Not Set/ પેટ્રોલપંપનું નામ બદલીને ‘પ્રધાનમંત્રી વસૂલી કેંદ્ર’ કરી દઈએ તો કેવું રહે?: હાર્દિક પટેલ

અમદાવાદ, હાર્દિક પટેલના ઉપવાસનો આજે 18મો દિવસ છે. ત્યારે ઉત્તરાખંડના પૂર્વ CM હરિશ રાવત મુલાકાત લેવાના છે. હાર્દિક પટેલના ઉપવાસની જગ્યા બદલવામાં આવી છે. ઉપવાસના સ્થળે મોટો ડોમ બનાવાયો હતો. ત્યારે ડો.બાબા સાહેબ આંબેડકરના પ્રપોત્ર પ્રકાશ આંબેડકર દિવસ દરમિયાન મુલાકાત લે તેવી શક્યતાઓ શેવાઇ રહી છે અને પાટીદાર સમાજની 6 ધાર્મિક સંસ્થાના આગેવાનો પણ હાર્દિકની […]

Top Stories Ahmedabad

અમદાવાદ,

હાર્દિક પટેલના ઉપવાસનો આજે 18મો દિવસ છે. ત્યારે ઉત્તરાખંડના પૂર્વ CM હરિશ રાવત મુલાકાત લેવાના છે. હાર્દિક પટેલના ઉપવાસની જગ્યા બદલવામાં આવી છે.

ઉપવાસના સ્થળે મોટો ડોમ બનાવાયો હતો. ત્યારે ડો.બાબા સાહેબ આંબેડકરના પ્રપોત્ર પ્રકાશ આંબેડકર દિવસ દરમિયાન મુલાકાત લે તેવી શક્યતાઓ શેવાઇ રહી છે અને પાટીદાર સમાજની 6 ધાર્મિક સંસ્થાના આગેવાનો પણ હાર્દિકની સાથે બેઠક યોજવાના છે. જેમાં સરકાર સાથે મંત્રણા તેમજ પારણા અંગે ચર્ચા કરવામાં આવશે.

સોમવારે કોંગ્રેસ તરફથી પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવને લઈને ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ભારત બંધ અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે હાર્દિકે એક પછી એક એમ ત્રણ ટ્વિટ કર્યા હતા.

લોકોની પીડાથી અજાણ આત્મશ્લાઘી મોદી સરકારને જગાડવા માટે ભારત બંધ રાખવામાં આવ્યું છે.

https://twitter.com/HardikPatel_/status/1039179096507338753

અરે ઓ વિકાસ, હું વિચારી રહ્યો હતો કે પેટ્રોલપંપનું નામ બદલીને “પ્રધાનમંત્રી વસૂલી કેન્દ્ર” રાખી દઈએ તો કેવું રહેશે!

https://twitter.com/HardikPatel_/status/1039025466332590081

https://twitter.com/HardikPatel_/status/1039096383855153152

ક્રુડની કિંમત જુલાઈ 2008માં 132 ડોલર; દિલ્હીમાં ઇંધણની કિંમત રૂ. 50.62 પ્રતિ લીટર,. ક્રુડની કિંમત જાન્યુઆરી 2016માં ફક્ત 30.5 ડોલર; દિલ્હીમાં ઇંધણની કિંમત રૂ. 59.99 પ્રતિ લીટર,. ક્રુડની કિંમત 132માંથી 30.5 ડોલર, એટલે કે 75% સુધી ઘટી, પરંતુ કિંમતમાં 18%નો વધારો થયો.

ગઈકાલે હાર્દિકને મળવા માટે તેમના ભાઈ ગ્રીનવુડ રિસોર્ટ ખાતે પહોંચ્યા હતા. જોકે, પોલીસે અન્ય લોકોની જેમ તેમને પણ ગેટ પર જ અટકાવી દીધા હતા. આ બનાવ સામે આવ્યા બાદ હાર્દિક પટેલ ખુદ ઉપવાસ છાવણીમાંથી બહાર આવ્યો હતો અને પોલીસને ખખડાવી નાખી હતી.

હાર્દિકે આ ઘટના અંગે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારા ભાઈને ગેટ પર રોકી લેવામાં આવ્યો હતો. પોલીસે તમામ દાદાગીરીની હદ વટાવી દીધી છે. ડ્યુટી કરતા હોય તેમ કરો, હોશિયારીમાં જ રહો, તેવું હાર્દિક પટેલે પોલીસને મો પર કહી દીધું અને  પોલીકર્મીઓ પણ ખુલાસો આપી રહ્યો હોય તે રીતે એકદમ વિનમ્ર ભાષામાં વાત કરતા દેખાયા હતા.