Vadodara News: વડોદરાના ડભોઈમાં બેરિકેડના અભાવે યુવકે જીવ (Youth Death) ગુમાવવો પડ્યો હતો. વડોદરાના ડભોઈના નવનિર્મિત નાળામાં બાઇક ચાલક ખાબકતા મૃત્યુ પામ્યો હતો. અંટોલના યુવક સંજય વસાવાનું માર્ગ અકસ્માતમાં મોત થયુ હતુ, નાળાનું કામકાજ એક વર્ષથી ચાલી રહ્યુ હોવા છતાં પણ અહીં કોઈપણ પ્રકારની બેરિકેડ કે આડશ મૂકવામાં આવી ન હતી. તેના કારણે સંજય વસાવા નામનો યુવાન નાળામાં પકડાયો હતો.
આ નાળાનું કામકાજ છેલ્લાં એક વર્ષથી ચાલી રહ્યું છે. નાળાના રિપેરિંગનું કામકાજ કરતાં કોન્ટ્રાક્ટરે રેડિયમ લાઇટ કે બેરિકેડ લગાવી ન હતી. હવે આટલું મોટું કામકાજ ચાલતું હોય અને તેના પર બેરિકેડ લગાવવામાં આવી ન હોય તે કઈ રીતે ચાલે. તંત્રએ ફક્ત કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપીને સંતોષ માની લીધો. કયા-કયા પ્રકારની જોગવાઈઓનું પાલન થયું કે નહીં તેની કોઈ જવાબદારી લીધી નથી. આ સંજોગોમાં હવે આ યુવકના મોતની જવાબદારી કોની, તંત્રની કે કોન્ટ્રાક્ટરની કે બંનેની.
તેનું કારણ એ છે કે બેદરકારી તો બંનેએ દાખવી છે, કોન્ટ્રાક્ટરે પણ દાખવી છે અને તેના પર નજર ન રાખીને તંત્રએ પણ દાખવી છે. હવે જો તંત્ર સંવેદનશીલ છે તો આ મૃત્યુ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર કે સરકારી વિભાગ સામે પગલાં લેવામાં આવશે ખરા. પોલીસે મૃતદેહ તો પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દીધો અને તેનો ફોરેન્સિક અહેવાલ પણ આવી જશે. લોકોએ માંગ કરી છે કે નાળાની કામગીરી યુદ્ધના ધોરણે પૂરી કરવામાઁ આવે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ મોત કોન્ટ્રક્ટરની બેદરકારીના કારણે થયું છે. જો કોન્ટ્રાક્ટરે સલામતીના પૂરતા પગલાં લીધા હોત તો આ યુવક આજે જીવતો હોત. આજે તેના બે બાળકો નોંધારા થઈ ગયા છે. તેનું કુટુંબ રઝળી પડ્યુ છે, તેના કુટુંબે ભીખ માંગવાનો વારો આવ્યો છે. આ બધી જવાબદારી કોની છે. આ અકસ્માતની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની જ છે. સ્થાનિકો સહિત મૃતકના સગાઓની પણ માંગ છે કે કોન્ટ્રાક્ટર સામે આકરી કાર્યવાહી કરવામાં આવે. મૃતકના કુટુંબને પણ કોન્ટ્રાક્ટર પૂરું વળતર ચૂકવે.
