Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

MANTAVYA Vishesh/ રાજ્યમાં મ્યુલ એકાઉન્ટનું વધુ એક કૌભાંડઃ ઓફિસ બોયના ખાતામાં 254 કરોડ

ગુજરાતમાં આવા જ એક કૌભાંડમાં ઓફિસ બોય કે પટાવાળા તરીકે નોકરી કરતાં વ્યક્તિના ખાતામાંથી 254 કરોડ રૂપિયા કરતાં પણ વધુ રકમના વ્યવહારો જોવા મળ્યા છે. ઓફિસ બોયના ખાતામાં આટલી મોટી એન્ટ્રીના પગલે આવકવેરા વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે

January 11, 2026jani
Mantavya Vishesh

ગુજરાતમાં કૌભાંડ જાણે હવે નવાઈ જ રહી નથી. તેમા પણ એકાઉન્ટથી લઈને બધુ ઓનલાઇન થયા પછી તો જાણે કૌભાંડીઓએ કૌભાંડના મોરચે 4G નહીં પણ 5Gના ઝડપે પ્રગતિ કરી છે. કૌભાંડ કરનારાને ખબર જ છે કે વહેલાં કે મોડા પકડાવવાનું જ છે, પરંતુ કૌભાંડીએ કૌભાંડ પકડાય તે પહેલાં તેની જાળ જ એવી ગૂંથી હોય છે કે પોલીસ કે તંત્રના તેના હાથ તેના સુધી પહોંચે તે પહેલાં તો અદ્રશ્ય થઈ ગયો હોય છે.

કૌભાંડીને બસ ભાગવા માટે સમય જોઈતો હોય છે અને આ સમય તે તેના કૌભાંડની જાળની મદદથી મેળવી લે છે. હાથમાં રૂપિયા હોય પછી આખા વિશ્વમાં ક્યાંય કોઈ અવરોધ નડતો નથી તે સત્ય કૌભાંડીઓને પણ સમજાઈ ગયું છે. વિજય માલ્યા અને લલિત મોદી તેના ઉદાહરણ છે.

ગુજરાતમાં આવા જ એક કૌભાંડમાં ઓફિસ બોય કે પટાવાળા તરીકે નોકરી કરતાં વ્યક્તિના ખાતામાંથી 254 કરોડ રૂપિયા કરતાં પણ વધુ રકમના વ્યવહારો જોવા મળ્યા છે. ઓફિસ બોયના ખાતામાં આટલી મોટી એન્ટ્રીના પગલે આવકવેરા વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે. આવકવેરા વિભાગે તેના પગલે એક પછી એક દરોડા પાડતા અને તેની કડીઓ જોડતાં આખા કૌભાંડની આગવી પદ્ધતિ બહાર આવી છે. આ કૌભાંડમાં કૌભાંડીઓએ રાજકીય પક્ષોના નામે પણ ખાતા ખોલાવ્યા છે અને ગેરકાયદે નાણાકીય વ્યવહાર માટે તેનો ઉપયોગ કર્યો છે.

આવકવેરા વિભાગની તપાસમાં બહાર આવ્યું હતું કે મિત્ર બનીને મિત્રતાના નામે ઉપકાર કરીને પછી તેનો કેવો ગેરફાયદો ઉઠાવ્યો હતો. હવે જે ઓફિસબોયના ખાતામાં નાણાકીય વ્યવહાર થયા હતા તે તેના મિત્રને ત્યાં 12 હજાર રૂપિયાના પગારે નોકરી કરતો હતો. તેનું કામ કાગળિયા લઈ-લાવવા, ચાપાણી કરવા અને ઝેરોક્ષ કરાવવા સહિતના બીજા અનેક કામો કરતો હતો. હવે તેના જ નામનો ઉપયોગ કરીને પગાર ખાતું નહીં પણ કરંટ ખાતુ ખોલાવાયું હતું. તેમા આ નાણાકીય વ્યવહાર કરવામાં આવતા હતા.

આશ્ચર્યની વાત એ છે કે ઓફિસ બોય ફક્ત તેના પગાર સિવાયની રકમ ઉપાડતો પણ ન હતો. બાકીની બધી રકમ તેના ખાતામાં આવતી હતી, પરંતુ તેને તેનો મિત્ર ઉપાડી જતો હતો. કિશન બથવાર નામના આ ઓફિસ બોયનો તેના જ મિત્ર સ્વપ્નીલે બરોબરનો આ રીતે ફાયદો ઉઠાવ્યો હતો. તેના દસ્તાવેજોનો ઉપયોગ કરીને ભવાની એન્ટરપ્રાઇઝ નામનું ચાલુ ખાતુ ખોલાવી દીધુ હતુ અને તેમા મોટાપાયા પર નાણાકીય વ્યવહારો કરતો હતો. મિત્રતાનો અને મિત્રના નામનો ઉપયોગ કર્યો, પરંતુ મિત્ર કિશનના નામ પર જંગી જોખમ હોવા છતાં આટલા મોટા કાંડ કરવા છતાં તેને કાણી પાઈ પણ તેના મિત્રએ તેને ચૂકવી ન હતી. આમ તેણે રૂપિયા માટે મિત્રતાનું ગળું ઘોંટી દીધું હતું.

કિશને જ જણાવ્યું હતું કે હાલમાં લગભગ 300 કરોડ રૂપિયાનું કરી નાખનાર સ્વપ્નીલ ભાગેડું છે. પોલીસ અને ઇન્કમ ટેક્સ બંને તેને શોધી રહ્યા છે. આ જ સ્વપ્નીલે પોતે પાછું અંબિકા એન્ટરપ્રાઇઝના નામે પોતાનું કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું.

આ રીતે મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યા પછી રૂપિયાની હેરાફેરીનો અને કાળા નાણાને વ્હાઇટ કરવાનો અજબનો ખેલ ચાલુ થાય છે. તેમા રોકડા રૂપિયા જમા થાય છે અને રોકડા રૂપિયા ઉપડે છે. તેમા ભાગ્યે જ રોકડથી રકમ જમા થઈ અને રોકડથી ઉપડી છે. કિશનના ભવાની એન્ટરપ્રાઇઝના ખાતાની દોઢ વર્ષની એન્ટ્રીઓ ચકાસવામાં આવી તો તેમા રાજકીય પક્ષના નામની એન્ટ્રી બોલી, આ એન્ટ્રી જનમત પાર્ટી અને ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટીના નામે હતી. હવે આ રાજકીય પક્ષનું નામ તો કોઈએ ખાસ સાંભળ્યું નહી હોય, પરંતુ કૌભાંડીઓએ બ્લેકના વ્હાઇટ કરવા માટે આ પ્રકારના રાજકીય પક્ષના નામનો જ નહીં તેના નામના બેન્ક ખાતાનો પણ ઉપયોગ કરવા માંડ્યો છે તે હકીકત છે. આમ મ્યુલ એકાઉન્ટમાં રાજકીય પક્ષોના સ્વરૂપમાં વધુ એક કડી ઉમેરાઈ છે. રાજકીય પક્ષ ધરાવનારાઓ પણ હવે નાણાકીય હેરફેરનું મહત્ત્વનું સાદન બન્યા છે.

ઓફિસ બોયના બેન્કના ખાતાની દોઢ વર્ષની એન્ટ્રીઓમાં રાજકીય પક્ષના નામે 29 લાખ, 23 લાખ અને 18 લાખની એન્ટ્રી બોલે છે. આ રોકડ જમા થઈ તેના પછી ભવાની એન્ટરપ્રાઇઝે વ્હાઇટમાં ચેકથી ટ્રાન્સફર કર્યા. આમ બ્લેકની રકમ બેન્ક ખાતામાં રોકડમાં જમા કરાવીને તેનો ચેકથી વ્યવહાર કરીને તેને વ્હાઇટ કરી દેવાઈ. આ રીતે ‘બ્લેક કી બલા તું વ્હાઇટ હી સહી’નો ખેલ આગળ ધપે છે.

બેન્કની પાસબૂકમાં ભવાની એન્ટરપ્રાઇઝના ખાતાની એન્ટ્રીઓ જાણે એન્ટ્રીઓ ન રહેતા રહસ્યની કિતાબ બની ગઈ છે. તેમા જુદી-જુદી એન્ટ્રીઓ જોઈએ તો એમ જ લાગે કે આ તો જાણે કશાકનો વેપલો જ ચાલે છે. દોઢ વર્ષમાં તેમના ખાતામાં 1,400થી પણ વધુ એન્ટ્રીઓ થઈ, આ બતાવે છે કે આ ખાતામાં રોજની ચારથી પાંચ એન્ટ્રી થઈ છે. તેમા મહેશ દેસાઈના નામની 82, શિવખોડલ કન્સ્ટ્રકશનની 75 અને અંબાજી એન્ટરપ્રાઇઝની 33 એન્ટ્રી નીકળી છે. આમ છેલ્લા દોઢ વર્ષમાં 254 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહાર કિશનના ભવાની એન્ટરપ્રાઇઝ નામના એકાઉન્ટમાં થયેલા હોવાનું સ્પષ્ટ દેખાય છે.

આવકવેરા વિભાગના અધિકારીઓને શંકા છે કે આ તો કૌભાંડ ફક્ત 254 કરોડ રૂપિયા સુધી સીમિત નથી. તેનાથી પણ આગળ હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. હજી આ તો શરૂઆત છે. તેના તાર ઘણા લોકો સાથે જોડાયેલા હોવાનું લાગે છે. કેટલાય લોકોએ આ રુટે બ્લેકની રકમ વ્હાઇટ કરી હોય તેવી સંભાવના નકારી શકાતી નથી.

આશ્ચર્યની વાત તો એ છે કે આ ઓફિસ બોયના નામે ફક્ત ભવાની એન્ટરપ્રાઇઝ નામની કંપની જ છે તેવું નથી. તેમના નામે APMCમાં દુકાનો પણ કરાવાઈ છે. આ APMC પાછી અમદાવાદની હોય તો માની પણ શકાય, પરંતુ આ તો છેક સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીની APMC છે. હવે અમદાવાદથી છેક લાઠી સુધીનો ફોગટફેરો કેમ ખાવવામાં આવ્યો તેમ સવાલ છે. હાલમાં તો અમરેલી માર્કેટિંગ યાર્ડ ધમધમતુ થવાથી લાઠીને કોઈ પૂછતું પણ નથી, ખેડૂતો પણ ત્યાં તેમની જણસ લઈને જતાં નથી. આ યાર્ડમાં બનેલી દુકાનો ધૂળ ખાતી પડી છે. હવે આવા સ્થળની દુકાન લાઇસન્સ લેવામાં શા માટે આવ્યું તેની પાછળ ઘણા કારણો છે.

તમે જો નોકરિયાત હોવ તો નાણાકીય વ્યવહારની મોટી મર્યાદા છે, પરંતુ જો તમે APMC વગેરેમાં રજિસ્ટ્રેશન નંબરવાળી દુકાન લો પછી તમારા કેશ ટ્રાન્ઝેકશનને કોઈ મર્યાદા નથી. બીજા શબ્દોમાં કહીએ તો તમે APMCના વેપારી બન્યા તો તમને અમર્યાદિત રોકડ વ્યવહાર કરવાની છૂટ મળી જાય છે. આમ આખો ખેલ અહીંથી જ રચાય છે. APMCના વેપારી બનો, બ્લેકના નાણા રોકડમાં આ વેપારીના નામે મેળવો, તેને મ્યુલ ખાતામાં ટ્રાન્સફર કરો અને પછી તેની બરોબરની વહેંચણી કરતા હોય તેમ બીજા ખાતામાં મોકલો અને આ રકમ ચેકથી ચૂકવો. આ બેન્ક ખાતામાં સૌથી વધુ વખત કોઈ ચૂકવણી થઈ હોય તો તે મહેશભાઈ નામની વ્યક્તિને થઈ છે અને તે પણ એક કે બે વખત નહીં પણ 82-82 વખત થઈ છે.

આ બતાવે છે કે આ કૌભાંડના મૂળ ઘણા ઊંડા છે. હજી તો આવકવેરા ખાતાની તપાસમાં આટલું જ નીકળ્યું છે. કૌભાંડનો વ્યાપ જોતા તેમા ઇડીને પણ જોડવી પડે તેમ દેખાઈ રહ્યુ છે. સીધુ હવાલા કૌભાંડ પણ આગળ જતાં નીકળશે તો આશ્ચર્ય નહીં થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો

Post navigation

રાજ્યમાં ગોચર જમીન : કેવી રીતે ‘અગોચર’ થઈ ગઈ
ટેન્ટ કંપનીઓની દાદાગીરીના કારણે કચ્છનો રણોત્સવ વિવાદ સપડાયો

More Posts

MANTAVYA Vishesh/ જમ્મુ-કાશ્મીર પછી લદ્દાખને હિંસાની આગમાં સળગાવવાનો પ્રયત્ન

September 26, 2025jani

પ્રારંભ/ કારકિર્દી છોડી મહિલાએ અપનાવ્યું ઓર્ગેનિક ખેતી કામ..

December 28, 2021garima rao

MANTAVYA Vishesh/ ભારતીય રાજકારણમાં અવિવાહિતોની બોલબાલા

May 11, 2026jani

મંતવ્ય વિશેષ/ શું છે શી યાન-6, જેના શ્રીલંકામાં આગમન ભારતને ચિંતિત

September 29, 2023September 29, 2023Maya Sindhav

Not Set/ શું ફેશન સમજી ગ્લાસ ભરવા લાગ્યા છે? સંસ્કારી ગુજ્જુ નારીઓ શરાબ મામલે પુરુષો કરતા આગળ

January 16, 2021January 27, 2021Bhavesh Vyas

MANTAVYA Vishesh/ સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓ અને શિષ્યોને અવતારોના નામ અપાતા વિવાદ

April 15, 2025jani
Sushant Singh Rajput

MANTAVYA Vishesh/ પોસ્ટમોર્ટમ અંગે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિનો દાવો, CBI ક્લોઝર રિપોર્ટ સામે ફરી સવાલ

September 28, 2026September 29, 2026Rahul Maurya

MANTAVYA Vishesh/ પાદરામાંથી રોહિંગ્યાઓને શોધી-શોધીને કાઢો, MLA ચૈતન્યસિંહ ઝાલા

November 17, 2025jani

MANTAVYA Vishesh/ ‘આજ નશે મેં સારા જહાં હૈ’, ‘જેન ઝી’નું સૂત્ર !

August 26, 2025jani

સત્તા પરિવર્તન/ “કેપિટલ હિલ” – આટલી વખત સત્તા પલટી પણ ભારતમાં અમેરિકા જેવું ક્યારેય થયું નથી જ

January 9, 2021January 27, 2021Bhavesh Vyas
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy