Gandhinagar News/ ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પર કરમાં મોટો ઘટાડો, સરકારના નવા નિર્ણયથી ભાવ ઘટશે

ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પર લાગતા VATમાં ગુજરાત સરકારે મોટી રાહત આપી છે. 65 ટકાથી 25 ટકા સુધી કર ઘટાડાતા વિદેશી દારૂના ભાવ (Gift City Liquor Tax Relief) ઘટવાની શક્યતા.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Gift City Liquor Tax Relief: ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ સસ્તો થશે

Gandhinagar News: ગુજરાતના ગિફ્ટ સિટીમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય કંપનીઓ, રોકાણકારો અને મુલાકાતીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગિફ્ટ સિટીના મંજૂર કરાયેલા Wine & Dine વિસ્તારોમાં પીરસાતા વિદેશી દારૂ (Gift City Liquor Tax Relief) પર લાગતા કરમાં મોટી રાહત જાહેર કરવામાં આવી છે. રાજ્યના નાણા વિભાગે બહાર પાડેલા નવા જાહેરનામા મુજબ હવે વિદેશી દારૂ પર વસૂલાતો કર પ્રતિ રૂપિયા 25 પૈસાથી વધુ હોય તો વધારાનો કર માફ કરવામાં આવશે.

Gift City Liquor Tax Relief:સરકારના નવા નિર્ણયથી ભાવ ઘટશે

ગુજરાત સરકાર દ્વારા 23 જૂન 2026ના રોજ જાહેર કરાયેલા આ નિર્ણયનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ (VAT) સંબંધિત અગાઉના નોટિફિકેશનમાં સુધારો કરીને આ નવી જોગવાઈ અમલમાં મૂકવામાં આવી છે.

આ નિર્ણય હેઠળ ગિફ્ટ સિટીમાં નોંધાયેલા અને માન્ય F.L. III લાયસન્સ ધરાવતા ડીલરો દ્વારા ગ્રાહકોને પીરસાતા વિદેશી દારૂ પર કરમાં રાહત મળશે. રાજ્ય સરકારે VATનો દર આશરે 65 ટકા પરથી ઘટાડીને 25 ટકા સુધી લાવવાની જોગવાઈ કરી છે, જેના કારણે ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટી (Gift City Liquor Tax Relief)ના મંજૂર કરાયેલા Wine & Dine ઝોન સુધી જ મર્યાદિત રહેશે. અન્ય કોઈ સ્થળે અથવા સામાન્ય વેચાણ માટે આ કર રાહત લાગુ નહીં પડે.

ગિફ્ટ સિટી (Gift City Liquor Tax Relief)ને વૈશ્વિક નાણાકીય અને વ્યાવસાયિક કેન્દ્ર તરીકે વધુ આકર્ષક બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બેંકિંગ, ફિનટેક, વીમા અને વૈશ્વિક નાણાકીય સેવાઓ સાથે જોડાયેલી કંપનીઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો સરકારનો પ્રયાસ છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગિફ્ટ સિટીના નિર્ધારિત વિસ્તારોમાં વિદેશી રોકાણકારો અને વૈશ્વિક વ્યવસાયિકોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે ખાસ છૂટછાટ આપવામાં આવી છે. રાજ્ય સરકારનું માનવું છે કે આ પગલાથી ગિફ્ટ સિટીની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મકતા વધુ મજબૂત બનશે અને હોસ્પિટાલિટી તથા સેવા ક્ષેત્રને પણ નવો વેગ મળશે.


આ પણ વાંચો:ગિફ્ટ સિટી માટે દારૂના નિયમોમાં છૂટછાટ, પરમિટની હવે જરૂર નહીં પડે !

આ પણ વાંચો:ગિફ્ટ સિટી પછી હવે સુરતના ડાયમંડ બોર્સમાં માણો દારૂની મજા…, હવે ગુજરાત નથી રહ્યું ડ્રાય સ્ટેટ!

આ પણ વાંચો:ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ આપવાનું શરૂ