Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad News/ અમદાવાદમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશ: 75થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ

અમદાવાદ પૂર્વમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડ (Ahmedabad Mule Account Scam)નો મોટો પર્દાફાશ. 75થી વધુ મ્યુલ એકાઉન્ટ, કરોડોના હવાલા, સાયબર ફ્રોડ, ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાના નાણાંની હેરફેર સહિત અનેક એંગલથી પોલીસ તપાસ તેજ.

July 17, 2026Maya Sindhav
Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Mule Account scam: હવાલા, ગેમિંગ અને સાયબર ફ્રોડ નેટવર્કની તપાસમાં મોટા ખુલાસાના સંકેત

Ahmedabad News: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મ્યુલ એકાઉન્ટના કથિત મોટા કૌભાંડ (Ahmedabad Mule Account Scam)નો પર્દાફાશ થતાં તપાસ એજન્સીઓ સક્રિય બની છે. બાપુનગર પોલીસ (Bapunagar Police) હાલ સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને મુખ્ય સૂત્રધાર તરીકે ચર્ચામાં આવેલા વરુણ સિદ્ધાર્થ વર્મા (Varun Siddharth Verma)ની શોધખોળ તેજ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવેલા તથ્યોના આધારે માત્ર સ્થાનિક પોલીસ જ નહીં, પરંતુ રાજ્ય સ્તરની એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સમગ્ર મામલો ડ્રાઇવર રવિ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ સામે આવ્યો હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. ફરિયાદના આધારે તપાસ શરૂ થતાં કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો, મ્યુલ એકાઉન્ટ (Ahmedabad Mule Account Scam)ના ઉપયોગ અને વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સંભવિત નેટવર્ક અંગે તપાસ આગળ વધી રહી છે.

Ahmedabad Mule Account Scam:75થી વધુ મ્યુલ એકાઉન્ટ ખોલ્યાની આશંકા

તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગેંગ દ્વારા 75થી વધુ મ્યુલ એકાઉન્ટ (Ahmedabad Mule Account Scam) ખોલવામાં આવ્યા હોઈ શકે છે. પોલીસ વિવિધ બેંક ખાતાઓ, નાણાકીય લેવડદેવડ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની વિગતો એકત્રિત કરી રહી છે. પ્રાથમિક તપાસ મુજબ આ એકાઉન્ટનો ઉપયોગ હવાલા, ઓનલાઈન ગેમિંગ, ક્રિકેટ સટ્ટા અને સાયબર ફ્રોડથી મળતા નાણાંની હેરફેર માટે થયો હોવાની સંભાવના પર તપાસ ચાલી રહી છે.

આ કેસમાં દેવાંગ શ્રીમાળી (Devang Shrimali), સન્ની રાય (Sunny Rai) અને જયદીપ આહીર (Jaideep Ahir) ઉર્ફે કટોરીના નામ પણ તપાસ દરમિયાન સામે આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ પોલીસે ગેંગ સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવતા આરોપી ક્રિષ્ના પેન્ટાની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન મળતી માહિતીના આધારે અન્ય સંભવિત સંડોવાયેલા લોકો સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

પોલીસ વિવિધ એંગલથી તપાસ આગળ ધપાવી રહી છે. સુરતના કુખ્યાત ચિરાગ ગોટીની કાર્યપદ્ધતિ જેવી રીત અપનાવી સ્થાનિક સ્તરે પ્રભાવ ઉભો કરવાની કોઈ કોશિશ થઈ હતી કે કેમ તે મુદ્દે પણ તપાસ થઈ રહી છે. સાથે જ પાલડી ATSમાં નોંધાયેલા સોના અને રોકડ સંબંધિત કેસના કેટલાક આરોપીઓ સાથે કોઈ કડી જોડાય છે કે નહીં તે પણ તપાસનો મહત્વનો ભાગ બન્યો છે.

તપાસ દરમિયાન મેઘ શાહ અને મહેન્દ્ર શાહ સાથે સંભવિત સાંઠગાંઠની શક્યતા અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ઉપરાંત અપહરણ, ગેરકાયદેસર રીતે બંધક બનાવી ખંડણી વસૂલવાના ગંભીર આરોપો તથા રાણીપ વિસ્તારમાં નોંધાયેલા અપહરણ અને કરોડોના સોના સંબંધિત કેસ સાથે કોઈ સંબંધ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસને એવી પણ શંકા છે કે આ ગેંગ આર્થિક રીતે નબળા લોકો અને જરૂરિયાતમંદોને કમિશન અથવા પૈસાની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવતી હતી. ત્યારબાદ આ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડ અને અન્ય ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો માટે થતો હોવાની શક્યતા પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે.

તપાસમાં એક રાજકીય એંગલ પણ સામે આવ્યો છે. કોંગ્રેસના એક કોર્પોરેટરના સગા સાથે કથિત ભાગીદારી અથવા સંબંધ હોવાના આરોપોની પણ ચકાસણી થઈ રહી છે. ઉપરાંત બે વર્ષ અગાઉ થયેલી કથિત બેઠક અને સમાધાનના મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

હાલ સમગ્ર કેસમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે મુખ્ય સૂત્રધાર તરીકે ચર્ચામાં રહેલા વરુણ સિદ્ધાર્થ વર્મા સુધી પોલીસ ક્યારે પહોંચશે અને શું આ સમગ્ર હવાલા, મ્યુલ એકાઉન્ટ (Ahmedabad Mule Account Scam) અને સાયબર ફ્રોડના નેટવર્કનો સંપૂર્ણ પર્દાફાશ થશે. પોલીસનું કહેવું છે કે તપાસ હજુ ચાલુ છે અને તમામ પાસાઓની ચકાસણી બાદ જ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો:અમદાવાદમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ, બાપુનગર પોલીસે એક આરોપીને કરી ધરપકડ

આ પણ વાંચો:રાજ્યમાં મ્યુલ એકાઉન્ટનું વધુ એક કૌભાંડઃ ઓફિસ બોયના ખાતામાં 254 કરોડ

આ પણ વાંચો:ગાંધીનગર સાઇબર ક્રાઇમ સેલે મ્યુલ એકાઉન્ટના સંદર્ભમાં પહેલી વખત કેસ નોંધ્યો

Post navigation

વૈશ્વિક બજારોના કડાકા વચ્ચે ભારતીય શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 515 પોઈન્ટ ઉછળ્યો
રાજકોટ ગ્રામ્ય પોલીસમાં 216 કર્મચારીઓની આંતરિક બદલી, 3 વર્ષથી વધુ સમય એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની ટ્રાન્સફર ઓર્ડર જાહેર

More Posts

External Affairs Minister S Jaishankar/ LAC પર સમાધાન કરીને ભારત ક્યારેય ચીન સાથે વાત કરશે નહીં : જયશંકર

March 28, 2024March 28, 2024Mansi Panara

Israel PM Netanyahu/ ઇઝરાયેલ PM નેતાન્યાહુ ‘યુદ્ધમાં નિર્દોષ દંડાય છે, NGO કાર્યકરોનું મૃત્યુ દુઃખદ, સ્વતંત્ર તપાસની આપી ખાતરી’

April 3, 2024April 3, 2024Heena Dave

Himmatnagar news/ હિંમતનગરની હાથમતી કેનાલમાં તણાયેલા યુવકનો આખરે 24 કલાક બાદ મૃતદેહ મળ્યો

October 2, 2025October 2, 2025Panara Mansi

Ahmedabad News/ રાજ્યમાં ટ્રાફિક પોલીસની સીધી ભરતી કરાશે : સરકારે હાઈકોર્ટમાં સુઓમોટો અરજની સુનાવણી વખતે આપી બાંયધરી

August 22, 2025August 22, 2025Nikunj Patel
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) અને માર્શ દ્વારા રજૂ કરાયેલા તાજેતરના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે કાર્યસ્થળ પર ઉંમરના આધારે થતા ભેદભાવને કારણે OECDના 38 દેશોને વર્ષ 2040 સુધીમાં લગભગ 500 અબજ ડોલર (આશરે ₹48 લાખ કરોડ) જેટલું ઉત્પાદકતાનું નુકસાન થઈ શકે છે

New Delhi News/ OECDની ચેતવણી: વય ભેદભાવ અર્થતંત્ર માટે મોટો ખતરો, 2040 સુધીમાં ₹48 લાખ કરોડના નુકસાનની આશંકા

July 13, 2026Nikunj Patel

Ahmedabad News/ પ્રેમિકાના નામની મજાક ઉડાવવાના કારણે યુવકની જુહાપુરામાં હત્યા

February 4, 2025Yogesh Vaghela

Union Budget 2024/ આ બજેટમાં મધ્યમ વર્ગને કેમ છે રાહતની આશા? આ છે 5 કારણો

July 22, 2024Maya Sindhav

Ahmedabad News/ અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, ખંડણીને લઇને 15થી વધુ લોકોએ વેપારીને માર્યો માર

June 8, 2025Maya Sindhav

સાઇબર ક્રાઇમ/ ગાંધીનગર:CIDની મોટી કાર્યવાહી ઓનલાઈન છેતરપિંડી કરનાર સામે કાર્યવાહી પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરાવી હતી વધુ નફો આપવાની લાલચ આપી હતી 1175થી લોકોને એપ્લિ. ડાઉનલોડ કરાવી 3.50 કરોડની કરી હતી છેંતરપિંડી ત્રણ કરોડ પચાસ લાખનું કર્યું ચીટીંગ ત્રણ આરોપીઓની કરી ધરપકડ સમગ્ર મામલે ઇડીને કરાશે જાણ 2300 કરોડથી બેનામી વ્યવહાર થયાની આશંકા 3 લોકો સામે લુકઆઉટ નોટિસ જારી

March 18, 2023jani
વલસાડ જિલ્લાના ઉમરગામમાં આજે વહેલી સવારે માત્ર બે કલાકમાં જ 7.5 ઇંચ વરસાદ (Rain) નોંધાતા સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે

Valsad News/ ઉમરગામમાં માત્ર 2 કલાકમાં 7.5 ઇંચ વરસાદ, સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ

July 23, 2026July 23, 2026Nikunj Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy