New Delhi News: નવી દિલ્હીમાં જંતર-મંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનને લઈને દેશની અગ્રણી યુનિવર્સિટીઓ સતર્ક બની છે. દિલ્હી યુનિવર્સિટી (DU) બાદ હવે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)એ પણ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓને દિલ્હી ખાતે યોજાનારી સભાઓથી દૂર રહેવા માટે એડવાઇઝરી જાહેર કરી છે. બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેની ટીકા કરતાં વિદ્યાર્થીઓના લોકશાહી અધિકારો પર સવાલો ઊભા કર્યા છે.
JNUએ વિરોધ પ્રદર્શનથી દૂર રહેવા એડવાઇઝરી જાહેર કરી
JNUએ જંતર-મંતર (Jantar Mantar)ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શન (Student Protest)માં ભાગ ન લેવા માટે સત્તાવાર એડવાઇઝરી જાહેર કરી છે. યુનિવર્સિટીએ જણાવ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ અને જાહેર સભાઓમાં જવાનું ટાળવું જોઈએ. યુનિવર્સિટી એ પોતાની સૂચનામાં સુપ્રીમ કોર્ટના જાહેર પ્રદર્શન સંબંધિત માર્ગદર્શનોનો ઉલ્લેખ કર્યો છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને દિલ્હી ખાતેના અથવા તેની આસપાસ યોજાનારી કોઈપણ સભામાં ભાગ ન લેવા વિનંતી કરી છે.
દિલ્હી યુનિવર્સિટીના નિર્ણયને લઈ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ દિલ્હી યુનિવર્સિટી (Delhi University,)ની એડવાઇઝરી પર કડક વાંધો ઉઠાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે વિદ્યાર્થીઓને તેમના લોકશાહી અધિકારોનો ઉપયોગ કરતા અટકાવવાની અથવા ધમકાવવાની હિંમત કેવી રીતે થઈ શકે? રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું કે સમય આવ્યે આવા નિર્ણય લેનારાઓને જવાબ આપવો પડશે. તેમણે આ મુદ્દાને વિદ્યાર્થીઓના બંધારણીય અને લોકશાહી અધિકારો સાથે જોડીને સરકાર અને યુનિવર્સિટી તંત્ર પર સવાલો ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો:‘અહીં ભાષણ ન આપો!’: જંતર-મંતર હિંસા મામલે દિલ્હી હાઈકોર્ટે અરજદારને લીધો આડે હાથ, PIL દાખલ કરવા આદેશ
આ પણ વાંચો: સરકાર સાથેની બેઠક પર CJPનો ઇનકાર: ‘જેપી નડ્ડાના ઘરે નહીં જઈએ, જંતર-મંતર કે તટસ્થ સ્થળે ચર્ચા કરો’
આ પણ વાંચો: PM આવાસ પાસે કોંગ્રેસનું ધરણું ઉગ્ર બન્યું, રાહુલ ગાંધીની અટકાયત, પ્રિયંકા-અખિલેશ પણ પોલીસ કસ્ટડીમાં
