Gujarat News/ પાણીમાં બંધ પડેલું સ્કુટર સ્ટાર્ટ કરતા પહેલાં જાણો આ વાત! સેલ મારવાની ભૂલ પડશે ભારે

ભારે વરસાદમાં સ્કુટર પાણીમાં બંધ પડી જાય તો ઉતાવળમાં સેલ્ફ મારવાની ભૂલ ન કરો. સાઇલેન્સર અને એન્જિનમાં પાણી ઘૂસી જાય તો યોગ્ય રીતથી સ્ટાર્ટ કરવાથી મોટા રિપેરિંગ ખર્ચથી બચી શકાય છે.

Gujarat Ahmedabad Breaking News
Scooter

Gujarat News: ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક શહેરોના રસ્તાઓ પર પાણી ભરાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સ્કુટર (Scooter)અને બાઈક પાણીમાં બંધ પડી જવાના બનાવો વધી રહ્યા છે. જો આવા સમયે યોગ્ય માહિતી વગર વારંવાર સેલ મારવામાં આવે તો એન્જિનને ગંભીર નુકસાન પહોંચી શકે છે. તેથી વાહનને સુરક્ષિત રીતે ફરી શરૂ કરવાની સાચી રીત જાણવી ખૂબ જ જરૂરી છે.

 વરસાદમાં Scooter કેમ બંધ પડી જાય છે?

ભારે વરસાદ દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાઈ (Rain Tips)જતાં સ્કુટર અથવા બાઈક ચલાવવું જોખમી બની શકે છે. ખાસ કરીને જ્યારે પાણીનું સ્તર સાઈલેન્સર અથવા એન્જિનની ઊંચાઈ સુધી પહોંચી જાય ત્યારે પાણી વાહન (Vehicle Maintenance)ના સાઈલેન્સર, એર ઇન્ટેક અથવા અન્ય મહત્વના ભાગોમાં ઘૂસી જવાની શક્યતા વધી જાય છે. તેના કારણે એન્જિનમાં હવા સાથે પાણી પણ પ્રવેશી શકે છે, જેનાથી સ્કુટર અચાનક બંધ પડી જાય છે.

વરસાદમાં બાઈક બંધ પડી જાય તો શું કરવું? 

સ્કુટર બંધ કરીને ચાવી કાઢી લો.

સ્કુટરને સાઇલેન્સર તરફ થોડું ઝુકાવો જેથી પાણી બહાર નીકળી જાય.

ત્યારબાદ સ્કુટર સ્ટાર્ટ કરો.

સ્ટાર્ટ થઈ જાય તો થોડો સમય સ્ટેન્ડ પર ચાલુ રાખો જેથી એન્જિન ગરમ થઈ અંદર રહેલું ભેજ દૂર થઈ જાય.

એન્જિનમાં પાણી ઘૂસી જાય તો શું કરવું?

જો સ્કુટર લાંબા સમય સુધી પાણીમાં ડૂબેલું રહ્યું હોય તો:

ભૂલથી પણ સેલ મારશો નહીં.

પહેલા સ્પાર્ક પ્લગ કાઢો.

પછી ધીમે ધીમે કિક મારી એન્જિનમાંથી પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરો.

એન્જિન ઓઇલ તપાસો અને જરૂર હોય તો બદલી નાખો.

ત્યારબાદ સ્પાર્ક પ્લગ લગાવી સ્કુટર સ્ટાર્ટ કરો.

સેલ મારવાથી શું નુકસાન થઈ શકે?

જો એન્જિન ( Scooter Engine)માં પાણી ભરાયેલું હોય અને તમે સીધું સેલ્ફ મારશો તો હાઇડ્રોલોક થઈ શકે છે. તેના કારણે પિસ્ટન, કનેક્ટિંગ રોડ, વાલ્વ સહિતના એન્જિનના મહત્વના પાર્ટ્સ તૂટી શકે છે અને મોંઘા રિપેરિંગનો ખર્ચ આવી શકે છે.


આ પણ વાંચો: E20 પેટ્રોલથી કારનું એન્જિન ખરાબ? ગ્રાહક અદાલતે મારુતિ સુઝુકીને નવી કાર અથવા ₹20 લાખ પરત કરવાનો આદેશ આપ્યો

આ પણ વાંચો: સુરત નાસીરનગર ડિમોલિશન કેસ: સસ્પેન્ડેડ એન્જિનિયરની હાઇકોર્ટમાં અરજી, મ્યુનિસિપલ કમિશનર પર લગાવ્યા ગંભીર આક્ષેપ

આ પણ વાંચો: કેશોદ હાઈવે પર બાઈકના વ્હીલમાં સાડી ફસાતાં મહિલાનું મોત, પીપળી ધાર પાસે સર્જાયો કરુણ અકસ્માત