New Delhi News : આજે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ પોતાના સંદેશમાં કહ્યું હતું કે આભાર મિત્રોગઈ કાલે મોડી રાત્રે તમને મળવાનો મોકો મળ્યો. મેં જે વિડીયો પોસ્ટ કર્યો હતો તેને જે પ્રકારે તમે પ્રતિભાવ આપ્યો, સકારાત્મક સુઝાવ આપ્યો તે બદલ આભાર. સરકારી મંચના બદલે સરળ અને વ્યક્તિગત અંદાજમાં આપેલો આ સંદેશ સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ ગુરુવારે રાત્રે 11:52 વાગ્યે એક અનોખો સેલ્ફી વીડિયો જાહેર કરીને દેશના લાખો વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરી. સામાન્ય રીતે સત્તાવાર ભાષણ આપતા વડા પ્રધાને આ વખતે મોબાઇલ સેલ્ફી સ્ટાઇલમાં સંદેશ આપીને યુવા પેઢી સુધી વધુ અસરકારક રીતે પહોંચવાનો પ્રયાસ કર્યો.
https://www.instagram.com/reel/DbLyA8tIo7x/
ગુરૂવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ NEET Paper Leak મુદ્દે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાની ચિંતા સ્વીકારી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પેપર લીક જેવી ઘટના કોઈ સામાન્ય બાબત નથી અને સરકાર આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે.
મોદીએ જણાવ્યું કે છેલ્લા અઢી મહિનામાં તપાસ એજન્સીઓએ અનેક આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓ હાલ જેલમાં છે. સાથે જ સરકાર પેપર લીક જેવી ગેરરીતિઓને કાયમ માટે રોકવા માટે વધુ કડક કાયદો લાવવાની દિશામાં આગળ વધી રહી છે.
વડા પ્રધાને જણાવ્યું કે સરકાર ફાસ્ટ-ટ્રેક કોર્ટની વ્યવસ્થા લાવશે જેથી પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે ઝડપથી કાર્યવાહી થઈ શકે. આ ઉપરાંત આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો માટે કડક સજાની જોગવાઈ પણ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓને “મિત્રો” કહીને સંબોધતા મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની મહેનત વ્યર્થ નહીં જાય અને સરકાર પારદર્શક તથા વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
રાજકીય વિશ્લેષકોના મતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)નો આ સેલ્ફી વીડિયો માત્ર એક સંદેશ નથી, પરંતુ જનરેશન-ઝેડ અને ડિજિટલ યુવાનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો એક નવો પ્રયાસ છે.
