Vadodara News/ વડોદરાના બે D-Martમાંથી અમૂલ ઘીના 56 પાઉચની ચોરી, CCTVમાં 4 મહિલાઓ કેદ; પોલીસ તપાસ શરૂ

વડોદરાના અકોટા અને વાસણા D-Martમાંથી અમૂલ ઘીના કુલ 56 પાઉચની ચોરી (Vadodara D-Mart Theft) થઈ. CCTVમાં 4 અજાણી મહિલાઓ બિલ ચૂકવ્યા વગર માલ લઈ જતી કેદ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

Top Stories Gujarat Vadodara Breaking News
અમૂલ ઘીના 56 પાઉચની ચોરીથી Vadodara D-Mart Theftમાં ખળભળાટ

Vadodara News: વડોદરા શહેરમાં આવેલી D-Martની બે અલગ-અલગ શાખાઓમાંથી અમૂલ બ્રાન્ડના ઘીના પાઉચની ચોરી (Vadodara D-Mart Theft)નો મામલો સામે આવ્યો છે. અકોટા અને વાસણા વિસ્તારમાં આવેલી શાખાઓમાંથી કુલ 56 પાઉચ ગાયબ હોવાનું સ્ટોક ચેકિંગ દરમિયાન બહાર આવ્યું હતું. બંને સ્થળોના CCTV ફૂટેજની તપાસમાં ચાર અજાણી મહિલાઓ બિલ ચૂકવ્યા વગર ઘીના પાઉચ લઈ જતી જોવા મળતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Vadodara D-Mart Theft: અકોટા અને વાસણા D-Martમાં ઘીના પાઉચની ચોરી

અકોટા સ્થિત ગેલેરિયા મોલમાં આવેલી D-Mart શાખાના સુપરવાઈઝર રફીક યાસીન મલેકે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 15 જુલાઈના રોજ સ્ટોક ચેકિંગ દરમિયાન એક લિટરના અમૂલ ભેંસના ઘીના 24 પાઉચ અને અમૂલ ગાયના ઘીના 8 પાઉચ મળી કુલ 32 પાઉચ સ્ટોકમાંથી ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આ પાઉચની કુલ કિંમત આશરે ₹20,920 હોવાનું જણાવાયું છે.

આ અંગે વાસણા સ્થિત D-Mart શાખાના મેનેજમેન્ટને જાણ કરવામાં આવતા ત્યાં પણ સ્ટોકની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક લિટરના અમૂલ ભેંસના ઘીના વધુ 24 પાઉચ ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. બંને શાખાઓને મળીને કુલ 56 પાઉચની ચોરી (Vadodara D-Mart Theft) થઈ હોવાનું સામે આવ્યું છે.

ત્યારબાદ બંને શાખાના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે 12 જુલાઈના રોજ અકોટા D-Martમાં સાંજે અંદાજે 4:30 વાગ્યે અને ત્યારબાદ વાસણા D-Martમાં સાંજે લગભગ 6:15 વાગ્યે ચાર મહિલાઓ બિલ ચૂકવ્યા વગર ઘીના પાઉચ લઈને બહાર નીકળતી કેમેરામાં કેદ થઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, બંને CCTV ફૂટેજમાં દેખાતી મહિલાઓ એક જ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ આધારે અકોટા પોલીસ સ્ટેશનમાં ચાર અજાણી મહિલાઓ સામે ચોરી (Vadodara D-Mart Theft)નો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે CCTV ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે આરોપી મહિલાઓની ઓળખ અને શોધખોળ શરૂ કરી છે.

તપાસ દરમિયાન પોલીસે એ પણ તપાસ શરૂ કરી છે કે આરોપી મહિલાઓએ અગાઉ અન્ય વેપારી સંસ્થાઓમાં પણ આવી જ રીતે ચોરી (Vadodara D-Mart Theft)ની ઘટનાઓને અંજામ આપ્યો છે કે નહીં. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.


આ પણ વાંચો:વડોદરાની ‘સોફેસ્ટિકેટેડ ચોર’! લાખોના દાગીના મોઢામાં છુપાવી ચોરીનો પ્રયાસ

આ પણ વાંચો:હવે તો હદ થઈ ગઈ! વડોદરામાં મહાકાળી અને ભાથીજી મંદિરમાં ચોરી, CCTVમાં તસ્કરો કેદ

આ પણ વાંચો:વડોદરામાં જૈન મંદિરોમાં ગૂગલ મેપના આધારે ચોરી કરતા આરોપીઓની ધરપકડ