Ahmedabad News: અમદાવાદ શહેરમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલાં જ રોડ (Ahmedabad Road Collapse) રસ્તાઓની ગુણવત્તા અને પ્રી-મોન્સૂન કામગીરીને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના વ્યસ્ત વાળીનાથ ચાર રસ્તા નજીક મુખ્ય માર્ગનો એક ભાગ અચાનક બેસી જતાં તંત્રની કામગીરી સામે ફરી એકવાર પ્રશ્નાર્થ સર્જાયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, જ્યાં રોડ (Ahmedabad Road Collapse) બેસી ગયો છે ત્યાં થોડા સમય પહેલાં જ રિપેરિંગ અને સમારકામની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ગણતરીના દિવસોમાં જ રસ્તો ધસી જતાં કામગીરીની ગુણવત્તા અંગે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
Ahmedabad Road Collapse:રિપેર કરેલો રોડ ફરી બેસી ગયો!
સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે યોગ્ય ટેકનિકલ માપદંડો અને ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ ન થવાને કારણે રસ્તાની આવી સ્થિતિ સર્જાઈ છે. કરોડો રૂપિયાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે રસ્તો બેસી જતાં શહેરના વિકાસ કાર્યોની વાસ્તવિકતા સામે આવી હોવાનું લોકોનું માનવું છે.
સૌથી ગંભીર બાબત એ છે કે રસ્તો બેસી ગયાની ઘટના બાદ પણ સંબંધિત તંત્ર દ્વારા કોઈ બેરિકેટિંગ, ચેતવણી બોર્ડ અથવા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી. પરિણામે દિવસ-રાત પસાર થતા હજારો વાહનચાલકો માટે આ સ્થળ જોખમી બની ગયું છે.
વાળીનાથ ચાર રસ્તા શહેરના મહત્વના અને વ્યસ્ત માર્ગોમાંનો એક હોવાથી અહીં સતત વાહનવ્યવહાર રહે છે. આવા સંજોગોમાં ખુલ્લો અને બેસી ગયેલો રોડ (Ahmedabad Road Collapse) ગમે ત્યારે અકસ્માતનું કારણ બની શકે છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો માટે આ સ્થળ વધુ જોખમી બની શકે છે.
સ્થાનિક લોકોએ મહાનગરપાલિકા પાસે તાત્કાલિક ધોરણે બેરિકેટિંગ ગોઠવવા, માર્ગનું સમારકામ કરવા અને સમગ્ર ઘટનાની જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. સાથે જ આગામી ચોમાસામાં શહેરના અન્ય રસ્તાઓની હાલત શું થશે તે અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.
હાલ સ્થાનિકો તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી રાહ જોઈ રહ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય અકસ્માત સર્જાય તે પહેલાં સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે.
આ પણ વાંચો:લ્યો બોલો!! સિમેન્ટ રોડ બેસી ગયો, કોંગ્રેસે યોજ્યું ખરાબ રોડનું બેસણું
આ પણ વાંચો:અમદાવાદમાં ભરઉનાળે ભૂવાઓની વણઝાર! માત્ર 10 જ દિવસમાં 8 રસ્તા બેસી ગયા
આ પણ વાંચો:લ્યો બોલો; અમદાવાદનો વધુ એક બ્રિજ તોડી પડાશે
