India news: નાગાલેન્ડમાં સુરક્ષા દળોને નિશાન બનાવવામાં આવ્યાં છે. મળતી માહિતિ અનુસાર સુખોવી વિસ્તાર નજીક આસામ રાઇફલ્સના વાહનને નિશાન બનાવવામાં આવતા એક જવાન શહીદ થયા છે, જ્યારે ચાર અન્ય જવાનો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
નાગાલેન્ડમાં (Nagaland) આસામ રાઇફલ્સના વાહનમાં વિસ્ફોટ
નાગાલેન્ડના સુખોવી વિસ્તાર નજીક આસામ રાઇફલ્સ (Assam Rifles)ના વાહનને નિશાન બનાવીને શંકાસ્પદ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (IED) દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ વિસ્ફોટમાં એક સુરક્ષાકર્મી શહીદ થયા છે, જ્યારે ચાર અન્ય જવાનો ઘાયલ થયા છે.
વિસ્ફોટ બાદ વિસ્તારમાં સુરક્ષા કડક
ધમાકા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હુમલો કેવી રીતે થયો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આસપાસના વિસ્તારોમાં પણ સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે. વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા ચાર જવાનોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
IED હુમલાની આશંકા
પ્રાથમિક માહિતી અનુસાર, આસામ રાઇફલ્સના વાહનને નિશાન બનાવીને IED વિસ્ફોટ (IED Blast)કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, વિસ્ફોટનું ચોક્કસ કારણ અને જવાબદાર તત્વો અંગે સત્તાવાર પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ થશે. હાલ સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે. ફોરેન્સિક ટીમોની મદદથી વિસ્ફોટ અને તેમાં ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટક સામગ્રી અંગે તપાસ કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના ઉરીમાં ભયાનક વિસ્ફોટ, મહારાષ્ટ્રના બે બહાદુર જવાનો દેશ માટે શહીદ
આ પણ વાંચો: વિસ્ફોટોથી હચમચી ગયું પંજાબ,ત્રણ કલાકમાં જલંધર,અમૃતસરમાં BSF BSF હેડક્વાટરની બહાર બ્લાસ્ટ
આ પણ વાંચો: પંજાબના પટિયાલામાં રેલ્વે ટ્રેક પર વિસ્ફોટ, એક વ્યક્તિનો મળ્યો મૃતદેહ
