Surat News/ બે બાળકોને છોડી મહિલા ભત્રીજા સાથે ફરાર, પીડિત પતિની હર્ષ સંઘવી સમક્ષ ન્યાયની માંગ

Woman Elopes: સુરતમાં બે બાળકોની માતા કથિત રીતે કૌટુંબિક ભત્રીજા સાથે ઘર છોડીને જતાં પતિએ પોલીસની નિષ્ક્રિયતાનો આક્ષેપ કર્યો છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સમક્ષ નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગ કરવામાં આવી

Gujrat Top Stories
Woman Elopes: બાળકોને છોડી મહિલા ભત્રીજા સાથે ફરાર

Surat News: સુરત શહેરમાંથી પરિવાર અને સંબંધોને ઝંઝોડીને મૂકે તેવી ઘટના સામે આવી છે. નાનપુરા વિસ્તારના એક પરિવારમાં બે સંતાનોની માતા (Woman Elopes) કથિત રીતે પોતાના જ કૌટુંબિક ભત્રીજા (Family Dispute) સાથે ઘર છોડીને જતી રહી હોવાનો આક્ષેપ પતિએ કર્યો છે. પીડિત પતિએ આ સમગ્ર મામલે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સમક્ષ ન્યાયની માંગ કરી છે.

પ્રેમલગ્ન બાદ વર્ષો સુધી સુખી સંસાર

પીડિત પતિના જણાવ્યા મુજબ, લગભગ 12 વર્ષ પહેલાં બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન તેમને એક દીકરી અને એક દીકરો થયો હતો. શરૂઆતના પાંચથી છ વર્ષ સુધી પરિવારનું જીવન સુખમય (Woman Elopes) રીતે ચાલતું હતું.પતિના આક્ષેપ મુજબ, છેલ્લા બે વર્ષ દરમિયાન પત્નીના કૌટુંબિક ભત્રીજાનું (Nephew) ઘરઆંગણે આવનજાવન વધતાં બંને વચ્ચે નજીકના સંબંધો બંધાયા હતા.

અફેરની જાણ થતાં પત્નીને સમજાવ્યાનો દાવો

પતિનો દાવો છે કે સંબંધોની જાણ થતાં તેમણે પત્નીને પરિવાર અને બાળકોનું ભવિષ્ય ધ્યાનમાં રાખીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પત્નીએ ભૂલ સ્વીકારી હોવાનું જણાવ્યું હતું, પરંતુ બાદમાં પણ બંને વચ્ચે સંપર્ક ચાલુ રહ્યો હોવાનો આરોપ છે.

રોકડ અને દાગીના લઈને ઘર છોડ્યાનો આક્ષેપ

પીડિતના જણાવ્યા મુજબ, 23 જૂનના રોજ પત્ની ઘરમાંથી રોકડ રકમ તેમજ દીકરીની સોનાની ચાર જોડી બુટ્ટીઓ લઈને ઘર છોડીને ચાલી ગઈ હતી. પતિનો આરોપ છે કે સમગ્ર ઘટનાનું અગાઉથી આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં અન્ય કેટલાક સંબંધીઓની પણ સંડોવણી હોઈ શકે છે.આ આક્ષેપોની સ્વતંત્ર રીતે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

પિતાના અવસાન બાદ પરિવાર પર વધુ આઘાત

પીડિતે જણાવ્યું કે પત્ની ઘર છોડીને ગયા બાદ માત્ર ત્રણ દિવસમાં તેમના પિતાનું અવસાન થયું હતું. એક પછી એક બનેલી ઘટનાઓના કારણે પરિવાર માનસિક રીતે ભારે આઘાતમાં આવી ગયો છે.

પોલીસ સામે નિષ્ક્રિયતાના આક્ષેપ

પતિએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 25 દિવસથી તેઓ અઠવા પોલીસ સ્ટેશનમાં રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી અસરકારક કાર્યવાહી થઈ નથી. તેમના જણાવ્યા મુજબ પોલીસ કમિશનર કચેરીમાં (Woman Elopes) પણ રજૂઆત કરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજ તપાસવાની સૂચના આપવામાં આવી હતી, છતાં યોગ્ય તપાસ થઈ નથી.આ અંગે પોલીસ તરફથી સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી.

ગૃહરાજ્ય મંત્રીને ન્યાય માટે અપીલ, પત્નીને સ્વીકારવાની પણ તૈયારી

પીડિત પતિએ જણાવ્યું કે તેઓ દ્રષ્ટિની સમસ્યાથી પીડાય છે અને ઓછી આવકમાં બે બાળકોનો ઉછેર કરી રહ્યા છે. તેમણે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને (Harsh Sanghavi) ન્યાય અપાવવા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવવાની અપીલ કરી છે.પીડિતે ભાવુક અપીલ કરતાં જણાવ્યું કે જો તેમની પત્ની પરત આવશે (Woman Elopes) તો બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેઓ તેને ફરી સ્વીકારવા તૈયાર છે. સાથે જ તેમણે આક્ષેપિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.


આ પણ વાંચો: ઇન્સ્ટા-લવનો કરૂણ અંજામ! મહેસાણામાં પત્ની પ્રેમી સાથે ફોર્ચ્યુનરમાં ફરાર, પતિને કાર નીચે કચડવાનો પ્રયાસ

આ પણ વાંચો: ગીર સોમનાથમાં પારિવારિક વિવાદમાં પત્નીની નિર્મમ હત્યા, પતિ છરીના ઘા ઝીંકીને ફરાર

આ પણ વાંચો: પતિએ પત્નીની કરી હત્યાઃ લોખંડની કોશના 7થી વધુ ઘા માર્યા, પતિ થયો ફરાર