Bharuch News/ ભરૂચ જામા મસ્જિદ વિવાદ વકર્યો: જૈન તીર્થના દાવા વચ્ચે હિન્દુ-જૈન સમાજની રેલી, ASI સર્વેની માંગ તેજ

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ (Bharuch Jama Masjid Controversy)ને લઈને વિવાદ વધુ તીવ્ર બન્યો છે. જૈન તીર્થંકરોની મૂર્તિઓ મળ્યાના દાવા બાદ હિન્દુ અને જૈન સમાજે રેલી યોજી ASI દ્વારા વૈજ્ઞાનિક સર્વે અને નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

Top Stories Gujarat Others Breaking News
Bharuch Jama Masjid Controversyમાં નવો વળાંક, આજે હિન્દુ અને જૈન સમાજની વિશાળ રેલી

Bharuch News: ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ (Bharuch Jama Masjid Controversy)ને લઈને ચાલી રહેલો વિવાદ વધુ વકર્યો છે. જૈન તીર્થંકરોની મૂર્તિઓ અને ઐતિહાસિક અવશેષો મળ્યાના દાવા વચ્ચે આજે હિન્દુ અને જૈન સમાજના લોકો દ્વારા ભરૂચમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર સ્થળનો નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક સર્વે કરાવવાની માંગ કરવામાં આવી છે.

Bharuch Jama Masjid Controversy:ભરૂચ જામા મસ્જિદ વિવાદ વકર્યો

મળતી માહિતી મુજબ ભરૂચના હોસ્ટેલ મેદાન ખાતે મોટી સંખ્યામાં હિન્દુ અને જૈન સમાજના લોકો એકત્રિત થયા હતા. ધાર્મિક આગેવાનો અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓની હાજરીમાં રેલી યોજાઈ હતી. રેલીમાં જોડાયેલા આગેવાનો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે જામા મસ્જિદ (Bharuch Jama Masjid Controversy) તરીકે ઓળખાતું સ્થળ મૂળ ઐતિહાસિક જૈન તીર્થ સમડી વિહાર હોઈ શકે છે અને સમગ્ર પરિસરની વિસ્તૃત તપાસ થવી જોઈએ.

સંગઠનોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ભોંયરામાંથી મળેલી હોવાનું કહેવાતી પ્રતિમાઓ, શિલાલેખો તેમજ ઇમારતના કેટલાક થાંભલા અને કોતરણીઓ જૈન અને હિન્દુ સ્થાપત્ય સાથે સંબંધિત હોવાનું તેઓ માને છે. સાથે કેટલાક આગેવાનો દ્વારા આ સ્થળને ચક્રધર સ્વામીના જન્મસ્થળ તરીકે પણ રજૂ કરવામાં આવ્યું છે.

વિવાદ વચ્ચે પુરાતત્વ વિભાગ દ્વારા અગાઉ મસ્જિદના ભોંયરાના મુખ્ય દરવાજાને સીલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પરિસરમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા વઝુખાનાને દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. વિવાદને ધ્યાનમાં રાખીને અન્ય એક પ્રવેશદ્વારને પણ તાળું મારવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

બીજી તરફ મુસ્લિમ પક્ષ અને મસ્જિદ (Bharuch Jama Masjid Controversy)  ટ્રસ્ટનો દાવો છે કે આ સ્થળ સદીઓથી મસ્જિદ તરીકે અસ્તિત્વમાં છે અને અહીં નિયમિત રીતે નમાજ અદા કરવામાં આવે છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર મસ્જિદનો ઉલ્લેખ 1907થી સરકારી રેકોર્ડ અને ગેઝેટમાં જોવા મળે છે તથા તેનું સંચાલન વક્ફ બોર્ડ સાથે નોંધાયેલા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ટ્રસ્ટે જરૂર પડ્યે કાનૂની રીતે પોતાનો પક્ષ રજૂ કરવાની પણ તૈયારી દર્શાવી છે.

હાલ સુધી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સ્થળના મૂળ સ્વરૂપ અંગે કોઈ સત્તાવાર તારણ જાહેર કરવામાં આવ્યું નથી. તેથી બંને પક્ષોના દાવાઓ વચ્ચે હવે ASIના સંભવિત સર્વે અને સત્તાવાર અહેવાલ પર સૌની નજર ટકેલી છે.

આ સમગ્ર મામલો ધાર્મિક અને ઐતિહાસિક સંવેદનશીલતા સાથે જોડાયેલો હોવાથી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં ASI અથવા સંબંધિત સરકારી એજન્સીઓ દ્વારા કરવામાં આવનારી કાર્યવાહી આ વિવાદમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો:ભરૂચની જામા મસ્જિદમાં જૈન વિહારનો દાવો, ભોંયરાના વીડિયોથી વિવાદ વકર્યો

આ પણ વાંચો:જામા મસ્જિદ મુદ્દે વકર્યો વિવાદ! સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે

આ પણ વાંચો:જામા મસ્જિદ કે હરિહર મંદિર! સંભલ વિવાદ સંબંધિત અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી