Not Set/ બેરોજગારમાંથી રાતોરાત બન્યો કરોડપતિ, જાણો કેવી રીતે ચમકી કિસ્મત પળમાં

કહેવાય છે કે ઈશ્વર જયારે આપે છે ત્યારે બેફામ આપે છે. આ વાત સાબિત થઇ છે એક બેરોજગાર વ્યક્તિ સાથે જેના નસીબ રાતોરાત ચમક્યા છે. આ વ્યક્તિ છે કેરળના કુટ્ટનાદ ના રહેવાસી તોજો મૈથ્યુ (30) એ પોતાના મિત્રની મદદથી લોટરીની એક ટીકીટ ખરીદી હતી જેનો નંબર 075171 હતો. જેના કારણે એને સાત મિલિયન દીરહામ જે […]

Top Stories India World

કહેવાય છે કે ઈશ્વર જયારે આપે છે ત્યારે બેફામ આપે છે. આ વાત સાબિત થઇ છે એક બેરોજગાર વ્યક્તિ સાથે જેના નસીબ રાતોરાત ચમક્યા છે. આ વ્યક્તિ છે કેરળના કુટ્ટનાદ ના રહેવાસી તોજો મૈથ્યુ (30) એ પોતાના મિત્રની મદદથી લોટરીની એક ટીકીટ ખરીદી હતી જેનો નંબર 075171 હતો. જેના કારણે એને સાત મિલિયન દીરહામ જે ભારતના ચલણ મુજબ લગભગ 13 કરોડ 10 લાખ 45 હજાર 144 રૂપિયા જીત્યા છે.

તોજો અબુ ધાબીમાં સિવિલ સુપર વાઈઝર તરીકે કામ કરતા હતા. અને હમણાં જ એમણે નોકરી છોડી દીધી હતી. એ બેરોજગાર હતા. અને નોક્રરી શોધતા હતા. એ ભારત પાછા ફરતા હતા. અને એમના મિત્ર પાસેથી પૈસા ભેગા કરીને 24 જુનના ભારત આવતા પહેલા અબુ ધાબી એરપોર્ટ પર લોટરી ની એક ટીકીટ ખરીદી અને આ ટીકીટ એ એમનું જીવન બદલી નાખ્યું અને એ 13 કરોડ રૂપિયા જીતી ગયા.

આ વિષે તોજો ની માતા કુંજ્મ્માં મૈથ્યુ કહે છે કે, મારા ત્રણ દીકરા છે જેમાં ત્રીજો ઓટો ડ્રાઈવર છે, તોજો અને તીટ્ટો અબુ ધાબીમાં સિવિલ સુપર વાઈઝર છે.

તોજો હમેશા એક ઘર બનવા માંગતો હતો, પણ એની પાસે પૈસા ન હતા પરંતુ ઈશ્વરની કૃપાથી એ લોટરી જીત્યો છે અને પોતાના સપના પુરા કરી શકશે. આ કઈ પહેલો કિસ્સો નથી કે જેમાં કોઈ ભારતીય ને લોટરી મારફતે આટલા પૈસા જીત્યા હોય, આ પહેલા પણ દુબઈ માં એક ભારતીયએ 12 મીલીયન દિરહામ જીત્યા હતા.