Kheda News/ ખેડાના માતર વિસ્તારમાં 18 ઇંચ વરસાદથી જળબંબાકાર: ખેતરો તળાવમાં ફેરવાયા, ઉભા પાકને ભારે નુકસાનની ભીતિ

ખેડાના માતર વિસ્તારમાં ભારે વરસાદ(Heavy Rain. 24 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો. ખેતરોમાં પાણી ભરાતાં ઉભા પાકને નુકસાનની ભીતિ વચ્ચે ખેડૂતો કાયમી ઉકેલની માંગ.

Gujarat Others Breaking News
Heavy rain

Kheda News: ખેડા જિલ્લાના માતર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ધોધમાર વરસાદ (Heavy Rain)ને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર એક જ દિવસમાં 18 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. અનેક ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતાં ઉભો પાક ડૂબી ગયો છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને ખેડૂતો દ્વારા કાયમી ઉકેલની માંગ ઉઠી રહી છે.

Heavy Rain: માતર અને આસપાસના વિસ્તારોમાં 18 ઇંચ વરસાદથી જળબંબાકાર

ખેડા જિલ્લાના માતર તાલુકા અને આસપાસના ગામોમાં છેલ્લા 24 કલાક દરમિયાન આશરે 18 ઇંચ વરસાદ નોંધાયો છે. સતત વરસેલા વરસાદના કારણે રસ્તાઓ, રહેણાંક વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ (Water logging)ગયા છે. અનેક સ્થળોએ વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે, જ્યારે સામાન્ય જનજીવન પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે.

ખેતરો તળાવમાં ફેરવાયા, ઉભા પાકને ભારે નુકસાનની આશંકા

ધોધમાર વરસાદ બાદ ખેતીવાડી વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અનેક ખેતરો તળાવ જેવા બની ગયા છે. કપાસ, મકાઈ, ડાંગર અને અન્ય ઉભા પાક પર પાણી ફરી વળતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. જો આગામી દિવસોમાં પાણીનો નિકાલ નહીં થાય તો પાકને ભારે નુકસાન (Crop Damage)થવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

ખેતરોમાં પાણી ભરાતા તંત્ર સામે ખેડૂતોનો વિરોધ

સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે. નાળા અને ડ્રેનેજ વ્યવસ્થાની યોગ્ય સફાઈ ન થતાં વરસાદી પાણી લાંબા સમય સુધી ખેતરોમાં ભરાઈ રહે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆત છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. વારંવાર સર્જાતી જળબંબાકારની સ્થિતિને કારણે ખેડૂતોમાં ભારે રોષ (Farmers Protest)જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જો વરસાદી પાણીના નિકાલ માટે કાયમી યોજના બનાવવામાં નહીં આવે તો દર વર્ષે ખેતીને નુકસાન સહન કરવું પડશે. અસરગ્રસ્ત ખેડૂતોએ તંત્રને તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી હાથ ધરવા અને લાંબા ગાળાનો ઉકેલ લાવવાની માંગ કરી છે.


 આ પણ વાંચો: અમદાવાદ-બાવળા હાઈવે પર વરસાદી તાંડવ: દેવધોલેરા પાસે કાર પાણીમાં તણાઈ, 5 લોકોનો આબાદ બચાવ

 આ પણ વાંચો: કાદવમાં ફસાયા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, વરસાદી અસરગ્રસ્તોની મુલાકાત દરમિયાન સ્થાનિકોએ કરી મદદ

 આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદથી 16 હજારથી વધુ વાહનોને નુકસાન: 4 હજાર કાર અને 12 હજાર ટુ-વ્હીલર પાણીમાં ગરકાવ