Gujarat News/ 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, ઉત્તર-મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ; 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનતાં હવામાન વિભાગે આગામી 30 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી (Heavy Rain Alert)કરી છે

Top Stories Gujarat Breaking News
ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનતાં હવામાન વિભાગે આગામી 30 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી (Heavy Rain Alert)કરી છે

Gujarat News : ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનતાં હવામાન વિભાગે આગામી 30 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી (Heavy Rain Alert)કરી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ (Red Alert)જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી (Heavy Rain Alert)

ને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓ-નાળાઓમાં જળસ્તર વધવા તેમજ કેટલાક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી પૂર્વ તૈયારીઓ રાખવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બચાવ અને રાહત માટેની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જરૂરિયાત મુજબ એનડીઆરએફ અને એસડીઆરએફ સહિતની ટીમોને પણ તૈયાર રહેવા જણાવાયું છે. સ્થાનિક તંત્ર દ્વારા નદીકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા તેમજ અનાવશ્યક મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગે લોકોને વરસાદ દરમિયાન વીજળી પડવાની શક્યતા, જળભરાવ અને પૂર જેવી સ્થિતિથી સાવચેત રહેવા જણાવ્યું છે. ઉપરાંત હવામાન અંગેની સત્તાવાર સૂચનાઓ પર સતત નજર રાખવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો : બનાસકાંઠા:નડાબેટના મેળામાં વરસાદનું વિઘ્ન કમોસમી વરસાદથી મેળાની મોજ બગડી રામનવમીના મેળામાં શ્રદ્ધાળુઓમાં દોડધામ 39 વર્ષથી યોજાતા ભાતીગળ મેળામાં

આ પણ વાંચો : બિપોરજોય વાવાઝોડા વચ્ચે જવાનોની સરાહનીય કામગીરી, સુઈગામની બોર્ડર પર દેશના જવાનોની જોખમી ડ્યુટી, જવાનોએ દોરડા બાંધી બજાવી ફરજ, સુઈગામની

આ પણ વાંચો : પાટણ જિલ્લામાં મેઘમહેર: સાંતલપુરમાં 12.3 ઇંચ અને રાધનપુરમાં 9.2 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર