sports news/ ચેમ્પિયન સ્પેન પર અબજો રૂપિયાનો વરસાદ, રનર-અપ અર્જેન્ટીના પણ માલામાલ

ફીફા (FIFA)વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં સ્પેને અર્જેન્ટીનાને હરાવીને ટ્રોફી સાથે ૪૮૧ કરોડ રૂપિયાનું સૌથી મોટું ઇનામ જીત્યું છે. જાણો અન્ય ટીમોને મળેલી પ્રાઇઝ મનીની સંપૂર્ણ વિગતો.

Top Stories Trending Sports
Spain becomes FIFA World Champion.

Spor News/ ફીફા (FIFA)વર્લ્ડ કપ 2026 ની હાઇ-વોલ્ટેજ ફાઇનલમાં અર્જેન્ટીનાને 1-0 થી પરાસ્ત કરીને રોડ્રીની કેપ્ટનશીપ હેઠળ સ્પેનની ટીમે નવો ઇતિહાસ રચ્યો છે. એક્સ્ટ્રા ટાઇમ સુધી ખેંચાયેલી આ મહામેચમાં ફેરાન ટોરેસે ગોલ કરીને સ્પેનને વિશ્વ વિજેતા બનાવ્યું હતું. આ ઐતિહાસિક સફર સાથે જ સ્પેને માત્ર ગોલ્ડન ટ્રોફી જ કબજે નથી કરી, પરંતુ ફીફાના ઇતિહાસની સૌથી જંગી ઇનામી રકમ પણ પોતાના નામે કરી લીધી છે.

વિજેતા સ્પેનને મળ્યા રેકોર્ડ 481 કરોડ રૂપિયા

ફીફા દ્વારા નવ-વિજેતા સ્પેનિશ ટીમને 50 મિલિયન ડોલર (અંદાજે 481 કરોડ રૂપિયા)નું માતબર ઇનામ આપવામાં આવ્યું છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં ચેમ્પિયન ટીમને મળેલી આ સર્વોચ્ચ રકમ છે. આ અગાઉ વર્ષ 2022ના કતાર વર્લ્ડ કપમાં વિજેતા બનેલી અર્જેન્ટીનાને 42 મિલિયન ડોલર મળ્યા હતા, જેની સરખામણીએ આ વખતે વિજેતા રકમમાં 8 મિલિયન ડોલરનો મોટો વધારો કરાયો છે.

રનર-અપ અર્જેન્ટીના અને અન્ય ટીમો માટે પણ મબલખ ઇનામો

ફાઇનલમાં પરાજય પામેલી લિયોનેલ મેસીની અર્જેન્ટીના ટીમને રનર-અપ તરીકે 33 મિલિયન ડોલર (અંદાજે 318 કરોડ રૂપિયા) એનાયત કરાયા છે. તે સિવાય ત્રીજા ક્રમે રહેલી ઇંગ્લેન્ડની ટીમને 29 મિલિયન ડોલર (અંદાજે 279 કરોડ રૂપિયા) અને ચોથા સ્થાને રહેલી ફ્રાન્સની ટીમને 27 મિલિયન ડોલર (અંદાજે 260 કરોડ રૂપિયા) મળ્યા છે.

48 ટીમોના નવા ફોર્મેટમાં ફીફાનું ઐતિહાસિક બજેટ

આ વખતે ટૂર્નામેન્ટમાં 48 ટીમોનો સમાવેશ કરાતા ફીફાએ પ્રાઇઝ મનીના બજેટમાં મોટો ઉછાળો કર્યો હતો

ક્વાર્ટર ફાઇનલિસ્ટ ટીમો: 19 મિલિયન ડોલર (અંદાજે 183 કરોડ રૂપિયા)

રાઉન્ડ ઓફ 16 માંથી બહાર થયેલી ટીમો: 15 મિલિયન ડોલર (અંદાજે 144 કરોડ રૂપિયા)

રાઉન્ડ ઓફ 32 માંથી બહાર થયેલી ટીમો: 11 મિલિયન ડોલર (અંદાજે 106 કરોડ રૂપિયા)

ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયેલી ટીમો: 9 મિલિયન ડોલર (અંદાજે 87 કરોડ રૂપિયા)

મેચ રમે તે પહેલાં જ દરેક ટીમને 120 કરોડની ગેરંટી

ફીફાએ ક્વોલિફાય થનારી તમામ 48 ટીમોને ટૂર્નામેન્ટની શરૂઆત પહેલાં જ નાણાકીય સહયોગ પૂરો પાડ્યો હતો. દરેક ટીમને 10 મિલિયન ડોલર ક્વોલિફિકેશન બોનસ અને 2.5 મિલિયન ડોલર તૈયારીઓના ખર્ચ પેટે ચૂકવાયા હતા. એટલે કે મેદાનમાં ઉતરતા પહેલાં જ દરેક દેશની ટીમને 12.5 મિલિયન ડોલર (અંદાજે 120 કરોડ રૂપિયા)ની રકમ નિશ્ચિત થઈ ગઈ હતી. ફીફાએ આ વર્લ્ડ કપમાં કુલ 871 મિલિયન ડોલર (અંદાજે 8386 કરોડ રૂપિયા)નું ફંડ વહેંચ્યું છે, જે 2022 કરતાં 431 મિલિયન ડોલર વધુ છે.


આ પણ વાંચો:મેસીની આંખોમાં આંસુ: અર્જેન્ટીનાને હરાવી સ્પેને બીજી વખત ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો

આ પણ વાંચો:ફિફા વર્લ્ડ કપ ફાઇનલ પહેલા મેસ્સીની ટીમ પર તોળાયું સંકટ! ફેમસ સિંગરે લગાવ્યો ₹14.5 કરોડનો દાવ, ફેન્સ ચિંતામાં

આ પણ વાંચો: જીતેલી બાજી હારી ગયું ઇંગ્લેન્ડ! કોચ થોમસ ટુકેલની એક મોટી ભૂલ અને 39 વર્ષના મેસ્સીએ પલટી નાખ્યો ઇતિહાસ