Ahmedabad News/ અમદાવાદમાં નકલી પ્લાઝમા કૌભાંડનો મોટો ખુલાસો, 1140 યુનિટ ભેળસેળવાળા; 2000થી વધુ યુનિટ વેચાયાની આશંકા

અમદાવાદના ચાંગોદરમાં ઝડપાયેલા નકલી પ્લાઝ (Ahmedabad Fake Plasma)મા રેકેટમાં તપાસ દરમિયાન 1140 પ્લાઝમા યુનિટ ભેળસેળવાળા હોવાનું સામે આવ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં 2000થી વધુ યુનિટ વેચાયા હોવાની આશંકા વ્યક્ત કરી છે અને સમગ્ર નેટવર્કની તપાસ મહારાષ્ટ્ર સુધી વિસ્તારી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Fake Plasma: અમદાવાદથી મહારાષ્ટ્ર સુધી ફેલાયેલું નકલી પ્લાઝમા રેકેટ, 8 લેબોરેટરી સાથે સંપર્ક

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં ઝડપાયેલા નકલી પ્લાઝમા રેકેટમાં તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ દ્વારા દરોડા દરમિયાન કબજે કરાયેલા પ્લાઝમા (Ahmedabad Fake Plasma)ના તમામ 1140 યુનિટ ભેળસેળવાળા હોવાનું લેબોરેટરી તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર મામલે હવે તપાસના તાર મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા છે.

Ahmedabad Fake Plasma:પ્લાઝમામાં સલાઈન ભેળવી બમણો જથ્થો બનાવતો ગેંગ ઝડપાયો

થોડા દિવસો અગાઉ અમદાવાદ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ચાંગોદરમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી એક લેબ પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી પ્લાઝમા (Ahmedabad Fake Plasma)ના 1140 યુનિટ કબજે કરવામાં આવ્યા હતા અને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તમામ નમૂનાઓને તપાસ માટે બી.જે. મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા હતા.

તપાસમાં જાણવા મળ્યું કે પ્લાઝમામાં ભેળસેળ કરવામાં આવી હતી, જેના કારણે તે સારવાર માટે અસરકારક નહોતું. પોલીસના જણાવ્યા મુજબ, તબીબી નિષ્ણાતોના પ્રાથમિક અભિપ્રાય પ્રમાણે આવા પ્લાઝમાનો ઉપયોગ દર્દી માટે જોખમી બની શકે છે. જોકે કોઈ દર્દીને નુકસાન થયું છે કે નહીં અથવા મૃત્યુ સાથે સીધો સંબંધ છે કે નહીં, તેની તપાસ હજુ ચાલુ છે.

પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ મહારાષ્ટ્રમાંથી અસલી પ્લાઝ (Ahmedabad Fake Plasma)મા મંગાવી તેમાં સલાઈન વોટર ભેળવી જથ્થો વધારતા હતા. ત્યારબાદ આ ભેળસેળવાળો પ્લાઝમા ફાર્મા કંપનીઓ તેમજ મહારાષ્ટ્રની વિવિધ લેબોરેટરીઓ સુધી પહોંચાડવામાં આવતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ અત્યાર સુધીમાં 2000થી વધુ ભેળસેળવાળા પ્લાઝમા યુનિટ વેચ્યા હોવાની વિગતો સામે આવી છે. પૂછપરછ દરમિયાન મહારાષ્ટ્રની આઠ જેટલી લેબોરેટરી સાથે તેમનો સંપર્ક હોવાનું પણ બહાર આવ્યું છે. આથી મહારાષ્ટ્ર પોલીસના સહયોગથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ બ્લડ પ્લાઝમા (Ahmedabad Fake Plasma)માં એલ્બ્યુમિન, ઇમ્યુનોગ્લોબ્યુલિન અને ક્લોટિંગ ફેક્ટર્સ જેવા મહત્વના પ્રોટીન હોય છે. તેમાં સલાઈન ભેળવવાથી તેની અસરકારકતા ઘટી શકે છે, જે દવાઓની ગુણવત્તા અને દર્દીઓની સારવાર પર અસર કરી શકે છે. હાલ પોલીસે સમગ્ર સપ્લાય ચેઇન, સંડોવાયેલા લોકો અને ભેળસેળવાળા પ્લાઝમાનો ઉપયોગ ક્યાં-ક્યાં થયો તેની તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો:ચાંગોદરમાં બ્લડ પ્લાઝમા બેગમાં ભેળસેળ કરતું રેકેટ ઝડપાયું, 4 આરોપી ઝડપાયા

આ પણ વાંચો:પ્લાઝમા લેનારાઓને આટલા મહિના પહેલા નહીં લગાવવામાં આવે રસી, જાણો શું છે કારણ

આ પણ વાંચો:પ્લાઝમા શું છે? કોને જરૂર પડે?કોણ આપી શકે? પ્લાઝમાને લઈને ઉદ્ભવતા સવાલના જવાબ જાણો