Morbi News/ વીજ લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને મળશે બજાર ભાવ મુજબ વળતર, ‘માર્કેટ રેટ કમિટી’ બનાવાશે

Power Line Compensation: વીજ લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને બજાર ભાવ મુજબ વળતર મળે તે માટે ગુજરાત સરકારે ‘માર્કેટ રેટ કમિટી’ બનાવવાનો નિર્ણય કર્યો છે. મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી

Gujrat Trending

Morbi News: વીજ લાઇનના પ્રોજેક્ટથી (Power Line Compensation) અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને પારદર્શક વળતર મળી રહે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે. આ અંતર્ગત ખેડૂતોને જમીનનું વળતર બજાર ભાવના આધારે મળે તે માટે ‘માર્કેટ રેટ કમિટી’ ની (Market Rate Committee) રચના કરવામાં આવશે. આ અંગે મોરબી કલેક્ટર કચેરી ખાતે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના (Kanti Amrutiya) અધ્યક્ષસ્થાને ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.

નવી વળતર પદ્ધતિ અંગે અપાઈ માહિતી

બેઠક દરમિયાન સરકારના નવા પરિપત્ર હેઠળ વળતર નક્કી કરવાની પ્રક્રિયા અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન (Power Line Compensation) દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ જૂની અને નવી પદ્ધતિ વચ્ચેનો તફાવત સમજાવી ખેડૂતોને નવા નિયમોથી મળનારા આર્થિક લાભોની પણ સમજ આપી.

ખેડૂતોના હિતોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા

રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ (Kanti Amrutiya) જણાવ્યું કે વીજ લાઇનના પ્રોજેક્ટ રાજ્યના વિકાસ માટે જરૂરી છે, પરંતુ તેની સાથે ખેડૂતોના હિતોનું રક્ષણ પણ એટલું જ મહત્વનું છે. સરકારનો પ્રયાસ છે કે અસરગ્રસ્ત ખેડૂતોને (Farmer Land Compensation) ન્યાયસંગત અને પારદર્શક રીતે વળતર મળે.તેમણે ખેડૂત પ્રતિનિધિઓને તાલુકા સ્તરે જાગૃતિ ફેલાવવા અને સરકારની નવી નીતિ અંગે ખેડૂતો સુધી સાચી માહિતી પહોંચાડવા પણ અપીલ કરી હતી.

કલેક્ટરે આપ્યો વિશ્વાસ

જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે વીજ કંપનીઓને ખેડૂતો સાથે સંવેદનશીલતા અને પારદર્શકતા સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. જો કોઈ ખેડૂતને વળતર અથવા અન્ય કોઈ પ્રશ્ન હોય તો તેઓ સંબંધિત મામલતદાર કચેરીમાં રજૂઆત કરી શકે છે, જ્યાં નિયમ મુજબ તેનો નિકાલ કરવામાં આવશે.

અધિકારીઓ અને ખેડૂત પ્રતિનિધિઓ રહ્યા હાજર

આ બેઠકમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ ખેડૂત આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.સરકારનો આ પ્રયાસ વીજ લાઇનના વિકાસકાર્યો અને ખેડૂતોના હિતો વચ્ચે સંતુલન જાળવવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો: મોરબીના જેતપરમાં વીજપોલ વળતર મુદ્દે ખેડૂતો અડગ, MRC કમિટીમાં જોડાવાનો ઇનકાર

આ પણ વાંચો: મોરબીમાં વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોનું મહા આંદોલન: 350 ગામના ખેડૂતોની કલેક્ટર કચેરી સુધી રેલી, નવી નીતિનો વિરોધ

આ પણ વાંચો: અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: લાયસન્સ રદ હોવા છતાં કેવી રીતે ચાલુ રહી ફેક્ટરી? હવે જવાબદારી કોની નક્કી થશે?