દેશમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ (NEET) માં કથિત ગેરરીતિઓ અને પેપર લીકના મુદ્દાને લઈને યુવાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર મુદ્દે હવે રમતજગતના દિગ્ગજો પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં આગળ આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શુભમન ગિલ અને પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ (Shubman-Irfan)ને સોશિયલ મીડિયા પર ભાવુક સંદેશ શેર કરીને પીડિત ઉમેદવારો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
શુભમન ગિલનો ભાવુક સંદેશ: “આ વિદ્યાર્થીઓની મહેનતનું અપમાન છે”
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે પોતાની પોસ્ટમાં વિદ્યાર્થીઓની અથાક મહેનતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે વર્ષો સુધી સખત પરિશ્રમ કરનારા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો જ્યારે સિસ્ટમના ભ્રષ્ટાચારનો ભોગ બનતા હોય છે ત્યારે તે અત્યંત દુઃખદાયક હોય છે. ગિલે સ્પષ્ટ કહ્યું કે આ ઘટના માત્ર પેપર લીક નથી પરંતુ લાખો યુવાનોની આશાઓ, સપનાઓ અને તેમની મહેનતનું ઘોર અપમાન છે. તેમણે ન્યાય માટે લડી રહેલા તમામ યુવાનો સાથે ઊભા રહેવાની ખાતરી આપી છે.
ઈરફાન પઠાણે કાયદાકીય તપાસ અને કડક સજાની કરી માંગ
પોતાના સ્પષ્ટવક્તા અંદાજ માટે જાણીતા પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે પણ સિસ્ટમ સામે આકરા સવાલો ઊભા કર્યા છે. તેમણે જણાવ્યું કે દેશનું ભવિષ્ય એવા યુવાનોને ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતરવું પડે તે દ્રશ્યો હૃદય તોડી નાખે તેવા છે. જે યુવાનો દિવસ-રાત એક કરીને ડોક્ટર બનવાનું સપનું સેવે છે તેમની આવી લાચારી દેશ માટે ચિંતાજનક છે. પઠાણે આ મામલે વહેલામાં વહેલી તકે પારદર્શક તપાસ કરીને દોષિતો સામે દાખલારૂપ આકરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
દેશભરમાં ઉગ્ર આંદોલન વચ્ચે મળ્યું નૈતિક બળ
તબીબી પ્રવેશ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ, પેપર લીક અને પરિણામોમાં વિસંગતતાઓને લઈને છેલ્લા ઘણા સમયથી દેશના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. અદાલતી કાર્યવાહી વચ્ચે દેશની જાણીતી સ્પોર્ટ્સ સેલિબ્રિટીઝ દ્વારા મળેલા આ સમર્થનને કારણે વિદ્યાર્થીઓના આંદોલનને વધુ નૈતિક બળ મળ્યું છે.
આ પણ વાંચો :ભારત વિ. અફઘાનિસ્તાન T20 સીરિઝનું શિડ્યુલ જાહેર: દિલ્હીમાં રમાશે જંગ, જાણો ક્યારથી શરૂ થશે મેચો
આ પણ વાંચો :CWG 2026: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની નવી મેડલ મિશન, અત્યાર સુધી જીત્યા છે 564 મેડલ
આ પણ વાંચો :IND vs ZIM: વૈભવ સૂર્યવંશીની તોફાની ફિફ્ટીથી ભારતનો વિજય, ઝિમ્બાબ્વેને 7 વિકેટે હરાવી શ્રેણીમાં 1-0ની લીડ
