Ahmedabad News/ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના ધારણા: દિલ્હી પ્રદર્શનના વિરોધમાં પ્રદેશ પ્રમુખ સહિત કાર્યકરો જોડાયા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

દિલ્હીમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન (Ahmedabad BJP Protest)ના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય બહાર ભાજપે ધરણાં યોજ્યાં. જગદીશ વિશ્વકર્મા સહિત આગેવાનો જોડાયા, પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad BJP Protest: કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપનો ઉગ્ર વિરોધ

Ahmedabad News: દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના સત્તાવાર નિવાસસ્થાન નજીક કોંગ્રેસ દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન (Ahmedabad BJP Protest)ના પડઘા હવે ગુજરાતના રાજકારણમાં પણ જોવા મળી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ગુજરાત પ્રદેશ એકમ દ્વારા અમદાવાદમાં આવેલા કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન બહાર ધરણાં અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.

Ahmedabad BJP Protest:રાજીવ ગાંધી ભવન બહાર ભાજપનું પ્રદર્શન

આ પ્રદર્શનમાં ભાજપ (BJP)ના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) સહિત પ્રદેશના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ કોંગ્રેસના વિરોધ (Ahmedabad BJP Protest)માં સૂત્રોચ્ચાર કર્યા અને દિલ્હીમાં થયેલા વિરોધ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો.

કોંગ્રેસ કાર્યાલય બહાર કડક પોલીસ બંદોબસ્ત

વિરોધ પ્રદર્શન (Ahmedabad BJP Protest) દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યાલય આસપાસના સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

ઝોન-7 સહિત વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઉપરાંત JCP, DCP, ACP, PI અને PSI કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કોંગ્રેસ કાર્યાલય તરફ જતાં મુખ્ય માર્ગો પર ડબલ લેયર બેરિકેડિંગ કરીને વિસ્તારને સુરક્ષિત બનાવવામાં આવ્યો હતો.

રાજકીય માહોલ ગરમાયો

દિલ્હીની ઘટનાના પગલે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય આક્ષેપ-પ્રત્યાઆક્ષેપો વધુ તેજ બન્યા છે. બંને પક્ષો પોતાના વલણને સમર્થન આપવા માટે જાહેર કાર્યક્રમો યોજી રહ્યા છે. અમદાવાદમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શન (Ahmedabad BJP Protest)ને કારણે કોંગ્રેસ કાર્યાલય આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસની દેખરેખ હેઠળ સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળે છે.


આ પણ વાંચો:ભાજપ શાસનમાં ભાજપના જ નેતાઓનો પોલીસ સામે મોરચો, ધારીમાં ખેડૂતો પર હુમલા બાદ ઉગ્ર વિરોધ

આ પણ વાંચો:અમદાવાદમાં વધુ એક વોર્ડ રામોલ-હાથીજણમાં ભાજપના ઉમેદવારોનો વિરોધ

આ પણ વાંચો:મહેસાણા ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર પૂર્વ ઉપપ્રમુખ સહિત 5 નેતાઓ 6 વર્ષ માટે સસ્પેન્ડ