Meenakshi Natrajan Case Supreme Court 2026: મધ્ય પ્રદેશ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર અને વરિષ્ઠ નેતા મીનાક્ષી નટરાજનને (Meenakshi Natrajan) સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચ (EC) દ્વારા ફોર્મ 26 માં માહિતી છુપાવવાના આરોપસર તેમનું નામાંકન રદ કરવાના નિર્ણયને તેમણે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દેતાં સ્પષ્ટ કહ્યું કે, આ મામલો સીધો અહીં સુનાવણી યોગ્ય નથી, આ માટે તેઓ હાઈકોર્ટનો દરવાજો ખખડાવી શકે છે.
શું હતો Meenakshi Natrajan નો સમગ્ર વિવાદ?
મધ્ય પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી દરમિયાન મીનાક્ષી નટરાજન(Meenakshi Natrajan) પર હૈદરાબાદની એક કોર્ટમાં પેન્ડિંગ રહેલા ગુનાહિત કેસની (Criminal Case) માહિતી નામાંકન પત્રમાં છુપાવવાનો આરોપ લાગ્યો હતો. રિટર્નિંગ ઓફિસર (RO) દ્વારા તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યા બાદ, 11 June ના રોજ નામ ખેંચવાની છેલ્લી તારીખ પૂરી થતાં જ ચૂંટણી પંચે ભાજપના ત્રણેય ઉમેદવારોને વિજેતા જાહેર કરી દીધા હતા. મીનાક્ષી નટરાજનનું ફોર્મ રિજેક્ટ થવાને કારણે ભાજપના મહેશ કેવટ સામે કોઈ હરીફ ન રહેતા તેઓ બિનહરીફ (Unopposed) ચૂંટાઈ આવ્યા છે.
કોર્ટરૂમની હલચલ: અભિષેક મનુ સિંઘવીની દલીલો
સુપ્રીમ કોર્ટમાં મીનાક્ષી નટરાજન (Meenakshi Natrajan) તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ જોરદાર પેરવી કરી હતી. સિંઘવીએ ‘ઇન્દિરા ગાંધી વિરુદ્ધ રાજનારાયણ કેસ’ નો હવાલો આપતા કહ્યું કે, જ્યાં સુધી કોર્ટ દ્વારા કોઈ કેસમાં આરોપ (Charges) નક્કી ન થાય, ત્યાં સુધી ઉમેદવાર માટે તેની જાહેરાત કરવી કાયદાકીય રીતે જરૂરી નથી. તેમણે ચૂંટણી પંચ અને કોર્ટ દ્વારા તાત્કાલિક સુનાવણી ન કરવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, લેવલ પ્લેઇંગ ફીલ્ડ છીનવી લેવામાં આવ્યું છે. બીજી તરફ, ચૂંટણી પંચના વકીલ વી. એસ. નાયડુએ બચાવ કર્યો કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ (RP Act) મુજબ જ RO એ ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કર્યા છે, જેમાં આર્ટિકલ 324 હેઠળ પંચ હસ્તક્ષેપ ન કરી શકે.
હવે કોંગ્રેસ આ મામલાને લઈને રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસે રાષ્ટ્રપતિ પાસે મળવાનો સમય માંગ્યો છે અને મધ્ય પ્રદેશના ધારાસભ્યો સાથે રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરવાની જાહેરાત કરી છે. મીનાક્ષી નટરાજનનું(Meenakshi Natrajan) કહેવું છે કે તેમણે કોઈ માહિતી છુપાવી નથી.
આ પણ વાંચો:રાહુલ ગાંધી આજથી મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે, મંડલા અને શહડોલમાં જનસભા કરશે
આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં ઉમેદાવારોની પત્નીઓએ પણ ઝંપલાવ્યું, પ્રચાર બન્યો વધુ રસપ્રદ
આ પણ વાંચો:મધ્યપ્રદેશ/ભાઈને મારવા માટે આપી હતી સોપારી, શૂટરે કરી ભત્રીજાની હત્યા… સિહોરમાં સનસનાટીભર્યા
