Donald Trump Inflation Statement 2026: હોરર ફિલ્મોમાં જેમ ભૂત કહે કે ‘મને વેરાન જગ્યાઓ ગમે છે’, બિલકુલ એ જ અંદાજમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એક એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેનાથી આખા અમેરિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ટ્રમ્પે જાહેરમાં આશ્ચર્યજનક રીતે સ્વીકાર્યું છે કે, “મને મોંઘવારી (Inflation) બહુ પસંદ છે.” અમેરિકામાં મોંઘવારીનો દર છેલ્લા 3 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે, જ્યાં ફુગાવો April ના 3.8% થી વધીને May માં 4.2% થઈ ગયો છે. આવા કપરા સમયે જનતાને રાહત આપવાના બદલે ટ્રમ્પના આ નિવેદને સામાન્ય અમેરિકનોમાં ભારે આક્રોશ જગાવ્યો છે.
ઇરાન યુદ્ધ અને મિડ-ટર્મ ઇલેક્શનનું કનેક્શન
વાસ્તવમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોએ ટ્રમ્પને ઘેરતા સવાલ પૂછ્યો હતો કે, વધતી જતી મોંઘવારીના કારણે November માં યોજાનારી મિડ-ટર્મ ચૂંટણીમાં (Mid-term Elections) તેમની રિપબ્લિકન પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે. આ સવાલના જવાબમાં ટ્રમ્પે અણધાર્યો વળાંક લેતા મોંઘવારીના આંકડાની પ્રશંસા કરી અને કહ્યું, “તમે બધા સારી રીતે જાણો છો કે મને શું પસંદ છે!” બીજી તરફ, ટ્રમ્પ પોતાની ઈચ્છા મુજબ ઈરાન સાથેનું યુદ્ધ ખતમ કરવામાં સતત નિષ્ફળ જઈ રહ્યા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે તેલ અને અન્ય ચીજોના ભાવ આકાશે આંબી રહ્યા છે. ટ્રમ્પે બચાવમાં ઉમેર્યું કે ઈરાન યુદ્ધ ખતમ થતાં જ અમેરિકામાં કિંમતો આપોઆપ નીચે આવી જશે, પરંતુ આ યુદ્ધ ક્યારે પૂરું થશે તેની કોઈ ચોક્કસ સમયસીમા તેઓ આપી શક્યા નથી.
વિપક્ષનો પ્રચંડ પ્રહાર અને ઉર્જા મંત્રીનો બચાવ(Trump)
ટ્રમ્પના આ નિવેદન પર ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ સોશિયલ મીડિયા પર આકરા પ્રહારો શરૂ કર્યા છે:
ચક શૂમર (ડેમોક્રેટિક નેતા): તેમણે કટાક્ષ કરતા લખ્યું કે, ટ્રમ્પે ઓન-કેમેરા સ્વીકાર્યું છે કે તેમને મોંઘવારી ગમે છે. આ દર્શાવે છે કે અમેરિકન પ્રજા પ્રત્યે તેમના મનમાં કેટલો તિરસ્કાર છે.
હકીમ જેફરીઝ (હાઉસ ઓફ ડેમોક્રેટિક લીડર): તેમણે મજાક ઉડાવતા કહ્યું કે, આખરે આપણને એ ખબર પડી ગઈ કે ટ્રમ્પ દુનિયામાં સૌથી વધુ કોને પ્રેમ કરે છે.
આ સિવાય ઓહાયોના ડેમોક્રેટ સાંસદ એમિલિયા સાઇક્સે અમેરિકી ઉર્જા મંત્રી ક્રિસ રાઇટને સીધો સવાલ કર્યો કે શું તમને પણ મોંઘવારી ગમે છે? તેના જવાબમાં ઉર્જા મંત્રીએ સ્માર્ટલી બચાવ કરતા કહ્યું કે, “મને ઈરાનની પરમાણુ શસ્ત્રો બનાવવાની ક્ષમતા ખતમ કરવાનું વધુ પસંદ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની (Trump) આ વાત માત્ર એક સામાન્ય મજાક (Joke) હતી, બાકી તેમનું નેતૃત્વ એકદમ મજબૂત છે.”
