ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા ગિલગિટ-બાલ્ટિસ્તાનને પ્રાંતનો દરજ્જો અપાવ્યા બાદ ચૂંટણી યોજવાની ઘોષણા પર ઇમરાન ખાનની સરકાર વિરુદ્ધ ઘર આંગણે વિરોધના સુર જોવા મળી રહ્યા છે. વિરોધી પક્ષોએ લશ્કરી કબજાવાળા વિસ્તારમાં ચૂંટણીને લઈને રાષ્ટ્રીય વિધાનસભા અધ્યક્ષ અસદ કૈઝર દ્વારા સોમવારે બોલાવેલ બેઠકનો બહિષ્કાર કરવાની ઘોષણા કરી છે. પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના પગલા પર ભારતે પણ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
પાકિસ્તાની અખબાર ડોનના સમાચાર અનુસાર, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. અહેવાલ છે કે આ પહેલા તાજેતરમાં રચાયેલા વિપક્ષી ગઠબંધને જમાયાત ઉલેમા-એ-ઇસ્લામના વડા મૌલાના ફઝલુર રહેમાને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લીધો હતો.

ભુટ્ટો-ઝરદારીએ ટ્વીટ કર્યું હતું કે, રાષ્ટ્રીય વિધાનસભાના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીઓનો ગિલગિટ બાલ્ટિસ્તાનની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી. અમે ચૂંટણીમાં કેન્દ્ર સરકારની દખલની નિંદા કરીએ છીએ. મારો પક્ષ ફક્ત ચૂંટણી પંચ સાથે વાત કરશે અને નિષ્પક્ષ ચૂંટણીની માંગ કરશે. “ગયા અઠવાડિયે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ જાહેરાત કરી હતી કે ગિલગીટ બાલ્ટિસ્તાનમાં 15 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે.”
યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝ અનુસાર, પાકિસ્તાને ગિલગિલ બાલ્ટિસ્તાનને એક પ્રાંત નો દરજ્જો આપવાની યોજના ને ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાની કલમ 37૦ ને તટસ્થ કરવાના જવાબમાં અહીં ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે.

ગિલગિટ બાલ્ટિસ્તાન અંગે પાકિસ્તાનના નિર્ણય અંગે ભારતે સખત વાંધો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સૈન્ય દ્વારા કબજે કરાયેલા કથિત ગિલગિટ-બાલ્ટિસ્તાનની સ્થિતિ બદલવા માટે પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલી કોઈપણ કાર્યવાહી કાયદેસરનો આધાર ધરાવશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે અમારી સ્થિતિ હંમેશા સ્પષ્ટ રહી છે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખાનો આખો ભાગ ભારતનો અભિન્ન ભાગ છે અને હંમેશા રહેશે. પાકિસ્તાનને ભારતના આંતરિક બાબતોમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
