Mehsana news/ સ્કૂલે જતી સગીરાને બળજબરીથી મોબાઈલ આપી પ્રેમસંબંધ માટે દબાણ, ઇનકાર કરતાં નાની બહેનને ધમકી

મહેસાણાના બહુચરાજી તાલુકાના રણેલા ગામમાં સ્કૂલે જતી સગીરા (Mehsana Minor Girl Case)ને બળજબરીથી મોબાઈલ આપી પ્રેમસંબંધ રાખવા દબાણ કરવાના મામલે મોઢેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Top Stories Gujarat Others Breaking News
Mehsana Minor Girl Case: સ્કૂલે જતી સગીરાને બળજબરીથી મોબાઈલ આપ્યો, પ્રેમસંબંધ માટે દબાણ

Mehsana News: મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના રણેલા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્કૂલે જતી એક સગીરા (Mehsana Minor Girl Case)ને ગામના એક યુવકે બળજબરીપૂર્વક મોબાઈલ ફોન આપીને તેની સાથે પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કર્યું હોવાનો આરોપ છે. સમગ્ર મામલો સામે આવતા પરિવારમાં ચિંતા ફેલાઈ હતી અને અંતે મોઢેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ, આરોપી યુવક સગીરા (Mehsana Minor Girl Case)નો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરતો હતો. તેણે સગીરાને મોબાઈલ ફોન આપીને તેની સાથે પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું. જોકે સગીરાએ આ સંબંધનો ઇનકાર કર્યો હતો.

Mehsana Minor Girl Case: પ્રેમ નહીં કરે તો બહેનને ધમકી

આરોપ છે કે સગીરાએ પ્રેમસંબંધ રાખવાની ના પાડતાં યુવકે તેને ગંભીર ધમકી આપી હતી. જો તે તેની વાત નહીં માને તો તેની નાની બહેનને વાહનથી ટક્કર મારી દેવાની ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ દરમિયાન સગીરા (Mehsana Minor Girl Case) પાસે મોબાઈલ ફોન હોવાની જાણ શાળાના શિક્ષકને થઈ હતી. શિક્ષકે સમગ્ર બાબત અંગે સગીરાના પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ પરિવારે સગીરાની પૂછપરછ કરતાં સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો હતો.

પરિવાર દ્વારા આ મામલે મોઢેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:અમદાવાદમાં મહિલાનો ગંભીર આક્ષેપ: પતિ પર બળજબરીથી અશ્લીલ વીડિયો બતાવી શારીરિક અત્યાચાર કરવાનો આરોપ

આ પણ વાંચો:હાઈકોર્ટનો સંવેદનશીલ ચુકાદો! વડોદરાની દુષ્કર્મ પીડિત સગીરા નહીં કરાવી શકે ગર્ભપાત, સરકારે લીધી આ મોટી જવાબદારી

આ પણ વાંચો:મહેસાણામાં માનવતા શર્મશાર! મહેસાણામાં દુષ્કર્મનો ભોગ બનેલી 15 વર્ષની સગીરા બની માતા