Gujarat News/ ગુજરાતમાં મેઘતાંડવ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, ઉમરગામમાં 42 ઇંચ વરસાદ; NDRF, SDRF અને આર્મી મેદાને

Gujarat Red Alert: ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ઉમરગામમાં સવારે 10 વાગ્યા સુધી 42 ઇંચ વરસાદ નોંધાયો છે. NDRF, SDRF અને આર્મીની ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ છે.જાણો સમગ્ર સ્થિતિ

Top Stories Gujrat
Gujarat Red Alert: 8 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Heavy Rain: ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહ્યો, દક્ષિણ ગુજરાતમાં હજુ પણ સવારે 6 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે સૌથી વધુ વરસાદ પડ્યો. સ્ટેટ ઇમરજન્સી (Gujarat Red Alert) ઓપરેશન સેન્ટર (SEOC) અનુસાર, છ કલાકના સમયગાળા દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં રાજ્યમાં સૌથી વધુ 42 ઇંચ વરસાદ નોંધાયો

આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ, અનેક શહેરોમાં વરસાદનો કહેર

Gujarat Red Alert: 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Red Alert: 8 જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં અતિભારે વરસાદને પગલે હવામાન વિભાગે વલસાડ, સુરત, નવસારી સહિત કુલ આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ (Gujarat Red Alert) જાહેર કર્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. સતત વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં જનજીવન સૌથી વધુ પ્રભાવિત બન્યું છે.

ઉમરગામમાં 42 ઇંચ, ખેરગામમાં 16 ઇંચ વરસાદ

Gujarat Red Alert: 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Red Alert: 8 જિલ્લામાં રેડ એલર્ટ

વલસાડ જિલ્લાના ઉમરગામમાં (Umargam 42 Inches Rain) અંદાજે 42 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે નવસારી જિલ્લાના ખેરગામમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં નદીઓ છલકાઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

NDRF, SDRF અને આર્મી મેદાને, બચાવ કામગીરી તેજ

ભારે વરસાદની સ્થિતિને (South Gujarat Flood) પહોંચી વળવા વલસાડ જિલ્લામાં ત્રણ NDRF અને પાંચ SDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત ઓડિશાથી ચાર NDRF ટીમો ગુજરાત મોકલવામાં આવી છે. વડોદરાથી આર્મીની (Gujarat Army Rescue) બે ટુકડીઓ પણ વલસાડ રવાના કરવામાં આવી છે, જેથી બચાવ અને રાહત કામગીરી વધુ ઝડપથી હાથ ધરી શકાય.

નવસારી અને વલસાડમાં રેસ્ક્યુ ઓપરેશન, 50થી વધુ લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા

નવસારી જિલ્લામાં વરસાદી પરિસ્થિતિ વચ્ચે 50થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વલસાડમાં પણ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. જોકે અનેક સ્થળોએ પાણીનો પ્રવાહ વધુ હોવાથી બચાવ ટીમોને અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.

25 બોટ તૈનાત, વીજ પુરવઠો પણ પ્રભાવિત

Gujarat Red Alert: 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Red Alert: 8 જિલ્લામાં રેડ એલર્ટ

રાહત અને બચાવ કામગીરી માટે રાજ્યભરમાં 25 બોટ તૈનાત કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં 35 સ્થળોએ વીજ પુરવઠો ખોરવાયો હોવાનું સામે આવ્યું છે. સતત વરસાદના કારણે વીજ વિતરણ વ્યવસ્થા પર પણ અસર પડી છે.

1200થી વધુ રસ્તાઓ બંધ, ધોરીમાર્ગો પર અવરજવર અટકી

ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે રાજ્યમાં 1200થી વધુ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં 1100થી વધુ પંચાયતના રસ્તાઓ, સાત રાજ્ય ધોરીમાર્ગો અને ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સમાવેશ થાય છે. અનેક સ્થળોએ પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.

રેડ એલર્ટ જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ

વરસાદની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા અને માત્ર જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે.

304માંથી 199 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાત સૌથી વધુ પ્રભાવિત

રાજ્યના 304માંથી 199 તાલુકામાં 2થી 12 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ અંદાજે 300 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે 2025ની સરખામણીએ થોડો ઓછો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાતા અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂર મુજબ રાહત કામગીરી તેજ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં વરસાદનો મહાપ્રલય: ઉમરગામમાં 24 કલાકમાં 36 ઇંચ વરસાદ, DyCM હર્ષ સંઘવી પહોંચ્યા નવસારી

આ પણ વાંચો: વાપીમાં 200થી વધુ કાર ડૂબી, વલસાડમાં 24 વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટ્યો

આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદનું તાંડવ