sports news/ કોમનવેલ્થ ગેમ્સ 2026: ગ્લાસગોમાં ભારતીય ખેલાડીઓ રચશે ઈતિહાસ; જાણો 126 એથ્લીટ્સનું સંપૂર્ણ શેડ્યૂલ

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games )૨૦૨૬નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. ૨૩ જુલાઈથી શરૂ થનારા આ રમતોત્સવમાં ભારત તરફથી ૧૨૬ ઍથ્લીટ્સ મેડલ જીતવા મેદાનમાં ઉતરશે. જાણો તમામ ભારતીય ખેલાડીઓની યાદી અને મેચ ટાઈમિંગ.

Top Stories Sports
Indian athletes to create history at the Commonwealth Games.

રમતગમત ક્ષેત્રનો મહાકુંભ ગણાતી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)2026 માટેની કાઉન્ટડાઉન ઘડિયાળ શરૂ થઈ ચૂકી છે. આ વખતે સ્કોટલૅન્ડના ગ્લાસગો શહેર ખાતે 23 જુલાઈથી 2 ઓગસ્ટ 2026 દરમિયાન 23 મી આવૃત્તિનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં વિશ્વના 74 દેશોમાંથી લગભગ 3000 જેટલા ઍથ્લીટ્સ પેરા-સ્પોર્ટ્સ સહિત 13 જેટલી રમતગમતોમાં પોતાનું કૌશલ્ય દાખવશે.

ભારત તરફથી આ વખતે 126 ખેલાડીઓ (Team India)નું મજબૂત દળ (77 પુરુષ અને 48 મહિલા ઍથ્લીટ્સ) મેડલની રેસમાં ઉતરવા જઈ રહ્યું છે. ભારતીય દળમાં સૌથી વધુ 32 ખેલાડીઓ એથ્લેટિક્સ ક્ષેત્રે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ભારતીય ઍથ્લીટ્સની રમતવાર સંપૂર્ણ યાદી

ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટ્સ (32 ખેલાડીઓ)

ટ્રેક-14 ભારતીય ખેલાડી

ગુરિંદરવીરસિંહ (100 m)

અનીમેશ કુજૂર (200m)

વિશાલ ટીકે અને રાજેશ રમેશ (400m & મિક્સ્ડ રિલે)

ગુલવીર સિંહ (5000m & 10000m)

તેજસ શિરસે (110m વિઘ્ન દોડ)

યશસ પલક્ષ અને સંતોષ કુમાર (400m વિઘ્ન દોડ)

રશદીપ કૌર, નીરુ પાઠક, અંસા બાબુ (મહિલા 400m & રિલે)

પારુલ ચૌધરી (3000m સ્ટીપલચેઝ & 5000m)

પ્રિયંકા ગોસ્વામી અને રવીના ગાયકવાડ (10000m વૉક)

ફિલ્ડ-18  ખેલાડી

દેવ મીણા અને કુલદીપ કુમાર (પોલ વોલ્ટ)

સરવેશ કુશારે, આદર્શ રામ, તેજસ્વિન શંકર (ઊંચી કૂદ)

મુરલી શ્રીશંકર અને લોકેશ સત્યનાથન (લાંબી કૂદ)

પ્રવીણ ચિત્રવેલ અને સેલ્વા પ્રભુ (ટ્રિપલ જમ્પ)

સમરદીપ ગિલ, તજિંદરપાલ સિંહ તૂર, મનપ્રીત કૌર (શૉટ પુટ)

નીરજ ચોપરા, રોહિત યાદવ, યશ વીર સિંહ (જેવલિન થ્રો)

પૂજા સિંહ (મહિલા ઊંચી કૂદ)

સીમા કાલીરામના અને નિધિ રાની (ડિસ્કસ થ્રો)

પેરા એથ્લેટિક્સ (11 ખેલાડીઓ)

પેરા ટ્રેક 5 ખેલાડીઓ

રાકેશ ભટ્ટ, શ્રેયાંશ ત્રિવેદી (T38 100m)

મોહમ્મદ બાસિલ, દિલીપ ગાવિત (T47 100m)

રમેશ શનમુગમ (T54 1500m)

પેરા ફિલ્ડ 6  ખેલાડી

દેવેન્દ્ર કુમાર, સાગર થાયટ (F44 ડિસ્કસ થ્રો)

શુભમ જુયાલ, સોમન રાણા, શર્મિલા ધનખડ, શિલ્પા શાયલા (F57 શૉટ પુટ)

બોક્સિંગ (14 ખેલાડીઓ)

પુરુષો:

જદુમણિ સિંહ (55kg)

સચિન સિવાચ (60kg)

આદિત્ય પ્રતાપ સિંહ (65kg)

સુમિત કુંડૂ (70kg)

અંકુશ (80kg)

કપિલ પોખરિયા (90kg)

નરેન્દ્ર બેરવાલ (90+kg).

મહિલા :

સાક્ષી ચૌધરી (51kg)

પ્રીતિ પવાર (54kg)

જેસમિન લેમ્બોરિયા (57kg)

પ્રિયા ઘનઘસ (60kg)

પરવીન હુડા (65kg)

અરુંધતિ ચૌધરી (70kg)

 લવલીના બોર્ગોહેન (75kg)

 જ્યુડો (14 ખેલાડીઓ)

પુરુષ :

હર્ષ સિંહ (60kg)

રોહિત મજગુલ (66kg)

અરુણ કુમાર (73kg)

હર્ષ તોકસ (81kg)

કરનજીત સિંહ માન (90kg)

અવતાર સિંહ (100kg)

યશ ઘંઘાસ (100+kg)

મહિલા :

અસ્મિતા ડે (48kg)

 શ્રદ્ધા ચોપડે (52kg)

યામિની મૌર્ય (57kg)

ઉન્નતિ શર્મા (63kg)

ઈનુંગનબી તખેલંબમ (70kg)

ઈશરૂપ નારંગ (78kg)

તુલિકા માન (78+kg)

સ્વિમિંગ અને પેરા સ્વિમિંગ (10 ખેલાડીઓ)

સામાન્ય સ્વિમિંગ :

શ્રીહરિ નટરાજ

આર્યન નેહરા

સાજન પ્રકાશ

અનીશ એસ ગૌડા

ધક્ષન શશિકુમાર

પેરા સ્વિમિંગ :

રવિ વીરા વેંકટ બુડિગિના (S7)

અલી ઈમામ (S13)

સુયશ નારાયણ જાધવ (S7)

ચૈતન્ચ કુલકર્ણી (S14)

સ્વાતિક પાટિલ (S7)

વેઇટલિંફ્ટિંગ (12 ખેલાડીઓ)

પુરુષ :

ઋષિકંત સિંહ (60kg)

એમ રાજા (65kg)

અજય બાબુ (79kg)

દિલબાગ સિંહ (94kg)

લવપ્રીત સિંહ (110+kg)

મહિલા :

મીરાબાઈ ચાનૂ (48kg) , જ્ઞાનેશ્વરી યાદવ (53kg) , બિંદ્યારાની દેવી (58kg) , હરજિંદર કૌર (69kg) , સંજના (77kg), સેરમ નિરૂપમા દેવી (86kg) , માર્ટિના દેવી (86+kg)

અન્ય રમતોના ભારતીય દળ

ટ્રેક સાઇકલિંગ :

રોનાલ્ડો સિંહ , ડેવિડ બેકહમ, જેમ્શ સિંહ, દિનેશ કુમાર, રોજિત સિંહ , સેખોં હર્ષવીર સિંહ, લીશા દાસ (પેરા)

આર્ટિસ્ટિક જીમ્નાસ્ટિક્સ : તપન મોહંતી, તાપેશ્વરનાથ દાસ, સ્વાતિશ કેપી, સત્યજીત મંડલ, પ્રણતિ નાયક, નિશ્કા અગ્રવાલ, એશિતા રેવાલે, પ્રતિષ્ઠા સામંત

3x૩ વ્હીલચેર બાસ્કેટબોલ :

રીના ગુપ્તા, ઈરેંગબમ ચાનૂ, જાધવ મીનાક્ષી, રાયનવાર લક્ષ્મી

કોમનવેલ્થ ગેમ્સ 2026:ભારતનું દૈનિક ઈવેન્ટ શેડ્યૂલ

23 જુલાઈ (ગુરુવાર) : રાત્રે 10:30 વાગ્યાથી ભવ્ય ઓપનિંગ સેરેમની

24 જુલાઈ (શુક્રવાર) :  મીરાબાઈ ચાનૂની ફાઇનલ મેચ; સ્વિમિંગ, બોક્સિંગ, જીમ્નાસ્ટિક્સ અને પાવરલિંફ્ટિંગની શરૂઆત

25 જુલાઈ (શનિવાર) : મહિલા જીમ્નાસ્ટિક્સ ટીમ ફાઇનલ; સ્વિમિંગ મેડલ રેસ

26 જુલાઈ (રવિવાર) : વ્યક્તિગત ઓલ-અરાઉન્ડ જીમ્નાસ્ટિક્સ ફાઇનલ; 60kg અને 65kg વેઇટલિંફ્ટિંગ ઈવેન્ટ્સ

27 જુલાઈ (સોમવાર) :  ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટ્સની ધમાકેદાર શરૂઆત; જીમ્નાસ્ટિક્સ એપેરેટસ ફાઇનલ

28 જુલાઈ (મંગળવાર) : એથલેટિક્સ અને વેઇટલિંફ્ટિંગ સ્પર્ધાઓ; બોક્સિંગ ક્વાર્ટર-ફાઇનલ્સ.

29 જુલાઈ (બુધવાર) :  પુરુષોની શૉટ પુટ ફાઇનલ અને રિલે સ્વિમિંગ ફાઇનલ્સ

30 જુલાઈ (ગુરુવાર) : પુરુષોની જેવલિન ક્વોલિફિકેશન અને ટ્રિપલ જમ્પ ફાઇનલ

31 જુલાઈ (શુક્રવાર) :  બોક્સિંગ સેમિ-ફાઇનલ્સ અને મિક્સ્ડ 4x400m રિલે રેસ

1 ઓગસ્ટ (શનિવાર) : નીરજ ચોપરાની જેવલિન ફાઇનલ; બોક્સિંગ ગોલ્ડ મેડલ મેચો

2 ઓગસ્ટ (રવિવાર) : વિવિધ રમતોની અંતિમ ફાઇનલ્સ; રાત્રે 10:30 વાગ્યાથી ક્લોઝિંગ સેરેમની

કોમનવેલ્થ ગેમ્સનો સમૃદ્ધ ઈતિહાસ (1930 થી 2026)

1930 માં કેનેડાથી શરૂ થયેલી આ વૈશ્વિક રમતગમતની 23 મી આવૃત્તિનું આયોજન ફરી એકવાર સ્કોટલૅન્ડ કરી રહ્યું છે. અત્યાર સુધી યોજાયેલી તમામ આવૃત્તિઓમાંથી ભારતે માત્ર 4 વખત (1930, 1950, 1962 અને 1986) જ ભાગ લીધો નહોતો. 2010માં ભારતના નવી દિલ્હી ખાતે પણ આ ગેમ્સનું સફળ આયોજન થઈ ચૂક્યું છે.


આ પણ વાંચો : રોહિત શર્મા-નીતા અંબાણીની મુલાકાતે અટકળો તેજ, શું IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સમાં બદલાશે કેપ્ટન?

આ પણ વાંચો :હોકી વર્લ્ડ કપ 2026:  ભારતીય ટીમની જાહેરાત, હરમાનપ્રીત સિંહને કમાન; 4 અનુભવી ખેલાડીઓ ડ્રોપ

આ પણ વાંચો :વાઈડ, ડેડ બોલ અને કોચની એન્ટ્રી; ભારતીય ક્રિકેટ મેચોમાંના નિયમોમાં ધરખમ ફેરફાર