Ahmedabad News/ અમદાવાદમાં કુખ્યાત મોન્ટુ નામદારનો આતંક: પોલીસને ગાળો, હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી

પેરોલ પર બહાર આવેલા કુખ્યાત આરોપી મોન્ટુ નામદારે (Montu Namdar) અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી અને 2022માં તેને પકડનાર પોલીસકર્મીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે. પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News
ભાજપ કાર્યકરના હત્યારા Montu Namdarનો બેફામ આતંક, પોલીસ સામે જ ધમકી

Ahmedabad News: અમદાવાદના ખાડિયા વિસ્તારમાંથી કાયદા અને વ્યવસ્થાને પડકારતી એક ગંભીર ઘટના સામે આવી છે. હત્યાના કેસમાં સજા ભોગવી રહેલો કુખ્યાત આરોપી મોન્ટુ ઉર્ફે મોન્ટુ નામદાર (Montu Namdar) પેરોલ પર બહાર આવ્યા બાદ ફરી વિવાદમાં સપડાયો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી જાહેરમાં નશાની હાલતમાં ધમાલ મચાવી રહ્યો હતો અને હત્યા કેસના એક સાક્ષીને ધમકાવી રહ્યો હતો.

બાતમીના આધારે ખાડિયા પોલીસની ટીમે કાર્યવાહી કરીને તેને કસ્ટડીમાં લીધો હતો. જોકે પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પણ આરોપીએ પોલીસકર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને ફરજ પરના પોલીસ કર્મચારીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સાક્ષીને ધમકાવતો હોવાની મળી હતી માહિતી

ખાડિયા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડને માહિતી મળી હતી કે મોન્ટુ નામદાર (Montu Namdar) પેરોલ દરમિયાન પોતાના હત્યા કેસના મુખ્ય સાક્ષીને કેસ પાછો ખેંચવા માટે દબાણ કરી રહ્યો છે. આ માહિતી મળતા જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને તેને ઝડપી લીધો હતો.

પોલીસ સ્ટેશન બહાર જ શરૂ થઈ ગાળાગાળી

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી નશાની હાલતમાં હતો. કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત તેને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવાની તૈયારી ચાલી રહી હતી. તે દરમિયાન પોલીસ સ્ટેશનની બહાર આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ કર્મચારીઓ સામે ગાળો બોલવાનું શરૂ કર્યું હતું.

Montu Namdar: હેડ કોન્સ્ટેબલને આપી જાનથી મારી નાખવાની ધમકી

આરોપીએ હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ભરવાડને નિશાન બનાવીને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. આરોપીનો આરોપ હતો કે વર્ષ 2022માં હત્યાના કેસમાં તેની ધરપકડ કરાવવામાં આ પોલીસકર્મીની ભૂમિકા હતી.પોલીસ ફરિયાદ મુજબ આરોપીએ પોલીસકર્મીને ભવિષ્યમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને પગલે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે.

પુત્ર અને સાથીદાર સામે પણ કાર્યવાહી

ઘટના દરમિયાન મોન્ટુ નામદારનો પુત્ર પ્રિન્સ નામદાર અને નાદિરખાન ઉર્ફે બાબાખાન પઠાણ પણ ત્યાં પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ બંનેએ પણ પોલીસ સાથે બોલાચાલી કરી હતી અને કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો.

ત્રણેય સામે ગુનો નોંધાયો

આ સમગ્ર ઘટનાના અનુસંધાને ખાડિયા પોલીસે મોન્ટુ નામદાર (Montu Namdar), પ્રિન્સ નામદાર અને નાદિરખાન ઉર્ફે બાબાખાન પઠાણ સામે સરકારી કર્મચારીને ધમકી આપવી, ફરજમાં અવરોધ ઊભો કરવો અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.પોલીસ હાલ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને ઘટનામાં સામેલ તમામ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો:અમદાવાદમાં પોલીસને થાપ આપી ભાગી છૂટેલો નામચીન મોન્ટુ નામદાર પકડાયો

આ પણ વાંચો:અમદાવાદમાં હત્યાનો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર

આ પણ વાંચો:અમદાવાદમાં કાગડાપીઠ વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર વડે યુવકની કરાઈ હત્યા