Rajkot News/ રાજકોટના સુપેડી ગામે દબાણ હટાવવાની કાર્યવાહી, 20 દુકાનો પર JCB ફરી વળતાં વેપારીઓમાં રોષ

રાજકોટના સુપેડી ગામે નેશનલ હાઈવેની હદમાં આવતા દબાણો (Supedi Demolition) દૂર કરવા કાર્યવાહી કરાઈ. પોલીસ હાજરીમાં 20 દુકાનો તોડી પાડતા વેપારીઓમાં રોષ, તંત્રએ નોટિસ આપ્યાનો દાવો કર્યો.

Top Stories Gujarat Rajkot Breaking News
Supedi Demolition: સુપેડીમાં નેશનલ હાઈવેની હદમાં ડિમોલિશન, 20 દુકાનો તોડી પાડતા વિવાદ

Rajkot News: રાજકોટ જિલ્લાના સુપેડી ગામે નેશનલ હાઈવે ઓથોરિટીની હદમાં આવતા દબાણો (Supedi Demolition) દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન આશરે 20 જેટલી દુકાનો પર JCB ચલાવીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, હાઈવે વિસ્તારમાં થયેલા દબાણોના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડતી હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Supedi Demolition: અચાનક કાર્યવાહીથી વેપારીઓમાં રોષ

ડિમોલિશનની કાર્યવાહી બાદ સ્થાનિક વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને અગાઉ કોઈ યોગ્ય જાણકારી કે નોટિસ આપવામાં આવી નહોતી અને અચાનક દુકાનો તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે.વેપારીઓનું કહેવું છે કે ચોમાસાની ઋતુ દરમિયાન આવી કાર્યવાહીથી તેમના રોજગાર પર ગંભીર અસર પડી છે અને તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.

તંત્રનો જવાબ: માર્ચમાં આપવામાં આવી હતી નોટિસ

વેપારીઓના આક્ષેપો વચ્ચે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે દબાણો (Supedi Demolition) દૂર કરવા માટે અગાઉથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તંત્રના જણાવ્યા મુજબ, સંબંધિત દુકાનદારોને માર્ચ મહિનામાં નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ નિયમ મુજબ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે.

નેશનલ હાઈવેની હદમાં આવતા ગેરકાયદેસર દબાણો (Supedi Demolition)ના કારણે ટ્રાફિક વ્યવસ્થા અને વાહનચાલકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.હાલ સુપેડી ગામમાં ડિમોલિશનની આ કાર્યવાહી બાદ વેપારીઓ અને તંત્ર વચ્ચેનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે.


આ પણ વાંચો:રાજકોટના જંગલેશ્વરમાં 400 કરોડની જમીન પરથી દબાણકર્તાઓને દૂર કરવાનો માર્ગ મોકળો બન્યો

આ પણ વાંચો:રાજકોટ રૈયાધારમાં તંત્રનું ડિમોલીશન : રૂપિયા 50 કરોડની સરકારી જમીન પરનાં દબાણો દૂર

આ પણ વાંચો:રાજકોટમાં મનસુખ જાદવનું કારસ્તાન ખુલ્યું, મંદિરની જગ્યામાં દબાણ કર્યું