Business News/ સતત 4 મહિનાની મજબૂતી બાદ મે માસમાં નેટ FDI નેગેટિવ ઝોનમાં; રોકાણકારોએ પાછા ખેંચ્યા નાણાં

રિઝર્વ બેંક (rbi )ના સત્તાવાર ડેટા અનુસાર, સતત ચાર મહિનાની તેજી બાદ મે મહિનામાં ભારતનો ચોખ્ખો FDI પ્રવાહ નકારાત્મક થયો છે. FPI રોકાણ પાછું ખેંચાવાના લીધે દેશનું ચુકવણી સંતુલન (BoP) પણ ખાધમાં ગયું છે.

Business
Huge deficit in balance of payments; RBI data raises concerns.

ભારતીય અર્થતંત્ર માટે વિદેશી રોકાણના મોરચેથી ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે. ચાલુ વર્ષે સતત ચાર મહિના સુધી સકારાત્મક વૃદ્ધિ દર્શાવ્યા બાદ, મે મહિનામાં દેશનો ચોખ્ખો વિદેશી પ્રત્યક્ષ રોકાણ (Net FDI) પ્રવાહ ફરી એકવાર નકારાત્મક સ્તરે પહોંચી ગયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના તાજેતરના અહેવાલ મુજબ, મે મહિનામાં નેટ એફડીઆઈ પ્રવાહ ઘટીને માત્ર ૦.૧ બિલિયન ડોલર નોંધાયો છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં ૦.૯ બિલિયન ડોલર પ્લસ રહ્યો હતો.

આ પૂર્વેના મહિના એટલે કે એપ્રિલમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ ૬.૬ બિલિયન ડોલરની પાંચ વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. જો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિના (એપ્રિલ-મે) ના સંયુક્ત આંકડા જોઈએ, તો ચોખ્ખો FDI પ્રવાહ વાર્ષિક ધોરણે હજુ પણ ૬.૫ બિલિયન ડોલરના સંતોષજનક સ્તરે છે. ઉલ્લેખનીય છે કે, વિદેશમાં ભારતીય કંપનીઓનું રોકાણ વધવા અને વિદેશી ભંડોળ પાછું ખેંચાવાના કારણે ગયા વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બર સુધી સતત પાંચ મહિના સુધી ચોખ્ખો FDI ગ્રોથ માઈનસ રહ્યો હતો. દેશમાં ગ્રોસ (કુલ) એફડીઆઈનું આગમન મજબૂત રહ્યું હોવા છતાં, ૨૦૨૫ ના ઉત્તરાર્ધમાં નેટ પ્રવાહમાં આવેલી નરમાઈ ચિંતા જગાવનારી છે.

ચુકવણી સંતુલન (BoP) પર દબાણ: 4.4 બિલિયન ડોલરની ખાધ

વિદેશી પ્રત્યક્ષ રોકાણમાં મોટો ઘટાડો અને શેરબજારમાંથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા નાણાંની જોરદાર નિકાસ થવાના લીધે દેશના ચુકવણી સંતુલન (Balance of Payments) પર ગંભીર અસર પડી છે. ભારતીય BoP મે મહિનામાં 4.4 બિલિયન ડોલરની મોટી ખાધમાં સરી પડ્યું છે, જે ગયા વર્ષે આ જ સમયે 4.4 બિલિયન ડોલર સરપ્લસ (નફામાં) હતું. આ અગાઉ એપ્રિલ મહિનામાં પણ ભારતે 6.6 બિલિયન ડોલરની ચુકવણી સંતુલન ખાધનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે, એપ્રિલ-મેના સંયુક્ત ગાળામાં દેશની એકંદર BoP ખાધ વાર્ષિક ધોરણે ચાર ગણી વધીને 11 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે.

FPI આઉટફ્લોમાં મોટો ઉછાળો: મે માસમાં 4.07 બિલિયન ડોલર બહાર ગયા

આરબીઆઈના આંકડા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી રોકાણ પાછું ખેંચવાની ગતિ તેજ બની છે. મે મહિનામાં ચોખ્ખો FPI આઉટફ્લો વધીને 4.07 બિલિયન ડોલરે પહોંચી ગયો છે, જ્યારે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 1.3 બિલિયન ડોલરનું ચોખ્ખો રોકાણ ભારત આવ્યું હતું. એપ્રિલ અને મે એમ બંને મહિનાનું સંયુક્ત ચિત્ર જોઈએ તો, કુલ વિદેશી પોર્ટફોલિયો આઉટફ્લો ગયા વર્ષના 0.8 બિલિયન ડોલરની સામે ચિંતાજનક રીતે વધીને સીધો 12 બિલિયન ડોલર પર નોંધાયો છે.


આ પણ વાંચો : વૈશ્વિક બજારની અસરથી સોના-ચાંદીમાં ભારે ઉથલપાથલ, કિંમતોમાં બેતરફી વધઘટ વચ્ચે ક્રૂડ ઓઇલ ગગડ્યું

આ પણ વાંચો : 44 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, ઇંધણ-વીજળી 27.4% મોંઘાં; ખરીફ વાવણીમાં પણ મોટો ઘટાડો

આ પણ વાંચો :ઈરાન-અમેરિકા તણાવની શેરબજાર પર ગંભીર અસર,રોકાણકારોના કરોડો સ્વાહા