Vietnam News/ વિયેતનામમાં ભારતીય ટુરિસ્ટ ભરેલી બોટ પલટી, 15 ભારતીયોના મોત; 32 ભારતીયો હતા સવાર

વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક 32 ભારતીય પ્રવાસીઓ સાથે બોટ દરિયામાં પલટી. આ ઘટનામાં 18 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 14 લોકો હજુ લાપતા છે. ભારતીય દૂતાવાસે કંટ્રોલ રૂમ અને ઈમરજન્સી હેલ્પલાઇન શરૂ કરી છે.

Top Stories World Breaking News
boat accident

World News:  વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક ભારતીય પ્રવાસીઓને લઈ જતી બોટ દરિયામાં પલટી જતાં મોટો અકસ્માત સર્જાયો છે. બોટમાં કુલ 32 ભારતીય પ્રવાસીઓ સવાર હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી 15 ભારતીયોના મોતના સમાચાર સામે આવ્યા છે. જ્યારે 17 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓની બોટ દુર્ઘટના (Boat Accident)

વિયેતનામ (Vietnam)ના ફુ ક્વોક ટાપુ નજીક શનિવારે ભારતીય પ્રવાસી (Indian Tourists)ઓને લઈ જતી એક બોટ અચાનક દરિયામાં પલટી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર બોટમાં 32 ભારતીય પ્રવાસીઓ સવાર હતા. જેમાંથી 17 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 15 લોકોના મોત થયા છે. રિપોર્ટ્સ અનુસાર આ અકસ્માત શનિવારે સવારે લગભગ 10:30 વાગ્યે થયો હતો. બોટ ફુ ક્વોક નજીક આવેલા હોન મે રૂટ ન્ગોઆઈ ટાપુ તરફ પ્રવાસીઓને લઈ જઈ રહી હતી. આ વિસ્તાર તેના સ્વચ્છ દરિયા, સુંદર દરિયાકિનારા અને કોરલ રીફ ડાઇવિંગ માટે જાણીતો છે.

ભારતીય દૂતાવાસ એક્શનમાં 

ઘટના બાદ હો ચી મિન્હ સિટી સ્થિત ભારતીય દૂતાવાસે દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. દૂતાવાસે જણાવ્યું છે કે સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં રહી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સાથે જ મુસાફરો અને તેમના પરિવારજનોની મદદ માટે વિશેષ કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. ભારતીય દૂતાવાસે હો ચી મિન્હ સિટીમાં ઈમરજન્સી હેલ્પલાઇન નંબર +84 36 281 7930, +84 91 552 3714 અને +84 33 452 0414 જાહેર કર્યા છે. હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસ પણ રાહત કામગીરીમાં સહયોગ આપી રહ્યું છે.

રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

સ્થાનિક રાહત અને બચાવ દળો દરિયામાં સતત સર્ચ ઓપરેશન (Rescue Operation)ચલાવી રહ્યા છે. ગુમ થયેલા 14 પ્રવાસીઓની શોધ માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દૂતાવાસે જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની વિગત હજુ એકત્રિત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ઓમાનના દરિયામાં ગુજરાતનું માલવાહક જહાજ ડૂબ્યું: 2 ગુજરાતી ખલાસીઓના મોત, 12નું સફળ રેસ્ક્યૂ

આ પણ વાંચો: પોરબંદરના માધવપુર દરિયાકિનારે તણાઈ આવ્યું રહસ્યમય કન્ટેનર, પોલીસ અને કસ્ટમ વિભાગે શરૂ કરી તપાસ

આ પણ વાંચો: ગુજરાતમાં ઇકો અને મરીન ટૂરિઝમને નવી દિશા: દરિયાકિનારાથી જંગલો સુધી વિકાસની નવી દિશા