Patan Rain News: પાટણ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન ચારણકા ખાતે આવેલો એશિયાના સૌથી મોટા સોલાર પાર્ક (Charanka Solar Park) પૈકીનો એક સોલાર પાર્ક પણ પાણીમાં ઘેરાઈ ગયો છે. ભારે વરસાદના કારણે પાર્ક અને તેની આસપાસનો સમગ્ર વિસ્તાર પાણીથી છલકાઈ ગયો હોવાનું સામે આવ્યું છે.ચારણકા સોલાર પાર્ક (Charanka Solar Park)ની આસપાસ આવેલા ગામોમાં પણ પાણી ભરાઈ જતા જનજીવન પર અસર પડી છે. અનેક માર્ગો પર પાણી ફરી વળતાં અવરજવર મુશ્કેલ બની છે.
Charanka Solar Park: ચારેય બાજુ પાણીથી ઘેરાયો સોલાર પાર્ક
સતત વરસાદને કારણે વિસ્તારમાં પાણીનો વ્યાપ એટલો વધી ગયો છે કે સોલાર પાર્ક (Charanka Solar Park) ચારેય બાજુથી પાણીથી ઘેરાયેલો દેખાઈ રહ્યો છે. ડ્રોન અને આકાશી દૃશ્યોમાં સમગ્ર વિસ્તાર જાણે પાણીની વચ્ચે ટાપુ જેવો દેખાય છે.દૂર સુધી પાણી જ પાણી દેખાતા વરસાદી પરિસ્થિતિની ગંભીરતા સ્પષ્ટ થઈ રહી છે.
તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે
ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. વરસાદની સ્થિતિ અને પાણીના સ્તરમાં થતા ફેરફારો પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદ-બાવળા હાઈવે પર વરસાદી તાંડવ: દેવધોલેરા પાસે કાર પાણીમાં તણાઈ, 5 લોકોનો આબાદ બચાવ
આ પણ વાંચો:ભારે વરસાદ વચ્ચે બહુચરાજી નગરપાલિકા બંધ: સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
