National News/ સિક્કિમમાં ભૂસ્ખલન બાદ નિર્માણાધીન ટનલમાં 27 મજૂરો ફસાયા, મિથેન ગેસના ભય વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Sikkim Landslide: સિક્કિમના નામચી જિલ્લામાં ભૂસ્ખલન બાદ નિર્માણાધીન ટનલમાં 27 મજૂરો ફસાયા. મિથેન ગેસની આશંકા વચ્ચે પ્રશાસન અને NDRFની ટીમો દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે

NATIONAL Top Stories
Sikkim Landslide: ટનલમાં 27 મજૂરો ફસાયા

National News: સિક્કિમના નામચી જિલ્લામાં (Namchi) સોમવારે (Sikkim Landslide) એક ગંભીર અકસ્માત સર્જાયો છે. નિર્માણાધીન ટનલની બહાર અચાનક ભૂસ્ખલન થતાં અંદર કામ કરી રહેલા આશરે 27 મજૂરો ટનલમાં (27 Workers Trapped) ફસાઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન, પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મજૂરોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

સિક્કિમના નામચી જિલ્લામાં આવેલી સમરદુંગ સુરંગ (Samardung Tunnel) ખાતે આ ઘટના બની હતી. ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનને કારણે સુરંગનો પ્રવેશદ્વાર કાટમાળથી સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો, જેના કારણે અંદર કામ કરી રહેલા મજૂરો બહાર નીકળી શક્યા નહોતા.

Sikkim Landslide: ટનલમાં 27 મજૂરો ફસાયા
Sikkim Landslide: ટનલમાં 27 મજૂરો ફસાયા

ભૂસ્ખલનથી ટનલનો પ્રવેશ માર્ગ બંધ

Sikkim Landslide: ટનલમાં 27 મજૂરો ફસાયા
Sikkim Landslide: ટનલમાં 27 મજૂરો ફસાયા

પ્રાથમિક માહિતી અનુસાર, ભારે વરસાદ (Heavy Rain Sikkim) બાદ થયેલા ભૂસ્ખલનને કારણે ટનલનો (Namchi Tunnel) પ્રવેશ માર્ગ કાટમાળથી બંધ થઈ ગયો હતો. જેના કારણે અંદર કામ કરી રહેલા મજૂરો બહાર નીકળી શક્યા નહોતા. બચાવ ટીમો ભારે મશીનોની મદદથી કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહી છે.

મિથેન ગેસની આશંકાએ વધારી મુશ્કેલી

બચાવ કામગીરી દરમિયાન સૌથી મોટી મુશ્કેલી ટનલની અંદર મિથેન ગેસ (Methane Gas) હોવાની આશંકા બની છે. ગેસના જોખમને કારણે રેસ્ક્યૂ ઓપરેશન ખૂબ જ સાવધાનીપૂર્વક હાથ ધરવામાં આવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ગેસની હાજરીને કારણે બચાવકર્મીઓને વિશેષ સુરક્ષા સાધનો સાથે કામ કરવું પડી રહ્યું છે.

કેટલાક બચાવકર્મીઓની તબિયત બગડી

Sikkim Landslide: ટનલમાં 27 મજૂરો ફસાયા
Sikkim Landslide: ટનલમાં 27 મજૂરો ફસાયા

રેસ્ક્યૂ દરમિયાન મિથેન ગેસના સંભવિત પ્રભાવને કારણે કેટલાક બચાવકર્મીઓની તબિયત લથડી હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમને તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવી છે. હાલ આરોગ્ય ટીમો પણ ઘટનાસ્થળે તૈનાત રાખવામાં આવી છે.

સતત ચાલી રહ્યું છે બચાવ અભિયાન

પ્રશાસને જણાવ્યું છે કે ફસાયેલા તમામ મજૂરોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. બચાવ ટીમો ગેસની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જરૂરી તકેદારી સાથે ટનલ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.પ્રારંભિક અહેવાલો મુજબ સુરંગની અંદર 27 કામદારો ફસાયેલા છે. તેમાં 21 કામદારો પટેલ એન્જિનિયરિંગ કંપનીના કર્મચારીઓ છે, જ્યારે 6 કામદારો NHPC (નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન) સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું છે કે ફસાયેલા લોકોની ચોક્કસ સંખ્યાની હજુ પણ ચકાસણી કરવામાં આવી રહી છે. તેથી તપાસ આગળ વધતા આ આંકડામાં ફેરફાર થઈ શકે છે. બચાવ ટીમો યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે.


આ પણ વાંચો: દરિયાઈ હુમલામાં 4 ભારતીયોના મોત, ઓડેસાથી નીકળેલા કાર્ગો જહાજ પર મિસાઇલ હુમલો; એક ક્રૂ સભ્ય ગંભીર

આ પણ વાંચો: જંતર-મંતર પર CJPના સમર્થકોને પોલીસે હટાવ્યા, સંસદ નજીક હંગામા બાદ સુરક્ષા કડક

આ પણ વાંચો:‘એજ્યુકેશન પોલિસીમાં ગડબડ, સરકાર ચર્ચાથી ભાગી રહી છે’: પ્રિયંકા ગાંધીના સરકાર પર આકરા પ્રહાર