Surat News: સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે એસટી બસ ચાલકની બેદરકારીનો એક વિડાયો સોશિયલ મિડાયામાં વાયરલ થયો છે. ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં BRTS રૂટમાં એક ST બસ રોંગ સાઈડમાં ઘૂસી જતાં ઈમરજન્સી એમ્બ્યુલન્સનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. સાયરન વાગતું હોવા છતાં બસને રસ્તો ન મળતાં એમ્બ્યુલન્સને લાંબું અંતર રિવર્સમાં જવાની ફરજ પડી હતી. આ ઘટનાએ વરસાદી માહોલમાં ટ્રાફિક શિસ્ત અને ઈમરજન્સી સેવાઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
BRTS રૂટમાં રોંગ સાઈડ ઘૂસી ST બસ
સુરતના ભેસ્તાન વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન BRTSના વિશિષ્ટ રૂટમાં એક ST બસ (ST Bus)નિયમોનો ભંગ કરીને રોંગ સાઈડ (Wrong Side Driving)માં પ્રવેશી ગઈ હતી. વરસાદને કારણે રસ્તાઓ પર પહેલેથી જ વાહનવ્યવહાર ધીમો હતો, ત્યારે આ બેદરકારીએ વધુ મુશ્કેલી ઊભી કરી હતી. નિયત રૂટ પર આવી રહેલી ઈમરજન્સી એમ્બ્યુલન્સ (Ambulance)સતત સાયરન વગાડતી રહી હતી, છતાં રોંગ સાઈડમાં ઊભેલી ST બસને કારણે તેને આગળ વધવાનો કોઈ માર્ગ મળ્યો નહોતો. આખરે બસ પાછળ ન ખસતા એમ્બ્યુલન્સ ચાલકે લાંબું અંતર રિવર્સમાં ગાડી ચલાવવાની ફરજ પડી, જેના કારણે દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં કિંમતી સમયનો વિલંબ થયો.
ટ્રાફિક શિસ્ત અને જવાબદારી પર સવાલ
આ ઘટનાએ ફરી એકવાર ટ્રાફિક નિયમો (Traffic Rules)ના પાલન અને જાહેર પરિવહનના ડ્રાઇવરોની જવાબદારી અંગે ચર્ચા જગાવી છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન નિયમોનું કડક પાલન અને ઈમરજન્સી વાહનોને તાત્કાલિક રસ્તો આપવાની ફરજ હોવા છતાં આવી બેદરકારી ચિંતાજનક માનવામાં આવી રહી છે.મુશળધાર વરસાદ દરમિયાન દૃશ્યતા ઓછી હોવાના કારણે રોંગ સાઈડ ડ્રાઇવિંગ વધુ જોખમી બની જાય છે. આવી સ્થિતિમાં સરકારી બસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ થતાં અકસ્માતની સંભાવના પણ વધી જાય છે.
આ પણ વાંચો: સુરતમાં ટ્રેક્ટર ચાલકની બેદરકારીએ ત્રણનો જીવ લીધો, આખો પરિવાર સાફ
આ પણ વાંચો:સુરતમાં કાર ચાલકની બેદરકારીને કારણે તોતિંગ ગેટ પડતાં 4 વર્ષની બાળકીનું મોત
આ પણ વાંચો:વડોદરામાં સ્કૂલ વાન ચાલકની બેદરકારી, બે વિદ્યાર્થીનીઓ નીચે પટકાઈ
