Ahmedabad News: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. ગોમતીપુર વિસ્તારમાં પાર્કિંગના સામાન્ય વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક યુવકની છરી અને તલવારના હુમલામાં હત્યા (Ahmedabad Gomtipur Murder) થઈ ગઈ છે. બીજી તરફ કાગડાપીઠ વિસ્તારમાં અગાઉ થયેલી મારામારીમાં ઘાયલ થયેલા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે બંને કેસમાં હત્યાની કલમ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.
Ahmedabad Gomtipur Murder : પાર્કિંગના મુદ્દે શરૂ થયો વિવાદ
પ્રાથમિક માહિતી મુજબ ગોમતીપુરના ચાર તોડા કબ્રસ્તાન સામે રહેતા મજહર અલી અન્સારી 5 જુલાઈની રાત્રે પોતાના મિત્રો સાથે એક તવા ફ્રાયની દુકાને જમવા ગયા હતા. આ દરમિયાન નજીક આવેલી મેડિકલ સ્ટોર પાસે વાહન પાર્કિંગ મુદ્દે અન્ય યુવકો સાથે બોલાચાલી થઈ હતી. તે સમયે મામલો શાંત થઈ ગયો હતો, પરંતુ થોડા સમય બાદ ફરીથી વિવાદ ઉગ્ર બન્યો હતો.
છરી અને તલવારથી હુમલો
પોલીસના જણાવ્યા મુજબ વિવાદ બાદ ત્રણ શખ્સ ફરી ઘટનાસ્થળે આવ્યા અને મજહર અલી પર ઘાતક હથિયારોથી હુમલો (Ahmedabad Gomtipur Murder) કર્યો. હુમલા દરમિયાન પેટ, માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

સારવાર દરમિયાન મોત
ગંભીર રીતે ઘાયલ મજહર અલીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ત્રણ આરોપીઓ સામે હત્યાનો ગુનો
ગોમતીપુર પોલીસે પ્રાથમિક તપાસના આધારે ત્રણ આરોપીઓ સામે હત્યા (Ahmedabad Gomtipur Murder)નો ગુનો નોંધી તેમની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે તપાસ આગળ વધી રહી છે.
કાગડાપીઠમાં પણ કેસ હત્યામાં ફેરવાયો
આ દરમિયાન કાગડાપીઠ વિસ્તારમાં થોડા દિવસ પહેલાં થયેલી મારામારીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક આધેડનું સારવાર દરમિયાન મોત થયું છે. અગાઉ નોંધાયેલા મારામારીના કેસમાં હવે પોલીસે હત્યાની કલમ ઉમેરીને વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં યુવકની હત્યા: પાણીના પીપના ઢાંકણાને લઈને થયેલી બોલાચાલી બાદ છરીના ઘા
આ પણ વાંચો:અમદાવાદમાં ડિલિવરી બોયનું મોત: પત્નીની ફરિયાદ બાદ બે સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
