Ahmedabad News/ ગુજરાતમાં 28 IAS અધિકારીઓની બદલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી સહિત અનેક જગ્યાએ નવી નિયુક્તિઓ

ગુજરાત સરકારે (Gujarat Government,)રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરતાં કુલ 28 IAS Officerની બદલી અને નવી નિયુક્તિઓ જાહેર કરી છે

Gujarat Ahmedabad Top Stories Others Breaking News
ગુજરાત સરકારે (Gujarat Government,)રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરતાં કુલ 28 IAS Officerની બદલી અને નવી નિયુક્તિઓ જાહેર કરી છે

Ahmedabad News : ગુજરાત સરકારે (Gujarat Government,)રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરતાં કુલ 28 IAS Officerની બદલી અને નવી નિયુક્તિઓ જાહેર કરી છે. આ ફેરફારો હેઠળ અનેક જિલ્લાઓ તેમજ મહાનગરોમાં નવા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી વહીવટી કામગીરીમાં વધુ ઝડપ અને અસરકારકતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

બદલીના આદેશ મુજબ પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર એચ.જે. પ્રજાપતિને અમરેલી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ સુરત SUDAના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સુથાર રાજ રમેશચંદ્રને પોરબંદર મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોષીની પણ બદલી (Transfer)કરવામાં આવી છે. તેમને હવે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)માં સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર (Joint Managing Director) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ બદલીને વહીવટી તંત્રને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. આગામી દિવસોમાં નવા અધિકારીઓ પોતાની નવી જવાબદારીઓ સંભાળશે અને વિવિધ વિભાગોમાં કામગીરીને વધુ ગતિ મળશે.


આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલીઓ શક્ય, અનેક કલેક્ટરો બદલાશે

આ પણ વાંચો :  ગુજરાત : રાજ્યમાં બદલીઓનો દોર શરૂ, 50 IAS અધિકારીઓની સાગમટે બદલી, 11 જિલ્લામાં નવા કલક્ટરોની કરાઈ નિમણૂંક

આ પણ વાંચો : રાજ્યના 109 IASની સામૂહિક બદલીઓ ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં ટોપ ટુ બોટમ ફેરફાર લાંબા સમયથી IAS બદલીની ચાલતી હતી ચર્ચા મહત્વના વિભાગના અધિકારીઓ