Navsari Rain News/ નવસારીમાં જળપ્રલય વચ્ચે વાયુસેનાની મદદ, ઝીંગા ફાર્મમાં ફસાયેલા 30થી વધુ લોકોનું એરલિફ્ટથી રેસ્ક્યૂ

નવસારીમાં પૂરની ગંભીર સ્થિતિ વચ્ચે વાયુસેનાએ હેલિકોપ્ટરથી 30થી વધુ લોકોને એરલિફ્ટ કરીને બચાવ્યા, જ્યારે સૈન્યની ટુકડીઓ ગ્રામ્ય વિસ્તારોમાં રેસ્ક્યૂ (Military Rescue Operation) કામગીરીમાં જોડાઈ.

Top Stories Gujarat Others Breaking News
Military Rescue Operation: પાણીમાં ગરકાવ નવસારી, એરફોર્સે હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન

Navsari Rain News: નવસારી જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની વિકટ પરિસ્થિતિ સામે પહોંચી વળવા હવે બચાવ કામગીરી વધુ તેજ કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF, SDRF તેમજ વહીવટી તંત્રની ટીમો સાથે સૈન્યની ટુકડીઓ પણ મેદાનમાં ઉતરી છે. અત્યાધુનિક સાધનો સાથે સ્પેશિયલ મિલિટરી બટાલિયન દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રેસ્ક્યૂ ઓપરેશન (Military Rescue Operation) હાથ ધરવામાં આવી રહ્યું છે.

Military Rescue Operation:આર્મી અને એરફોર્સ મેદાને

નવસારી જિલ્લામાં ખાસ કરીને ધમડાછા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સૈન્ય (Military Rescue Operation)ની મદદ લેવામાં આવી છે. બચાવ ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ દરમિયાન ગણદેવી તાલુકાના ભાટ ગામ નજીક આવેલા ઝીંગા ફાર્મમાં 30થી વધુ લોકો ફસાયા હતા. પાણીનો પ્રવાહ વધતા ફસાયેલા લોકોએ મદદ માટે અપીલ કરી હતી. ત્યારબાદ વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા વિશેષ ઓપરેશન (Military Rescue Operation) હાથ ધરી તમામ લોકોને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

બીજી તરફ, નવસારી જિલ્લામાં વરસાદનું જોર ઘટતા કેટલીક નદીઓના જળસ્તરમાં ઘટાડો નોંધાયો છે. અંબિકા નદીનું જળસ્તર ઘટીને 36.8 ફૂટ અને કાવેરી નદી 18 ફૂટ પર આવી છે, જેના કારણે થોડી રાહત મળી છે. જોકે, પૂર્ણા નદી હજુ પણ 29 ફૂટના સ્તરે સ્થિર રહેતા તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

પૂરના પાણી ઓસર્યા બાદ નુકસાનની તસવીરો પણ સામે આવી રહી છે. વાંસદા તરફનો ઓવરબ્રિજ ધોવાઈ જતાં માર્ગ વ્યવહાર પર અસર પડી છે. ગણદેવી તાલુકાના 25થી વધુ ગામોમાં પાણીના પ્રવાહમાં 1,000થી વધુ વાહનો તણાઈ જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

હીરા ઉદ્યોગ માટે જાણીતા શાંતાદેવી વિસ્તારમાં પણ પૂરનું ગંભીર અસર જોવા મળી છે. અહીં આશરે 12 ફૂટ સુધી પાણી ભરાતા 3,000થી વધુ પરિવારો અસરગ્રસ્ત થયા છે. સ્થાનિક તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારો સુધી રાશન, પાણી અને જરૂરી સામગ્રી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

હાલ નવસારી જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે. વહીવટી તંત્ર, સૈન્ય, NDRF અને SDRFની ટીમો સાથે મળીને અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડવા માટે કામગીરી કરી રહી છે.


આ પણ વાંચો:ગાંધીનગરમાં પ્રથમ વરસાદે ખોલી તંત્રની પોલ: મહાત્મા મંદિર પાસે રસ્તા પર મોટો ભૂવો પડતા તંત્ર દોડતું થયું

આ પણ વાંચો:જામનગરના કાલાવડમાં ભારે વરસાદ: બામણગામ પાસે પૂરના પાણીમાં ફસાયેલી કારનું ટ્રેક્ટરથી રેસ્ક્યૂ

આ પણ વાંચો:બોપલમાં જળભરાવની સ્થિતિ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મુલાકાત, સેન્ટોસા પાર્કમાં 20 પરિવારો હજુ પણ ફસાયેલા