સાયલા તાલુકાનાં જુના જસાપર ગામે ગત તારીખ 8 જુલાઈ નાં રોજ પ્રેમ પ્રકરણ બાબતે માતા-પુત્ર ઉપર હિંચકારો હુમલો થયો હતો, જેમાં પુત્ર અજયભાઈને ગંભીર ઈજા પહોંચતા રાજકોટ સારવાર હેઠળ ખસેડવામાં આવેલ હતો, જ્યાં સારવાર કારગત ન નિવડતા આજરોજ તેનું મોત નિપજ્યાનું ખુલવા પામ્યું છે, આથી હુમલાની ઘટના હત્યામાં પરિણમી છે, જ્યારે મૃતક યુવકની લાશને જુના જસાપર ગામે લાવતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને રાખી ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આમ હુમલાની ઘટના હત્યામાં પરિણમતા ગામમાં તંગદિલી સાથે શોકનું મોજુ ફરી વળ્યું છે.
સચિન પીઠવા, મંતવ્ય ન્યુઝ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
