Gujarat News/ ગુજરાત બન્યું દેશનું સૌથી રોકાણ-મિત્ર રાજ્ય, Investment Friendliness Index 2026માં મેળવ્યું પ્રથમ સ્થાન

Investment Friendliness Index 2026: નીતિ આયોગના Investment Friendliness Index 2026માં ગુજરાતે 56.6ના સર્વોચ્ચ સ્કોર સાથે દેશનું સૌથી રોકાણ-મિત્ર રાજ્ય બનવાનો ગૌરવ મેળવ્યો છે. જાણો ગુજરાતની સફળતાના મુખ્ય કારણો.

Gujrat Top Stories

Gujarat News: દેશના આર્થિક વિકાસમાં અગ્રેસર ગણાતું ગુજરાત (Gujarat) હવે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાથે ચર્ચામાં આવ્યું છે. નીતિ આયોગ (NITI Aayog) દ્વારા જાહેર કરાયેલા (Investment Friendliness Index 2026) માં ગુજરાતે 56.6નો સર્વોચ્ચ સ્કોર મેળવી દેશના સૌથી રોકાણ-મિત્ર રાજ્ય તરીકે સ્થાન મેળવ્યું છે. આ રેન્કિંગ દેશના 17 અગ્રણી રાજ્યોના વિવિધ વિકાસ માપદંડોના મૂલ્યાંકનના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઇન્ડેક્સમાં રાજ્યોનું મૂલ્યાંકન 8 મુખ્ય ક્ષેત્રો અને 84 સૂચકાંકોના આધારે કરવામાં આવ્યું હતું. પરિણામે ગુજરાતે ઉદ્યોગલક્ષી નીતિઓ, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પારદર્શક વહીવટ અને રોકાણકારોને અનુકૂળ વ્યવસ્થાના કારણે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.

ગુજરાતને પ્રથમ સ્થાન અપાવનારા મુખ્ય પરિબળો

Investment Friendliness Index 2026: સરળ અને પારદર્શક વહીવટી વ્યવસ્થા

ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા માટે જરૂરી મંજૂરીઓ ઝડપથી મળી રહે તે માટે સિંગલ-વિન્ડો સિસ્ટમ કાર્યરત છે. વિવિધ વિભાગોની મંજૂરીઓ એક જ પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થવાને કારણે રોકાણકારોનો સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થાય છે. વહીવટી પ્રક્રિયાની પારદર્શિતા પણ રાજ્યની વિશેષતા માનવામાં આવે છે.

વિશ્વસ્તરીય ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન (SIR), GIFT City સહિતના આધુનિક ઔદ્યોગિક ઝોન અને પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ ઉદ્યોગોને ઝડપથી કાર્યરત થવામાં મદદરૂપ બને છે. સાથે જ માર્ગ, બંદરો, રેલ અને લોજિસ્ટિક્સ નેટવર્ક રાજ્યની સ્પર્ધાત્મકતા વધારે છે.

ઉદ્યોગોને અનુકૂળ વીજ પુરવઠો

ગુજરાતમાં ઔદ્યોગિક એકમોને સતત અને વિશ્વસનીય વીજળી ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક વીજ દર અને લાંબા સમય સુધી ઉપલબ્ધ વીજ પુરવઠો ઉત્પાદનક્ષમતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

મજબૂત આર્થિક સ્થિતિ

ગુજરાત દેશની મર્ચેન્ડાઇઝ નિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે. રાજ્યની નાણાકીય શિસ્ત, નિયંત્રિત રાજકોષીય ખાધ અને અન્ય મોટા રાજ્યોની સરખામણીએ ઓછી દેવાદારી તેને રોકાણ માટે વધુ વિશ્વસનીય બનાવે છે.

નવીનતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ

રાજ્યમાં ઇનોવેશન અને ટેક્નોલોજી આધારિત વિકાસને પ્રોત્સાહન આપવા માટે અટલ ટિંકરિંગ લેબ્સ, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને નવી ટેક્નોલોજી માટેનું અનુકૂળ વાતાવરણ વિકસાવવામાં આવ્યું છે, જે ભવિષ્યના રોકાણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વિકાસના માર્ગે ગુજરાત

રાજ્ય સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉદ્યોગલક્ષી સુધારાઓ, સરળ નીતિઓ અને રોકાણકારો માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવા પર સતત ભાર મૂક્યો છે. વિવિધ રોકાણ સમિટો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના કારણે ગુજરાતે સ્થાનિક (Gujarat Industrial Growth 2026) તેમજ વૈશ્વિક રોકાણકારોમાં વિશ્વાસ મજબૂત કર્યો છે. Investment Friendliness Index 2026માં પ્રથમ સ્થાન મેળવવું માત્ર એક રેન્કિંગ નથી, પરંતુ રાજ્યની ઔદ્યોગિક ક્ષમતા, નીતિગત સ્થિરતા અને આર્થિક વિકાસના મોડેલને મળેલી મહત્વપૂર્ણ માન્યતા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ સિદ્ધિ સાથે ગુજરાત આગામી વર્ષોમાં પણ દેશના ઔદ્યોગિક અને રોકાણ કેન્દ્ર તરીકે પોતાની આગવી ઓળખ વધુ મજબૂત બનાવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 75 વર્ષ જૂના ટુકડા ધારા-1947માં સુધારો

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી મેઘમહેર: સુરત-ભાવનગરમાં ધોધમાર વરસાદ, બે સક્રિય સિસ્ટમથી 57 તાલુકામાં વરસાદ

આ પણ વાંચો: ગુજરાત ATSનો મોટો ખુલાસો: આતંકીઓએ 3 વર્ષમાં 8 બ્લાસ્ટ ટ્રાયલ કર્યાનો આરોપ