કે આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારના લોખંડના કાટમાળ વચ્ચે એક માસૂમ બાળક ફસાઈ ગયું હતું, જેને સ્થાનિકો અને પોલીસે ભારે જહેમત બાદ સુરક્ષિત અને જીવતું બહાર કાઢી લીધું હતું.

આ સિવાય એસટી બસમાં સવાર દીપક દિલીપ પાટીલ નામના એક મુસાફરને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. એમ્બ્યુલન્સ મારફતે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે તમામ 6 મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: મહારાષ્ટ્રના બસ અકસ્માતમાં 12ના મોત, 10ની સ્થિતિ નાજુક

આ પણ વાંચો: મહારાષ્ટ્રના અકોલામાં બે કાર વચ્ચે અકસ્માતમાં છના મોત

આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુંબઈમાં બસ અકસ્માતમાં નવ લોકો ઘાયલ