Junagadh News/ ગિરનાર નજીક સિંહબાળનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો, ઇજા ના નિશાનોથી તપાસ તેજ

જૂનાગઢના ગિરનાર જંગલ નજીકના રહેણાક વિસ્તારમાંથી એક સિંહબાળનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ (Girnar Lion Cub Death) મળી આવતા વન વિભાગ અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. શરીર પર ઇજાના નિશાન મળતા મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાશે.

Top Stories Gujarat Others Breaking News
Girnar Lion Cub Death:રહેણાક વિસ્તારમાંથી સિંહબાળ મૃત હાલતમાં મળ્યો

Junagadh News: જૂનાગઢમાં ગિરનાર જંગલ નજીકથી એક સિંહબાળનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ (Girnar Lion Cub Death) મળી આવતા વન વિભાગ, પોલીસ અને વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે. ગુમ થયેલા સિંહબાળની શોધખોળ દરમિયાન રહેણાક વિસ્તારમાંથી તેનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

માહિતી મુજબ, ગિરનાર જંગલને અડીને આવેલા વાણંદ સોસાયટી વિસ્તારમાં ગઈકાલે એક સિંહબાળ કૂવામાં પડી ગયું હતું. વન વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી સફળ રેસ્ક્યુ ઓપરેશન દ્વારા સિંહબાળને બહાર કાઢ્યું હતું. જોકે ત્યારબાદ વધુ એક સિંહબાળ ગુમ હોવાનું જાણવા મળતાં વન વિભાગે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક માહિતીના આધારે શોધખોળ શરૂ કરી હતી.

Girnar Lion Cub Death:ગુમ સિંહબાળ મૃત હાલતમાં મળ્યો

આજે સઘન તપાસ દરમિયાન ગિરનાર જંગલ નજીકના રહેણાક વિસ્તારમાંથી ગુમ થયેલા સિંહબાળનો મૃતદેહ (Girnar Lion Cub Death) મળી આવ્યો હતો. મૃતદેહ (Girnar Lion Cub Death) પર ઇજાના કેટલાક નિશાન જોવા મળ્યા હોવાથી મોતનું કારણ સ્વાભાવિક છે કે કોઈ હુમલાનું પરિણામ છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા ઇનફાઇટ (સિંહો વચ્ચેની અથડામણ) સહિત તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.

મૃતદેહ (Girnar Lion Cub Death)ને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે સક્કરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2025ની વસ્તી ગણતરી અનુસાર ગિરનાર જંગલ વિસ્તારમાં આશરે 54 સિંહો વસવાટ કરે છે. છેલ્લા કેટલાક સમયથી ઇવનગર, વિજાપુર, ડુંગરપુર, મધુરમ, પ્લાસવા સહિત ગિરનારને અડીને આવેલા અનેક રહેણાક વિસ્તારોમાં સિંહોની અવરજવર વધી હોવાનું જોવા મળી રહ્યું છે. અનેક વખત સિંહોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહ્યા છે.

વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. વન્યજીવોની સુરક્ષા અને માનવ વસાહતોની નજીક વધતી તેમની અવરજવર અંગે પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

હાલ સમગ્ર મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના તારણોની રાહ જોવાઈ રહી છે, જે બાદ સિંહબાળના મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.


આ પણ વાંચો:અમરેલીમાં સિંહબાળ સાથે યુવકની સેલ્ફી વાયરલ

આ પણ વાંચો:અમરેલીમાં 3 સિંહબાળના મોતની ઘટના, પ્રાણીપ્રેમીઓ ચિંતિત થયા

આ પણ વાંચો:ભાજપ ધારાસભ્યનો લેટર બોમ્બ, સિંહબાળોના મોત મામલે વનવિભાગની કામગીરી પર ગંભીર આક્ષેપો