Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Patan News/ પાટણના ચાણસ્મામાં રૂ.7.16 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 33 સામે ગુનો; 20 આરોપીઓ ઝડપાયા

Patan Cyber Fraud: પાટણના ચાણસ્મામાં ₹7.16 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. બેંક ખાતા ભાડે લઈ દેશભરના 35 સાયબર ગુનાઓમાં ઉપયોગ કરનાર ગેંગ સામે 33 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જ્યારે 20ની ધરપકડ કરવામાં આવી

July 21, 2026Jaymin Dhiman
Gujrat Trending
Patan Cyber Fraud: 7.16 કરોડનો સાયબર કાંડ

Patan News: ગુજરાતમાં સાયબર ગુનાખોરીના વધતા જતાં કેસો વચ્ચે પાટણ જિલ્લાના ચાણસ્મામાં (Chanasma Cyber Crime) કરોડો (Patan Cyber Fraud) રૂપિયાના સાયબર ફ્રોડનું  મોટું નેટવર્ક પોલીસના હાથે ઝડપાયું છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ગેંગ સામાન્ય લોકોના બેંક ખાતાઓ ભાડે મેળવી દેશભરના સાયબર ગુનેગારોને ઉપલબ્ધ કરાવતી હતી. પોલીસે અત્યાર સુધી 33 લોકો સામે ગુનો નોંધ્યો છે અને 20 આરોપીઓની ધરપકડ કરી છે.

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ હેઠળ મોટો ખુલાસો

ચાણસ્મા પોલીસે રાજ્ય અને કેન્દ્ર સરકારની સાયબર (Patan Cyber Fraud) ક્રાઈમ વિરોધી ઝુંબેશ ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0‘ તેમજ ‘સમન્વય પોર્ટલ’ના આધારે (Operation Mule Hunt 2.0) તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એવા બેંક ખાતાઓની ઓળખ કરવામાં આવી હતી, જેનો ઉપયોગ દેશભરમાં થયેલા સાયબર ગુનાઓમાંથી મેળવાયેલી રકમના વ્યવહારો માટે કરવામાં આવતો હતો.

કમિશનની લાલચ આપીને ભાડે લેવાતા બેંક ખાતા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચાણસ્મા, ઈટોડા, ખાંભેલ અને પાટણ (Patan Cyber Fraud)  વિસ્તારના કેટલાક વચેટિયાઓ સામાન્ય લોકોનો સંપર્ક કરતા હતા. તેઓ લોકોને દર મહિને નક્કી રકમ અથવા એક વખતનું કમિશન આપવાની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવતા અને ત્યારબાદ આ ખાતાઓ સાયબર ગુનેગારોને ભાડે આપી દેતા હતા.

સાયબર ગુનાઓમાં થતો હતો ખાતાઓનો ઉપયોગ

Patan Cyber Fraud: 7.16 કરોડનો સાયબર કાંડ
Patan Cyber Fraud: 7.16 કરોડનો સાયબર કાંડ

ભાડે મેળવાયેલા આ બેંક ખાતાઓનો ઉપયોગ ડિજિટલ અરેસ્ટ (Digital Arrest Scam) , ઓનલાઈન રોકાણ છેતરપિંડી, ન્યુડ વીડિયો બ્લેકમેઇલિંગ, APK ફાઇલ અથવા ફિશિંગ લિંક (Phishing Scam) મોકલી રૂપિયા પડાવવાના ગુનાઓ તેમજ ઓનલાઈન સટ્ટાબાજી જેવા અનેક પ્રકારના સાયબર ગુનાઓમાંથી મળેલા નાણાં ટ્રાન્સફર કરવા માટે થતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

રૂ.7.16 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો ખુલાસો

તપાસ દરમિયાન દેશભરના 35 અલગ-અલગ સાયબર ગુનાઓ સાથે સંકળાયેલા 11 બેંક ખાતાઓમાં અંદાજે રૂ.5.16 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. આ ઉપરાંત અન્ય ખાતાઓમાં આશરે રૂ.1.99 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવતા કુલ રૂ.7,16,14,895ના શંકાસ્પદ વ્યવહારોનો ખુલાસો થયો છે.

પાસબુક, ATM કાર્ડ અને સિમકાર્ડ પણ સોંપવામાં આવતા

વચેટિયાઓ ખાતાધારકોને એક ખાતા બદલ રૂ.3,000થી રૂ.15,000 સુધીનું કમિશન ચૂકવતા હતા. તેના બદલામાં ખાતાધારકો પાસેથી પાસબુક, ATM કાર્ડ, ચેકબુક તેમજ તેમના નામે લીધેલા નવા સિમકાર્ડ મેળવી લેવામાં આવતા હતા. આ તમામ દસ્તાવેજો અને સાધનો પછી સાયબર ગેંગના મુખ્ય સંચાલકો સુધી પહોંચાડવામાં આવતા હતા.

33 સામે ગુનો, 20 આરોપીઓ ઝડપાયા

ચાણસ્મા પોલીસે સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 અને માહિતી પ્રૌદ્યોગિકી (IT) અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ 33 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. અત્યાર સુધી 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા તપાસ અને દરોડાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિ કમિશન અથવા સરળ કમાણીની લાલચમાં પોતાનું બેંક ખાતું, ATM કાર્ડ, ચેકબુક અથવા સિમકાર્ડ અન્ય કોઈને સોંપે નહીં. આવા કૃત્યમાં સંડોવણી સાબિત થાય તો ખાતાધારક સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.


આ પણ વાંચો: અમદાવાદમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશ: 75થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ

આ પણ વાંચો: જૂનાગઢમાં ₹39.53 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

આ પણ વાંચો: ગીર સોમનાથમાં ₹310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 5 સાયબર ઠગ જેલભેગા

Post navigation

નેપાળ સરકારે 1 રૂપિયાના સિક્કાની ડિઝાઇનમાં લીધો મોટો નિર્ણય
આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

More Posts

Himachal Pradesh News/ હિમાચલ પ્રદેશમાં 60 કરોડ વર્ષ જૂના અવશેષો મળી આવ્યા! પૃથ્વીનું પણ રહસ્ય ઉકેલાયું

May 19, 2025May 19, 2025Komal Patel

nepal news/ ઉગ્ર વિરોધ પ્રદર્શનો બાદ નેપાળે સોશિયલ મીડિયા એપ્સ પરનો પ્રતિબંધ હટાવ્યો

September 9, 2025Pansara Shruti

Lifestyle/ કિચન સિંક અને પ્લેટફોર્મ સ્લૅબ ગંદા થઇ ગયા છે? મિનિટોમાં થશે સાફ, અઠવાડિયામાં એકવાર આ ટિપ્સ ફૉલો કરો…

October 4, 2025October 4, 2025Sangita Purohit Jani

Not Set/ જુઓ, આ છે સિંગાપુરમાં વસતું લિટલ ઇન્ડિયા, જોવા મળે છે લાજપત નગર જેવો નજારો

June 11, 2018June 11, 2018Harshid Patel

nasa news/ સ્પેસએક્સે સુનિતા વિલિયમ્સને પરત લાવવા ખાસ મિશન શરૂ કર્યું, જાણો તે ક્યારે પરત આવશે

September 29, 2024Mansi Panara

Kangana Ranaut news/ ‘CBIએ કંગના રનૌતની ધરપકડ કરવી જોઈએ’, પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના વિવાદિત નિવેદનને લઈને કરી મોટી માંગ

August 27, 2024Maya Sindhav
સાત જન્મો

Not Set/ વર્ષ 2021 માં આ સ્ટાર્સે સાત જન્મો સુધી સાથ નિભાવવાની ખાધી કસમ

December 21, 2021December 21, 2021Maya Sindhav
Sarv Pitru Amavasya 2026 એ દાન-પુણ્યનું Auspicious Importance જાણો!

Pitru Paksh/ સર્વ પિતૃ અમાવસ્યા પર આ 5 વસ્તુઓ કરો દાન…પ્રસન્ન થશે પૂર્વજો…જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ!

October 9, 2026October 8, 2026Sangita Purohit Jani
Air India's bumper offe

Air India's Bumper Offer/ એર ઈન્ડિયાની બમ્પર ઓફર… 1470 રૂપિયામાં હવાઈ મુસાફરી, સસ્તામાં દુબઈ-યુરોપ જવાની તક

August 18, 2023khusbu pandya

World News/ H1B વિઝા અને ટેરિફની નકારાત્મક અસર! અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો

October 9, 2025Pansara Shruti
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy