Entertainment News/ સલમાન ખાન પછી હવે આમિર ખાન લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર? સોશિયલ મીડિયા પર ધમકીભરી પોસ્ટથી ખળભળાટ

સોશિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે એક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં બોલિવૂડ અભિનેતા આમિર ખાન (Aamir Khan)ને ધમકી આપવામાં આવી છે. આ પોસ્ટમાં આમિર પર લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

Trending Entertainment
Is Aamir Khan on the Lawrence Bishnoi gang's radar

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Aamir Khan)ને લાંબા સમયથી ધમકીઓ આપ્યા બાદ, હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર કથિત રીતે આમિર ખાન આવી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.તાજેતરમાં સોશિયલ મીડિયા પર બિશ્નોઈ ગેંગના નામે એક વિવાદાસ્પદ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં આમિર ખાનને સીધી ચેતવણી આપવામાં આવી છે. જોકે, આ વાયરલ પોસ્ટ ખરેખર બિશ્નોઈ ગેંગ દ્વારા જ લખવામાં આવી છે કે કોઈની ખોટી શરારત છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

લવ જેહાદ અને સંસ્કૃતિના નામે આપવામાં આવી ચેતવણી

વાયરલ થઈ રહેલી આ સોશિયલ મીડિયા પોસ્ટમાં આમિર ખાન પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પોસ્ટમાં લખ્યું છે કે આમિર ખાન દેશની સનાતન સંસ્કૃતિ વિરુદ્ધ જઈને લવ જેહાદ જેવી બાબતોને પ્રોત્સાહન આપી રહ્યો છે. ધમકીભર્યા અંદાજમાં વધુમાં લખાયું છે કે સ્ટારડમના ઓથા હેઠળ જે પણ વ્યક્તિ આવી પ્રવૃત્તિઓ કરશે તેને આકરો જવાબ આપવામાં આવશે અને કોઈને પણ બક્ષવામાં નહીં આવે. આમિર ખાનના ત્રીજા લગ્નની ચર્ચાઓ વચ્ચે આ પ્રકારની પોસ્ટ સામે આવતા બોલિવૂડમાં ચિંતાનો માહોલ છે.

શ્રીગંગાનગરની ઘટના અને જૂના સાથીઓનો ઉલ્લેખ

આ રહસ્યમય પોસ્ટમાં પરવેશ અને હિમાંશુ નામના વ્યક્તિઓનો ઉલ્લેખ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને તેમના બલિદાનનો બદલો લેવાની વાત કહી છે. આ સિવાય, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સગીરા સાથે બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરીને એવું પણ લખવામાં આવ્યું છે કે આ કેસના આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.

વાયરલ પોસ્ટનું સત્ય શું? તપાસ એજન્સીઓના રિપોર્ટની રાહ

આ ગંભીર મામલા છતાં, સાયબર સેલ અથવા કોઈ તપાસ એજન્સીએ હજુ સુધી આ પોસ્ટની સત્તાવાર પુષ્ટિ કરી નથી. ઇન્ટરનેટ પર બિશ્નોઈ ગેંગના નામે અવારનવાર ફેક આઈડી બનાવીને આવી ધમકીઓ અપાતી હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. તેથી જ્યાં સુધી પોલીસ કે સુરક્ષા એજન્સીઓ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર ન કરે, ત્યાં સુધી આ દાવાઓ પર સંપૂર્ણ વિશ્વાસ કરવો વહેલો ગણાશે.


આ પણ વાંચો: પ્રભાસ અને અજય દેવગણ વચ્ચે ડિસેમ્બરમાં મહામુકાબલો; ‘ફૌજી’ અને ‘રેન્જર’ બોક્સ ઓફિસ પર ટકરાશે

આ પણ વાંચો: શું ‘3 ઇડિયટ્સ’ ના ફૂંગસુક વાંગડુ ખરેખર સોનમ વાંગચુક છે? આમિર ખાને કર્યો મોટો ખુલાસો

આ પણ વાંચો: ત્રીજા લગ્ન બાદ આમિર ખાન વિવાદમાં, લવ જેહાદના આરોપો વચ્ચે ફતવા પર પણ ચર્ચા