LAFESTYLE/ બાળકો હોય કે મોટા, સૌને ગમશે, ઉનાળામાં ટ્રાય કરો કાચા કેરીની મસાલેદાર છાશ

કાચી કેરી (raw mango) અને છાશનું અનોખું ફ્યુઝન ઉનાળામાં ઠંડક, તાજગી અને ખાટા-ચટપટા સ્વાદનો જબરદસ્ત અનુભવ કરાવે છે.

Trending Lifestyle
RAW MANGO

ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતી છાશ તો સૌને પસંદ હોય છે, પરંતુ જો તેમાં કાચી કેરી (Raw Mango) નો ખાટો-ચટપટો સ્વાદ ઉમેરાઈ જાય તો તેનો ટેસ્ટ અનેકગણો વધી જાય છે. કાચા કેરી અને છાશનું આ અનોખું ફ્યુઝન બાળકો હોય કે મોટા, દરેકને ખૂબ ગમે છે. ખાસ વાત એ છે કે આ છાશ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ તાજગી અને ઠંડક પણ આપે છે.

કાચા કેરીની છાશ બનાવવા માટે જરૂરી સામગ્રી

* 1 કપ કાચી કેરી (નાના ટુકડામાં સમારેલી)
* 1.5 કપ તાજું દહીં
* જરૂર મુજબ ઠંડું પાણી અથવા બરફ
* 1 નાનો ટુકડો લીલી મરચી (સ્વાદ મુજબ)
* 8 થી 10 ફુદીનાના પાન
* 1 ચમચી શેકેલું જીરું પાવડર
* ½ ચમચી કાળું મીઠું
* સ્વાદ મુજબ સાદું મીઠું
* ½ ચમચી ચાટ મસાલો
* 1 ચમચી બારીક સમારેલી કોથમીર

બનાવવાની રીત

સૌપ્રથમ કાચી કેરીના ટુકડાઓને મિક્સરમાં પીસીને તેનો સ્મૂથ પલ્પ તૈયાર કરો. ત્યારબાદ એ જ જારમાં દહીં, ફુદીના, લીલી મરચી, શેકેલું જીરું પાવડર, કાળું મીઠું, સાદું મીઠું અને ચાટ મસાલો ઉમેરો.

બધી સામગ્રીને સારી રીતે બ્લેન્ડ કરો જેથી તમામ સ્વાદ એકબીજા સાથે સારી રીતે ભળી જાય. હવે તેમાં જરૂર મુજબ ઠંડું પાણી અથવા બરફના ટુકડા ઉમેરો અને ફરી થોડા સેકન્ડ માટે મિક્સર ચલાવો.

તૈયાર થયેલી છાશને ગ્લાસમાં કાઢી ઉપરથી કોથમીર છાંટી સર્વ કરો. ખાટી, મસાલેદાર અને ઠંડક આપતી આ કાચા કેરીની છાશ ઉનાળાની ગરમીમાં તાજગીનો અહેસાસ કરાવશે. એકવાર પીશો તો વારંવાર બનાવવાનું મન થશે.


આ પણ વાંચો: જાણો, ઉનાળામાં કાચી કેરી ખાવાથી થતા ફાયદાઓ વિશે

આ પણ વાંચો: ઉનાળામાં કાચી કેરી ખાઓ, પેટની સમસ્યા દૂર થશે

આ પણ વાંચો: કાચી કેરીનો બાફલો કેવી રીતે બનાવશો? ઉનાળાની ગરમીમાં શરીરમાં ટાઢક વ્યાપી જશે..શીતળ રેસિપી!