Ahmedabad News/ અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ PM મોદી અને CMએ વ્યક્ત કર્યો શોક, મૃતકોના પરિવારને આર્થિક સહાયની જાહેરાત

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટ (Ahmedabad Firecracker Factory Blast)માં 10 લોકોના મોત થયા. PM મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારને સહાયની જાહેરાત કરી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Firecracker Factory Blast બાદ PM મોદીનો મોટો નિર્ણય, મૃતકોના પરિવારને મળશે ₹2 લાખ

Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટે (Ahmedabad Firecracker Factory Blast) સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ઊંડું દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. સાથે જ મૃતકોના પરિવારજનો અને ઇજાગ્રસ્તો માટે આર્થિક સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે.

PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાહત ફંડમાંથી સહાયની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતાં લખ્યું કે અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનાના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ (PMNRF)માંથી મૃતકના દરેક પરિવારને ₹2 લાખ અને દરેક ઇજાગ્રસ્તને ₹50 હજારની આર્થિક સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ વ્યક્ત કરી સંવેદના

ગુજરાતના મુખ્યમંત્રીએ પણ દુર્ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો છે અને રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને તમામ જરૂરી સહાય અને સારવાર ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે. રાહત અને બચાવ કામગીરી પર સતત નજર રાખવામાં આવી રહી છે.

નાયબમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યક્ત કર્યો શોક 

Ahmedabad Firecracker Factory Blast: ગેરકાયદે ચાલતી ફેક્ટરીમાં થયો શક્તિશાળી વિસ્ફોટ

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વસ્ત્રાલના રામોલ-ગતરાડ રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે સંચાલિત થઈ રહી હતી. બ્લાસ્ટ (Ahmedabad Firecracker Factory Blast) એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ લગભગ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.વિસ્ફોટ (Ahmedabad Firecracker Factory Blast)ના કારણે ફેક્ટરીનો મોટો ભાગ ધરાશાયી થયો હતો અને અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

RAF જવાનો અને ફાયર બ્રિગેડે હાથ ધરી બચાવ કામગીરી

ફેક્ટરી નજીક RAF કેમ્પ આવેલો હોવાથી ધડાકો (Ahmedabad Firecracker Factory Blast) સંભળાતાં જ જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ તેમણે કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.પછી ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં સ્થળ પર કૂલિંગ કામગીરી અને તપાસ ચાલુ છે.

ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ

દુર્ઘટના (Ahmedabad Firecracker Factory Blast)માં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઇજાગ્રસ્તોને એલ.જી. હોસ્પિટલ અને અન્યને અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

ઘટના બાદ અમદાવાદના મેયર, AMC ફાયર વિભાગના અધિકારીઓ, ઝોન-8ના DCP મયૂર પાટીલ, સેક્ટર-2ના JCP જયપાલ સિંહ રાઠોડ સહિત વહીવટી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ફેક્ટરી ગેરકાયદેસર રીતે કેવી રીતે સંચાલિત થતી હતી તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો:LIVE: અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં આગ લાગતા 10 ના મોત, PM મોદીએ સહાયની કરી જાહેરાત

આ પણ વાંચો:ખેડા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: સારવાર દરમિયાન શ્રમિકનું મોત, ફેક્ટરી માલિક હજુ ફરાર; SOGની તપાસ તેજ

આ પણ વાંચો:ખેડા કપડવંજ બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો: 11 દિવસ બાદ ફેક્ટરી માલિક મિતુલ પટેલ ઝડપાયો