ભારતમાં ગુજરાતમાં બની રહેલી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા ‘ સ્ટેચ્યુ ઓફ યુનિટી ‘ લગભગ મોટાભાગે તૈયાર થઇ ગઈ છે. આ પ્રતિમા દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા છે તેણે બીજી ઉંચી પ્રતિમાને પણ પાછળ પડી દીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મૂર્તિનું ઉદ્ઘાટન ૩૧ ઓક્ટોમ્બરના રોજ કરશે. આ પ્રતિમાની કુલ ઉંચાઈ ૧૮૩ મીટર ઉંચી છે.
૧.

જીજસ ક્રાઈસ્ટની પ્રતિમા બ્રાઝીલમાં રિયો શહેરમાં આવેલી છે. તેની ઉંચાઈ ૩૯.૬ મીટર છે.
૨.

દ્વિતીય વિશ્વ યુદ્ધમાં શહિદ થયેલા સૈનિકની યાદમાં રશિયામાં એક પ્રતિમા બનવવામાં આવી છે. આ પ્રતિમાની ઉંચાઈ ૮૫ મીટર છે. વર્ષ ૧૯૬૭માં આ પ્રતિમાને સૌથી ઉંચી પ્રતિમાનું બિરુદ આપવામાં આવ્યું હતું.
૩.

અમેરિકામાં ન્યુયોર્કમાં આવેલ પ્રતિમા ‘ સ્ટેચ્યુ ઓફ લીબર્ટી ‘ દુનિયાભરમાં પ્રખ્યાત છે. ૪૬ મીટરના પીલ્લર પર રહેલી આ પ્રતિમાની ઉંચાઈ ૯૩ મીટર છે. આ પ્રતિમાનું નિર્માણ વર્ષ ૧૮૮૬માં થયું હતું.
૪.

જાપાનમાં ઉશીકમાં ગૌતમ બુદ્ધની મૂર્તિ ઉશિકું દાયબુત્સુ દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ છે. વર્ષ ૧૯૯૫માં બનેલી આ મૂર્તિની ઉંચાઈ ૧૧૦ મીટર છે.
૫.

ચીનમાં હેનાનમાં લુંશાનમાં ભગવાન બુદ્ધની મૂર્તિ સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધા દુનિયાની બીજા નંબરની સૌથી ઉંચી મૂર્તિ હશે. વર્ષ ૨૦૦૨માં બનેલી આ પ્રતિમાની ઉંચાઈ ૧૫૩ મીટર છે.
૬.


સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ૧૮૨ ફૂટ ઉંચી છે. સરદાર પટેલે ભારતની આઝાદીમાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી છે. વલ્લભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ૩૧ ઓક્ટોમ્બરના રોજ આ પ્રતિમાનું ઉદ્ધાટન કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ૩૦૦૦ કરોડના ખર્ચે બનનારી પ્રતિમાનું કામકાજ વર્ષ ૨૦૧૪માં શરુ થયું હતું.
