Junagadh News/ સોનમ વાંગચુક પર લાઠીચાર્જ અને રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં માંગરોળમાં પ્રદર્શન

Mangrol Congress Protest: જૂનાગઢના માંગરોળમાં કોંગ્રેસે સોનમ વાંગચુક પર થયેલા લાઠીચાર્જ અને રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં આક્રોશ રેલી યોજી. મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા અને લોકશાહી બચાવવાના નારા લગાવ્યા.

Gujrat Trending
Mangrol Congress Protest: માંગરોળમાં ઉગ્ર પ્રદર્શન

Junagadh News: દિલ્હીમાં પર્યાવરણવિદ્ સોનમ વાંગચુક (Sonam Wangchuk Protest), વિદ્યાર્થીઓ અને યુવાનો પર થયેલા પોલીસ લાઠીચાર્જ તેમજ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયતના (Rahul Gandhi Detention) વિરોધમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા માંગરોળ ખાતે આક્રોશ રેલી યોજવામાં (Mangrol Congress Protest) આવી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલની આગેવાનીમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા.

કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્ર સરકારની નીતિઓ સામે સૂત્રોચ્ચાર કરી લોકશાહી અને બંધારણના રક્ષણની માંગ ઉઠાવી હતી. ‘લોકશાહી બચાવો’ના નારા સાથે યોજાયેલી રેલીમાં સરકાર પર વિરોધના અવાજને દબાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Mangrol Congress Protest: ‘સરકારી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે’

Mangrol Congress Protest: માંગરોળમાં ઉગ્ર પ્રદર્શન
Mangrol Congress Protest: માંગરોળમાં ઉગ્ર પ્રદર્શન

પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓએ આરોપ લગાવ્યો કે સરકાર પોતાના વિરોધમાં ઊઠતા અવાજને દબાવવા માટે પોલીસ અને અન્ય સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી સામે લેવાયેલી કાર્યવાહી બદલાની રાજનીતિનું ઉદાહરણ છે અને કોંગ્રેસનો દરેક કાર્યકર શેરીથી લઈને સંસદ સુધી બંધારણના રક્ષણ માટે લડત ચાલુ રાખશે.

અમિત પટેલે સરકાર પર સાધ્યા પ્રહાર

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું કે દિલ્હીમાં વિદ્યાર્થીઓ, યુવાનો અને સોનમ વાંગચુક જેવા લોકો પર થયેલી પોલીસ કાર્યવાહી અત્યંત (Junagadh Congress Rally) નિંદનીય છે. તેમણે આરોપ લગાવ્યો કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન પર ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કરીને લોકશાહીના મૂળભૂત અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે.તેમણે વધુમાં કહ્યું કે ભારતીય બંધારણ દરેક નાગરિકને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર આપે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં તે અધિકાર પર હુમલો થઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે.

મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

માંગરોળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ રેલીમાં ભાગ લીધો હતો. કોંગ્રેસે જણાવ્યું કે લોકશાહી અને બંધારણના રક્ષણ માટે આવનારા સમયમાં પણ આંદોલન ચાલુ રહેશે.


આ પણ વાંચો: વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કેસમાં સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી ટાળી, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી

આ પણ વાંચો: જંતર-મંતર વિરોધ: શશિ થરૂરે અમિતાભ બચ્ચનની 2012ની પોસ્ટ શેર કરતાં સોશિયલ મીડિયા પર શરૂ થયો નવો વિવાદપર ગરમાયું રાજકારણ

આ પણ વાંચો: દિલ્હીમાં સંસદ માર્ચ બાદ તણાવ યથાવત, હિંસા કેસમાં 10 FIR; 2 હજાર CRPF જવાનો તૈનાત