Dehradun News/ બદ્રીનાથ મંદિર પ્રસાદ ચોરી કેસમાં પ્રથમ ધરપકડ, પ્રમોદ નૌટિયાલ પોલીસ કસ્ટડીમાં

ઉત્તરાખંડ (Uttarakhand)ના પ્રસિદ્ધ બદ્રીનાથ મંદિરમાં પ્રસાદ અને દાનની ગણતરી દરમિયાન કથિત ગેરરીતિ (Badrinath Prasad Theft)ના મામલે પોલીસે પ્રથમ મોટી કાર્યવાહી કરી છે

Top Stories India
ઉત્તરાખંડ (Uttarakhand)ના પ્રસિદ્ધ બદ્રીનાથ મંદિરમાં પ્રસાદ અને દાનની ગણતરી દરમિયાન કથિત ગેરરીતિ (Badrinath Prasad Theft)ના મામલે પોલીસે પ્રથમ મોટી કાર્યવાહી કરી છે

Dehradun News : ઉત્તરાખંડ (Uttarakhand)ના પ્રસિદ્ધ બદ્રીનાથ મંદિરમાં પ્રસાદ અને દાનની ગણતરી દરમિયાન કથિત ગેરરીતિ (Badrinath Prasad Theft)ના મામલે પોલીસે પ્રથમ મોટી કાર્યવાહી કરી છે. કેસમાં આરોપી તરીકે નામ સામે આવેલા પ્રમોદ નૌટિયાલની ધરપકડ કરીને તેમને પૂછપરછ માટે બદ્રીનાથ લાવવામાં આવ્યા છે. પોલીસ અને મંદિર સમિતિ બંને આ સમગ્ર મામલાની અલગ-અલગ દિશામાં તપાસ કરી રહ્યા છે.

બદ્રીનાથ પ્રસાદ ચોરી (Badrinath Prasad Theft)ને પગલે મંદિર સમિતિએ ચાર સભ્યોની વિભાગીય તપાસ સમિતિની રચના કરી હતી

મંદિરમાં પ્રસાદ અને દાનની ગણતરી દરમિયાન અનિયમિતતા થયાનો આરોપ સામે આવ્યા બાદ મંદિર સમિતિએ ચાર સભ્યોની વિભાગીય તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિએ CCTV ફૂટેજ અને અન્ય દસ્તાવેજોની તપાસ કર્યા બાદ પ્રમોદ નૌટિયાલ સામે પ્રાથમિક પુરાવા મળ્યાનો ઉલ્લેખ કર્યો હતો.

આધારભૂત પુરાવાઓના આધારે મંદિર સમિતિએ તેમને સસ્પેન્ડ કર્યા હતા અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફોન બંધ કરી ગાયબ થયા હતા

FIR નોંધાયા બાદ પ્રમોદ નૌટિયાલ (Pramod Nautiyal)બદ્રીનાથ છોડીને ચાલ્યા ગયા હતા અને તેમનો મોબાઇલ ફોન પણ બંધ મળી આવ્યો હતો. આ દરમિયાન તેમણે હાઈકોર્ટમાં અરજી કરીને FIR પર રોક અને ધરપકડથી રાહત માંગવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસે તપાસ આગળ વધારી અંતે તેમને તેમના નિવાસસ્થાનેથી ઝડપી લીધા હતા.

18 પાનાના રિપોર્ટમાં ગંભીર નોંધ

વિભાગીય તપાસ સમિતિએ 18 પાનાનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરીને મંદિર સમિતિના સીઈઓને સોંપ્યો હતો. રિપોર્ટમાં આરોપી કર્મચારી અનેક પ્રસંગોએ દાનની રકમ (Temple Donation)નો દુરુપયોગ કરતા દેખાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉપરાંત સરકાર દ્વારા નિયુક્ત અલગ તપાસ ટીમ પણ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

PA તરીકે હતી મહત્વની જવાબદારી

પ્રમોદ નૌટિયાલ મૂળ ઈન્ટરનેટ કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત થયા હતા, પરંતુ બાદમાં તેમને સમિતિ અધ્યક્ષના અંગત સહાયક (PA) તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. સાથે જ બદ્રીનાથ મંદિરમાં પ્રોટોકોલ તેમજ પ્રસાદ અને દાનની ગણતરીનું કામ પણ તેમની દેખરેખ હેઠળ હતું.

પોતાને નિર્દોષ ગણાવ્યા

ધરપકડ બાદ પોલીસ પૂછપરછ માટે લઈ જતી વખતે મીડિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં પ્રમોદ નૌટિયાલે (Pramod Nautiyal)પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. હાલ પોલીસ તમામ પુરાવા અને તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.



આ પણ વાંચો : ચારધામ યાત્રા; કેદારનાથ અને બદ્રીનાથ ધામના દરવાજા ક્યારે ખુલશે ? જાણો તારીખ

આ પણ વાંચો : સંત રામપાલના નિવેદનથી નવો વિવાદ: રામ મંદિર, પ્રસાદ ચોરી અને ધાર્મિક ટિપ્પણીઓ પર ઉઠ્યો ચર્ચાનો માહોલ

આ પણ વાંચો : રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટ સખ્ત, ટ્રસ્ટને મોકલી નોટિસ